તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:શાક માર્કેટ તુલસીવાડીથી મેઇન રોડ પર ખસેડાતાં વાહનચાલકોને હાલાકી

વડોદરા23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કારેલીબાગમાંથી લારીઓના સ્થળાંતરમાં દિલ્હીથી દોલતાબાદ જેવો ઘાટ

કારેલીબાગનું તુલસીવાડી રોડ ઉપરનું શાક માર્કેટ હવે મુખ્ય માર્ગ પર ખસેડાતાં ત્યાંથી પસાર થતા વાહનચાલકોને અગવડતા ભોગવવાનો વારો આવ્યો છે. કારેલીબાગ પાણી ટાંકી રોડ પાસેના તુલસીવાડી શાકમાર્કેટમાં સ્થાનિક અને લારી ધારકોના વિવાદ વચ્ચે પાલિકાના તંત્રએ શાકમાર્કેટ દૂર કરી મામલો થાળે પાડ્યો હતો. પરંતુ હવે વાહનોથી ધમધમતા મુખ્ય માર્ગ પર શાક માર્કેટ શરૂ થઈ જતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

કારેલીબાગ વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી પાસે ઘણા વર્ષોથી લારીધારકો શાકભાજી અને ફળફળાદીનો વેપાર કરતા હતા .પરંતુ સ્થાનિક રહીશોએ ભાજપના શહેર પ્રમુખ ડો.વિજય શાહને આ શાક માર્કેટ અન્યત્ર ખસેડવા રજૂઆત કરતા તાબડતોબ સંગઠનના કહેવાથી પાલિકાના તંત્રએ શાકમાર્કેટ હટાવી દીધું હતું અને વિરોધ કરનાર લારી ધારકની પોલીસે અટકાયત કરી હતી અને જો કોઈ ત્યાં ફરી શાક માર્કેટ શરૂ કરે તો આકરાં પગલા ભરવાની ચીમકી અપાઈ હતી.

બીજી તરફ લારી ધારકોએ જણાવ્યું હતું કે અત્યાર સુધી વહીવટ થકી કોઈએ વાંધો ઉઠાવ્યો નથી પરંતુ ચૂંટણી ટાણે મતદારોને રીઝવવા રાજકીય દાવપેચનો ભોગ અમે બન્યા છે. જોકે, આ શાકમાર્કેટ શિફ્ટ થવાથી સ્થાનિક રહીશોની સમસ્યાનો હલ આવ્યો હતો. પરંતુ હવે મુખ્ય માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો માટે નવી સમસ્યા ઊભી થઈ છે. આ લારી ધારકો પહેલા તુલસીવાડીના કાચા રસ્તે શાક માર્કેટ શરૂ કરતા હતા તે હવે કારેલીબાગ પાણીની ટાંકીથી ભૂતડીઝાંપા તરફ જવાના મુખ્ય માર્ગ પર ઊભા રહેતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.રસ્તા વચ્ચે વાહન પાર્ક કરી ખરીદી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો