નિર્ણય:વંદે ભારત ટ્રેન 130ની સ્પીડે ચલાવવા મંજૂરી, 15 ઓગસ્ટે લોકાર્પણની શક્યતા

વડોદરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાજધાની ટ્રેન વર્ષ 2024માં 160ની સ્પીડે​​​​​​​ ચાલશે

વેસ્ટર્ન રેલવેના મુંબઈ-અમદાવાદ રૂટ ઉપર ટ્રેકની ક્ષમતા માત્ર 130 કિલોમીટરની છે. જેથી આગામી ટૂંક સમયમાં શરૂ થનાર વંદે ભારત ટ્રેન પ્રાથમિક તબક્કે 130ની સ્પીડે ચલાવવાનો નિર્ણય કરાયો છે. જોકે રેલવે દ્વારા સમગ્ર દેશમાં ટ્રેક સ્ટ્રેન્થનિંગનું કામ ચાલી રહ્યું હોવાથી આગામી 2024માં રાજધાની ટ્રેન પણ 160ની સ્પીડે ચાલે તે માટે આયોજન થઈ રહ્યું છે.18 કોચની 180ની સ્પીડે ચાલનારી વંદે ભારત ટ્રેનની ઓપરેટિંગ સ્પીડ 160 છે. પરંતુ વેસ્ટન રેલવેના ટ્રેકને અમદાવાદથી આગળ માત્ર 100 કિલોમીટરની મંજૂરી પ્રાપ્ત છે.

જ્યારે બોમ્બેથી અમદાવાદ સુધી માત્ર 130ની સ્પીડે સી.આર.એસ. મંજૂર થયેલું છે. આનાથી વધારે ઝડપથી કોઈ ટ્રેન ચલાવી શકાય નહીં. જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પને સાકાર કરવા માટે ટ્રેનોની એવરેજ સ્પીડ 75 કરવામાં આવી છે. જ્યારે આ ટ્રેન એનાથી પણ વધારે ઝડપે ચાલે તે માટે 160ની સ્પીડે ટ્રેન ચલાવવા ટ્રેકમાં બદલાવ થઈ રહ્યા છે. તેમજ એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રીક વિભાગ દ્વારા આ માટે કામગીરી થઈ રહી છે. રેલવેના તમામ ડિવિઝન પોતાના તરફથી આ કામગીરી કરી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...