તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સાવલીના રાણીયાના 30 વર્ષના કેતન ડામોરે રવિવારે વાસદ બ્રીજ પરથી કૂદકો મારી આપઘાત કર્યો હતો. મહિલાની અન્ય પુરુષ સાથેની પ્રેમલીલા જોનાર કેતન અને તેના પરિવારને મારી નાખવાની અને ચોરીમાં ફસાવી દેવાની ધમકી અાપતા તેણે પગલું હોવાનું તેના ભાઇએ જણાવ્યું હતું. પોલીસે 3 મહિલા સહિત 5 સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાનો ગુનો તપાસ હાથ ધરી છે.
રાણીયા ગામે 20 વર્ષનો કેતન રામસિંહ ડામોર ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યા બાદ રાણિયા ખાતે શૈલી એન્જિનિયરિંગમાં નોકરી કરતો હતો. તેના પરિવારમાં એક બહેન અને બે ભાઈ છે. રવિવારે ફાજલપુર મહીમાંથી તેનો મૃતદેહ મળતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં કેતનના મોટા ભાઈ કિશન ડામોરનું નિવેદન લેતાં તેણે પોલીસને જણાવ્યું હતું કે,કેતને તેની સાથે વાત કરી હતી, જેમાં 11મી તારીખે રાતે એક મકાનમાં અવાજ થતાં કેતન ત્યાં બેટરી લઇને પહોંચતાં એક મહિલા અને માંજલપુરના ઇશ્વર નામના વ્યક્તિને કઢંગી હાલતમાં જોયાં હતાં. ત્યારબાદ તે રાત્રે ઘરે આવી સૂઈ ગયો હતો.
બીજા દિવસે સવારે તે મહિલા અને તેનો પરિવારે ઘરે આવી કેતન અને તેના નાના ભાઈને માર માર્યો હતો. જ્યારે 14મી તારીખે ઇશ્વર નામના વ્યક્તિએ પણ તેના ઘરે આવી ચોરીમાં ફસાઈ દઈશ તેવી ધમકી આપી માર માર્યો હતો. મારઝૂડ અને ધમકીથી ડરી કેતન મોડી રાત્રે ઘરેથી નીકળી ગયો હતો. ત્યારબાદ બીજા દિવસે તેનો મૃતદેહ ફાજલપુર નજીકથી મળ્યો હતો. નંદેસરી પોલીસે ઇશ્વર પરમાર, પાડોશી તુષાર તેમજ ત્રણ મહિલાઓ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધી તેઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
ધમકી અને મારથી કેતન ગભરાયો હતો
રાણીયા ગામે 11મી તારીખે બનેલી ઘટના બાદ ઈશ્વર પરમાર, અન્ય એક યુવક અને ત્રણ મહિલા કેતનના ઘરે આવી તેને અને તેના પરિવારને ધમકી અાપવાની સાથે મારઝૂડ કરતા હતા. ઈશ્વર પરમારે તેને ચોરીના ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપતાં કેતન સતત ગભરાટમાં રહેતો હતો. તેના કારણે તેણે વાસદ મહીમાં ઝંપલાવ્યું હોવાનું સપાટી પર આવ્યું છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.