એજ્યુકેશન:પોતાની જ સહીથી નિયમ વિરુધ્ધ પીએચડી ગાઇડ બનવા વીસીનો પ્રસ્તાવ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુનિ.માં અંધેર નગરીને ગંડુ રાજા જેવો ઘાટ

એમ.એસ.યુનિવર્સિટીમાં અંધેર નગરીને ગુંડુ રાજા જેવો ઘાટ ઘડાયો છે. વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવે નિયમ વિરુધ્ધ જઇને પીએચડી ગાઇડ બનવા અરજી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 2020માં સિન્ડિકેટની બેઠકમાં પાસ ઠરાવ મુજબ જે અધ્યાપક યુનિવર્સિટીમાં ફૂલ ટાઇમ ફરજ બજાવતા હોય તે જ પીએચડી ગાઇડ તરીકે નિમણૂક પામી શકે. વીસીની પોસ્ટ એ ટીચીંગ પોઝિશન નથી પણ પ્રિન્સિપાલ એકઝયુકેટીવ ઓફીસરની જગ્યા છે, અને તે ડેપ્યુટેશન પર આવ્યા હોય છે.

વીસી વિજય શ્રીવાસ્તવે પીએચડી ગાઇડ બનવા સાયન્સ ફેકલ્ટીના એન્વાયરમેન્ટ સાયન્સ વિભાગની પસંદગી કરી હતી અને પીજી કાઉન્સીલની બેઠકમાં જયારે તેમના પીએચડી ગાઇડ તરીકેની આઇટમ મૂકાઇ ત્યારે સભ્યોને જાણ થઇ હતી. પીએચડી ગાઇડ બનવા માટે જે તે વિભાગની રિસર્ચ કમિટીની બેઠકમાં નામ નક્કી થાય ત્યાર પછી ફેકલ્ટી રિસર્ચ કમિટીની બેઠક બોલાવાય છે જ્યાં નામ નક્કી થયા પછી પીજી કાઉન્સીલમાં મૂકાય છે. આ પ્રક્રિયાને 6 મહિના લાગે છે. વીસી વિજય શ્રીવાસ્તવના કિસ્સામાં રાતોરાત પ્રક્રિયા પૂરી કરી દેવાતા વિવાદ સર્જાયો છે.

વીસીએ ગાઇડશીપને પોતે જ મંજૂરી આપી
પીજી કાઉન્સીલની પહેલી બેઠક મુલત્વી રહી હતી ત્યાર પછી મળેલી બેઠકમાં વીસીના ગાઇડશીપની આઇટમ મૂકવામાં આવી હતી. નોંધનીય છે કે આ કમિટીના ચેરમેન વીસી પોતે જ છે. ત્યારે તેમની જ ગાઇડશીપની આઇટમને મંજૂરી માટે મુકવામાં આવી હોવા છતાં તેઓ ચર્ચા દરમિયાન હાજર હતાં.

સાયન્સ ફેકલ્ટીની રાતોરાત મંજૂરી
પીએચડી ગાઇડ બનવા ડિપાર્ટમેન્ટની રિસર્ચ કમિટી બાદ ફેકલ્ટીની કમિટીમાં મંજૂરી આપે છે. જેનેે 6 મહિના લાગે છે, આ કિસ્સામાં રાતો રાત મંજૂરી અપાઇ છે.

ગાઇડશીપ માટે નિમંત્રણ મોકલ્યું
વીસી એન્વાયમેન્ટના એક્સપર્ટ હોવાથી ફેકલ્ટીએ ગાઇડશીપ માટે નિમંત્રણ મોકલ્યું હતું. જે અંગે પીજી કાઉન્સીલમાં અભિપ્રાય લીધા છે. ગાઇડશીપ આપવાનું નક્કી થયું નથી.> કે.એમ.ચુડાસમા, રજિસ્ટ્રાર

અન્ય સમાચારો પણ છે...