તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:નેક સંદર્ભે તમામ ફેકલ્ટી HOD સાથે VCની બેઠક, 70 ટકા માહિતીના આધારે મૂલ્યાંકન થશે

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • યુનિ. દ્વારા એ પ્લસ ગ્રેડ મેળવવા માટે પ્રયાસ

MSUમાં નેકની તૈયારી શરૂ કરી દેવાઈ છે. આ સંદર્ભે વીસીએ તમામ ફેકલ્ટીના એચઓડી સાથે બેઠક કરી હતી. ડિજિટલ માધ્યમથી મોકલાયેલા 70 ટકા માહિતીના આધારે મૂલ્યાંકન થશે. માત્ર 30 ટકા જેટલું મૂલ્યાંકન ફીઝીકલી કરાશે.MSUને 2016 માં એ ગ્રેડ મળ્યો હતો. હવે પુન: નેકના એક્રિડેશન માટે પુન: અરજી કરી છે. નેકમાં એ ગ્રેડ જાળવી રાખીને એ પ્લસ સુધી પહોંચવા પ્રયાસો શરૂ કરાયા છે. 31 માર્ચ સુધીમાં તમામ ફેકલ્ટી દ્વારા માહિતી આપવાની છે.

મુખ્ય 7 મુદ્દાને આધારે મૂલ્યાંકન નક્કી થશે. જેમાં અભ્યાસક્રમ,ટીચીંગ લર્નીંગ એન્ડ ઇવોલ્યુશન,રીસર્ચ,ઇનોવેશન એન્ડ એક્ષટેન્શન,ઇન્ફ્રાસ્ટ્રકચર એન્ડ લર્નીંગ રીસોર્સ,સ્ટુડન્ટ સર્પોટ એન્ડ પ્રોગ્રેશન,ગર્વન્સ લીડરશીપ એન્ડ મેનેજમેન્ટ,ઇન્સ્ટટુશન્યલ વેલ્યુ એન્ડ બેસ્ટ પ્રેકટીસ જેવા પેરામીટરનો સમાવેશ કરાયો છે. જૂન-જુલાઇ મહિનામાં નેકની ટીમ ફીઝીકલ મૂલ્યાંકન માટે આવશે. 30 ટકા જેટલું મૂલ્યાંકન ફીઝીકલી થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો