અસમંજસ:વંદે ભારત ટ્રેનના ટ્રાયલ રન મામલે અસમંજસ, રેકમાં સમસ્યા સર્જાતાં દિલ્હી લઇ જવાયો

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર વિષય બાબતે રેલવે દ્વારા મૌન સેવાયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગતિ શક્તિ કોન્સેપ્ટ ઉપર 3 આયામનું કામ થઈ રહ્યું છે. જેમાં તેમની દીર્ઘદ્રષ્ટિથી યુનિવર્સિટી ટ્રાન્સપોર્ટના તમામ એકમોનું સંકલન અને ટ્રાન્સપોર્ટના વિવિધ આયામોની ઝડપ વધારવા માટેનું પણ કામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે દેશની સેમી હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારતનો ત્રીજો રેક અમદાવાદ ખાતે આવી પહોંચ્યો હતો જેને મંગળવારે રાત્રે ટેકનિકલ ખામીને પગલે દિલ્હી લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે વેસ્ટન રેલવેના સી પી આર ઓ સુમિત ઠાકુરે માત્ર રેકને દિલ્હી લઈ જવામાં આવે છે એ વાતની પુષ્ટિ કરી છે પરંતુ ટ્રાયલ કેન્સલ થયો છે કે રેકમાં ક્ષતિ સર્જાય છે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.

અમદાવાદ મુંબઈ વચ્ચે આ ટ્રેન ચલાવવા માટેનો ફાઈનલ ટેસ્ટ બુધવાર અને ગુરુવારે યોજાવાનો હતો પરંતુ 180 ની સ્પીડે આ ટ્રેનને ચલાવતી વખતે કંઈક ખામી સર્જાઇ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે. બુધવારે સવારે 7 વાગે અમદાવાદથી 16 કોચ સાથે આ ટ્રેન રવાના થવાની હતી. સંપૂર્ણ લોડ સાથે આ ટ્રેનનો ટ્રાયલ થવાનો હતો, ટ્રેનમાં રેલવેના કર્મચારીઓ ટ્રેનમાં રેતીની બોરીઓ સાથે કેટલાક કર્મચારીઓને પણ સાથે રાખવામાં આવનાર હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો હતો. અમદાવાદથી નીકળી આ ટ્રેન વડોદરા ઉભી રહે તેવી શક્યતા હતી ત્યારે રેલવે દ્વારા અચાનક આ ટ્રેનને દિલ્હી બોલાવવામાં આવતા ચર્ચા ઉઠી છે.

રેલ્વે દ્વારા જાહેર કરાયેલા પ્રોગ્રામમાં અમદાવાદ, વડોદરા અને મુંબઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દેશની સેમી હાઈ સ્પીડ ટ્રેન 180ની સ્પીડને બદલે અમદાવાદ-મુંબઈ સેક્શનની મહત્તમ સ્પીડ 130 હોવાથી 130ની સ્પીડથી કાર્યરત કરવામાં આવનાર હતી પરંતુ 180 ના ટ્રાયલ દરમિયાન કોઈક પાર્ટી હીટ થયો હોવાનું જાણવા મળે છે જેને કારણે ચીફ કમિશનર ઓફ રેલવે સેફટી દ્વારા તેની દિલ્હી ખાતે ચકાસણી કરવામાં આવશે ને ત્યારબાદ રેકને કદાચ બુધવારે સમય રહે તો ટ્રાયલ કરવામાં આવે તેવી પણ વાત જાણવા મળી છે જોકે રેલવે દ્વારા સમગ્ર વિષયમાં મૌન સેવામાં આવી રહ્યું છે વંદે ભારત ટ્રેનમાં આકસ્મિક કયું વિધ્ન આવ્યું તે અંગે જણાવાયું નથી માત્ર ટ્રાયલ માટે રેક દિલ્હી લઈ જવાય છે તેમ સીપીઇરઓ એ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...