• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Vctim Handed Over The Pictures Of The Spy Camera With The Trustee And CA Of Pavagadh To The Police, Searching For The Accused In The Mobile Location call Detail.

વડોદરા હાઇ પ્રોફાઇલ દુષ્કર્મ કેસ:પીડિતાએ પાવાગઢના ટ્રસ્ટી અને CA સાથેની સ્પાય કેમેરાની તસવીરો પોલીસને સોંપી, આરોપીઓની શોધખોળ શરૂ

વડોદરાએક મહિનો પહેલા
  • પોલીસના ઠેર-ઠેર દરોડા છતાં દુષ્કર્મ કેસના બંને આરોપીઓનો છેલ્લા 4 દિવસથી કોઇ પત્તો મળ્યો નથી
  • હાઇ પ્રોફાઇલ કેસમાં હવે પોલીસ કમિશનર નજર રાખશે, વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની શોધખોળ શરૂ કરી

વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં રહેતી એલએલબીનો અભ્યાસ કરી રહેલી 24 વર્ષીય યુવતી પર દુષ્કર્મ ગુજારવાના ચકચારી બનાવમાં હવે સરકાર સીધુ મોનિટરિંગ કરી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. જેને પગલે ગાંધીનગરથી સૂચના આવતા કેસની તપાસ ગુરુવારે મોડી સાંજે ગોત્રી પોલીસ પાસેથી આંચકી લઇને ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ છે. આ દરમિયાન પીડિતાએ પાવાગઢના ટ્રસ્ટી અને CA સાથેના સ્પાય કેમેરાની તસવીરો પોલીસને સોંપી હોવાનું જાણવા મળ્યું છે.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીની શોધખોળ શરૂ કરી
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગોત્રી પોલીસ પાસેથી તપાસના કાગળો મેળવીને ફરાર થયેલા બંને આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. આરોપી અશોક જૈને ગૃહરાજય મંત્રી તથા પોલીસ કમિશનરને પત્ર લખીને બુટલેગર અલ્પુ સિંધીએ તેમને બદનામ કરી પૈસા પડાવાનું ષડયંત્ર રચ્યું હોવાના આરોપ લગાવ્યો હતો. સમગ્ર કેસમાં આરોપ અને પ્રત્યારોપ શરૂ થતાં તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવાનો હુકમ કરાયો છે.

આરોપીઓએ યુવતીના ન્યૂડ ફોટા વાયરલ કર્યાં હતા
આરોપીઓએ યુવતીના ન્યૂડ ફોટા વાયરલ કર્યાં હતા

4 દિવસ બાદ પણ અશોક જૈન અને રાજુ ભટ્ટ હાથ લાગતા નથી
ગુનો નોંધાયા બાદ ફરાર થઇ ગયેલા સીએ અશોક જૈન અને ઇન્વેસ્ટર રાજુ ભટ્ટ ભુગર્ભમાં ઉતરી ગયા હતા. 4 દિવસથી પોલીસની ટીમો એ રાજુ ભટ્ટ અને અશોક જૈનના આશ્રયસ્થાનોની માહિતી મેળવીને તમામ સ્થળોએ તપાસ કરી હતી પણ બંને મળી આવ્યા ન હતા. બંનેના મોબાઇલ લોકેશન અને કોલ ડીટેઇલના આધારે પણ તપાસ કરાઇ રહી હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. દરમિયાન અશોક જૈનના વકીલ હિતેશ ગુપ્તા ગુરુવારે બપોરે ગોત્રી પોલીસમાં પહોંચ્યા હતા અને પોતાના તરફથી કેટલાક પુરાવા પોલીસને સુપરત કર્યા હતા. અગાઉ પોલીસે યુવતીના કપડાં, મોબાઇલ અને લેપટોપ કબજે કરીને એફએસએલમાં મોકલ્યા હતા.

યુવતીએ પાવાગઢના ટ્રસ્ટી અને CA સામે ફરિયાદ નોંધાવી હતી
ગત 19 તારીખે શહેરના દિવાળીપુરામાં રહેતી અને મુળ હરિયાણાના રોહતકમાં રહેતી લોનો અભ્યાસ કરતી યુવતીએ ગોત્રી પોલીસમાં સીએ અશોક અસ્કણ જૈન (રહે, રોકડનાથ સોસા, દિવાળીપુરા) તેમજ પાવાગઢ મંદિરના ટ્રસ્ટી અને ઇન્વેસ્ટર રાજુ ભટ્ટ (રહે, નિઝામપુરા) સામે ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે તે છેલ્લા 5 માસથી અશોક જૈનની લેન્ડ લો ટ્રેનીંગ પ્રોજેકટનું છેલ્લા 5 માસથી કામ કરે છે.

પોલીસના ઠેર-ઠેર દરોડા છતાં દુષ્કર્મ કેસના બંને આરોપીઓનો છેલ્લા 4 દિવસથી કોઇ પત્તો મળ્યો નથી
પોલીસના ઠેર-ઠેર દરોડા છતાં દુષ્કર્મ કેસના બંને આરોપીઓનો છેલ્લા 4 દિવસથી કોઇ પત્તો મળ્યો નથી

યુવતીના ન્યૂડ ફોટા વાયરલ કર્યાં
આજવા રોડ પર આવેલી સહારા ઇન્ડસ્ટ્રીઝઅની જમીન અંગેની મિટીંગો ઇન્વેસ્ટર રાજુ ભટ્ટ અને અશોક જૈન સાથે ચાલતી હતી. ત્યારે એક મિટીંગમાં અશોક જૈને કેફી પદાર્થવાળું ઠંડુ પીણું પીવડાવી તેની સાથે અડપલાં કર્યા હતા.ત્યારબાદ પણ અશોક જૈન ફરી યુવતીના ફ્લેટ પર જઇ તેના વાળ પકડી બેડરુમાં લઇ ગયો હતો અને માર મારી કપડાં ફાડી નાખી દુષ્કર્મ કર્યું હતું ત્યારબાદ બીજા દિવસે રાજુ ભટ્ટ પણ તેના ઘેર ગયા હતા અને યુવતીને ધક્કો મારી ટીવી ઊંચું કરી ફેંક્યુ હતું અને બેડરૂમમાં લઇ જઇ બળજબરીથી દુષ્કર્મ કર્યું હતું અને ધમકી આપી હતી કે રેકોર્ડિંગ કર્યું છે તે વાયરલ કરીને બદનામ કરી દઇશ. યુવતીના ન્યૂડ ફોટા પણ યુવતીના મિત્રને મોકલી વાયરલ કર્યા હતા.

અશોક જૈને ગૃહરાજય મંત્રીને પત્ર લખ્યો હતો
આ મામલે છેલ્લા 4 દિવસથી ગોત્રી પોલીસ તપાસ કરતી હતી. જો કે બુધવારે સીએ અશોક જૈને બુટલેગર અલ્પુ સિંધીની સમગ્ર બનાવમાં સંડોવણી હોવા સહિતના વિવિધ આરોપ લગાવી ગૃહરાજય મંત્રી તથા ડીજીપી અને પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓને પત્ર લખ્યો હતો. જેથી મામલો ગરમાયો હતો. આ બનાવે શહેરમાં ભારે ચર્ચા શરુ કરી હતી અને આરોપ પ્રત્યારોપ શરુ થયા હતા. દરમિયાન મામલાની ગંભીરતા જોતાં સરકારે દરમિયાનગીરી કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. સરકારમાંથી થતાં સીધા મોનિટરિંગના પગલે પોલીસ કમિશનર શમશેરસિંઘે બનાવની તપાસ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ વી.આર.ખેરને સોંપવાનો હુકમ કર્યો હતો જેથી પીઆઇ ખેરે તપાસ ના કાગળો મેળવી બંને આરોપીની શોધખોળ આદરી હતી.

હાઇ પ્રોફાઇલ કેસમાં હવે પોલીસ કમિશનર નજર રાખશે, વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની શોધખોળ શરૂ કરી
હાઇ પ્રોફાઇલ કેસમાં હવે પોલીસ કમિશનર નજર રાખશે, વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની શોધખોળ શરૂ કરી

CA અશોક જૈનની ઓફિસમાં પણ તપાસ
પોલીસની એક ટીમ અશોક જૈનની ઓફિસમાં પહોંચી હતી અને તપાસ કરી હતી. પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે અશોક જૈનના પુત્ર તથા સ્ટાફના કર્મચારીઓની પુછપરછ કરીને તેમના નિવેદન લેવાયા હતા. આ ઉપરાંત યુવતી જે ફ્લેટમાં ભાડે રહેતી હતી તે ફ્લેટના માલિક રાહીલની પણ પૂછપરછ કરીને પોલીસે નિવેદન લીધું હતું.

અલ્પુએ 6 વ્યક્તિનું લિસ્ટ મોકલ્યાનો આરોપ
સમગ્ર બનાવમાનામચીન બુટલેગર અલ્પુ સિંધીનું નામ બહાર આવતા પોલીસ તેની શોધખોળ કરી રહી છે. આરોપી સીએ અશોક જૈને ગૃહરાજ્ય મંત્રીને લખેલા પત્રમાં આરોપ લગાવ્યો હતો કે, બૂટલેગર અલ્પુ સિંધીએ તેમને 6 મોબાઇલ નંબર અને નામ સાથેનું એક લિસ્ટ મોકલ્યું હતું, જેમાં તેમના પુત્રનું પણ નામ લખેલું હતું અને જણાવ્યું હતું કે, આટલા લોકો પર ફરિયાદ થવાની છે.

અન્ય સમાચારો પણ છે...