તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિયમોના ધજાગરા:વસંતપંચમીના લગ્નો- અપૂરતી ટ્રેનોના કારણે બસોમાં ભીડ વધી

વડોદરા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
લાંબા સમય બાદ શહેરના સેન્ટ્રલ બસ ડેપો ખાતે મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. જાણે કે હવે કોરોના ગાયબ થઈ ગયો હોય તેમ બસ માં હકડે ઠાઠ મુસાફરો ભર્યા હતાં. - Divya Bhaskar
લાંબા સમય બાદ શહેરના સેન્ટ્રલ બસ ડેપો ખાતે મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. જાણે કે હવે કોરોના ગાયબ થઈ ગયો હોય તેમ બસ માં હકડે ઠાઠ મુસાફરો ભર્યા હતાં.
 • બસોમાં ભીડ વધતાં વડોદરા એસટીની આવકમાં વધારો
 • એસટી સત્તાધીશો કોવિડ ગાઇડલાઇનની ‘બસ’ ચૂક્યાં

વસંતપંચમી અને અપુરતી ટ્રેનોના લીધે વડોદરા સેન્ટ્રલ ડેપોથી સુરત,સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાત તરફ જતી બસોમાં ભારે ભીડ જોવા મળી હતી.જો કે આ દરમિયાન કોવિડ-19ના નિયમોના ધજાગરા ઉડી ગયા હતા. મંગળવારના રોજ વસંતપંચમી હતી જેના પગલે મધ્ય ગુજરાતમાં અનેક સ્થળોએ મોટી સંખ્યામાં લગ્નોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેના પગલે સુરત, સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતથી અનેક સગા-સંબંધીઓ લગ્નમાં મહાલવા માટે આવ્યા હતા.લગ્ન પુરા થઈ જતાં સગા-સંબંધીઓ પોતાના ઘેર જવા માટે વડોદરા એસટી ડેપોએ પહોંચતાં વિવિધ બસોમાં ભારે ભીડ જોવા મળી હતી.

જો કે આ દરમિયાન સોશીયલ ડિસન્ટન્સનું કયાંય પાલન થતું હોય તેવું જોવા મળ્યુ ન હતું.લોક ડાઉન બાદ આટલી ભીડ ડેપોમાં પહેલીવાર જોવાઈ હતી એમ જાણકારોએ જણાવ્યું હતું. વડોદરા એસટી ડેપો મેનેજર રમેશ પટેલે જણાવ્યું હતું કે ‘વસંતપંચમીના લગ્નો અને અનેક ટ્રેનો હજુ સુધી ચાલુ નથી થઈ જેના કારણે હાલ બે દિવસથી બસોમાં ભીડ જોવાઈ રહી છે.ડેપોમાં હાલ દૈનિક પ0 હજાર મુસાફરો આવતાં જતાં હોય છે પણ બે દિવસથી તેમાં સાત હજાર મુસાફરોનો વધારો થયો છે.લોકડાઉન પહેલા વડોદરા ડેપોની આવક 10 લાખ કરતાં વધારે હતી જે હાલ 6થી7 લાખ છે પણ બે દિવસથી આવકમાં એકથી દોઢ લાખનો વધારો થયો છે.મુસાફરો માસ્ક પહેરીને મુસાફરી કરે અને સોશીયલ ડિસ્ટન્સ જાળવે તેનું ધ્યાન રખાય છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો