હડતાલ:વીસી અસંવેદનશીલ, કર્મીઓને એકેય વખત મળ્યા નથી; બુસા

વડોદરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હડતાળ પર બેઠેલા હંગામી કર્મચારીઓ સાથે બુસા જોડાયું
  • આપના નેતાઓએ હેડ ઓફિસ ખાતે કર્મીઓની મુલાકાત લીધી

ચાર દિવસથી હંગામી કર્મચારીઓનું આંદોલન ચાલે છે. ત્યારે હવે યુનિ.ના સંગઠનો પણ જોડાયા છે. બુસાએ કર્મચારીઓની મુલાકાત કરીને ટેકો આપ્યો હતો. જ્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પણ મુલાકાત લીધી હતી. બુસા પ્રમુખ પ્રતાપરાવ ભોયટેએ વીસીને પત્ર લખી જણાવ્યું છે કે તમે પરિવારના વડા હોવા છતાં અસંવેદનશીલ રહી બહાર આવીને કર્મચારીઓને મળવાની સહિષ્ણુતા પણ બતાવી નથી. જે શોભાસ્પદ નથી. આવનાર સમયમાં અત્યારે ચાલી રહેલું આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ લેશે અને યુનિવર્સિટીના તમામ યુનિયનો તેમાં જોડાશે.

ત્યારે કેવી સ્થિતી સર્જાશે તેની કલ્પના કરી બહોળા હિતમાં યોગ્ય નિર્ણય લેવાની માંગણી કરી છે. આમ આદમી પાર્ટીના નેતા વીરન રામી, શીતલ ઉપાધ્યાય પણ કર્મચારીઓને મળ્યા હતાં. તેમણે જણાવ્યું કે, ચોથા વર્ગના કર્મચારીઓ એક દાયકા ઉપરાંતથી હંગામી તરીકે છે. શિક્ષણ મંત્રીના નિકટના કોન્ટ્રાકટરને આઉટ સોર્સીંગનો કોન્ટ્રાકટ આપી વર્ષોથી કામ કરતા કર્મચારીઓને કાયમી કરવાને બદલે રસ્તે રઝળતા કરવાના કારસા સામે કર્મચારીઓ હડતાલ પર બેઠા છે.

અન્ય સમાચારો પણ છે...