તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે સન્ડે સાથે ફન ડે:વેલેન્ટાઇન ડે, શહેરમાં 60થી વધુ રેસ્ટોરન્ટ ફાર્મમાં પાર્ટી-કેન્ડલલાઇટ ડિનર સેલિબ્રેશન

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
દુમાડ ચોકડી પાસેના ફાર્મમાં વેલેઇન્ટાઇન થીમ પર યોજાયેલી બે દિવસની ઇવેન્ટમાં જ્યાફત, એક્ઝિબિશન, ગેમ્સ અને ફન એક્ટિવિટિઝ યોજાય છે. - Divya Bhaskar
દુમાડ ચોકડી પાસેના ફાર્મમાં વેલેઇન્ટાઇન થીમ પર યોજાયેલી બે દિવસની ઇવેન્ટમાં જ્યાફત, એક્ઝિબિશન, ગેમ્સ અને ફન એક્ટિવિટિઝ યોજાય છે.
  • વેલેન્ટાઇન ડે નિમિત્તે વિવિધ સ્થળોએ ડેકોરેશન, હોટેલ્સમાં ડિશિઝની વરાઇટિઝ
  • કેટલાક કપલ્સને પ્રાઇવસી માટે કેટલીક જાણીતી હોટેલના સિલેકશનમાં કોમ્પ્રોમાઇઝ કરવું પડશે

રવિવારે વેલેન્ટાઇન ડે સેલિબ્રેશન માટે શહેરમાં યંગ કપલ્સની સાથે રેસ્ટોરન્ટ્સ અને હોટેલ્સમાં પણ તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. રવિવારે જો તમારા વેલેન્ટાઇન સાથે સેલિબ્રેશનના મૂડમાં હોવ તો કેન્ડલ લાઇટ ડિનરથી માંડીને શહેરથી નજીકના વિસ્તારોના ફાર્મમાં પણ આઉટિંગ અને ગુજરાત, ચાઇનિસ અને ટ્રેડિશનલ સ્પાઇસી ડિશિઝના કોમ્બો પ્લાનિંગ સાથેની મીનિ ટ્રીપ પણ કરી શકો છો. કોરોનાના ભયને ભૂલાવીને યંગસ્ટર્સ વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવા આવશે તેવા કોન્ફિડન્સથી 50થી વધુ રેસ્ટોરન્ટ્સ-ફાર્મમાં પાર્ટીઝ - ડિનરથી સેલિબ્રેશન કરવા માટે તૈયાર છે.

શહેરની કેટલીક હોટેલ્સમાં ખાસ વેલેન્ટાઇન ડેકોરેશન કરવામાં આવ્યું છે. સયાજીગંજની એક હોટેલમાં રૂફટોપ રેસ્ટોરન્ટ ફક્ત વેલેન્ટાઇન ડે નિમિત્તે મહિનાઓ પછી શરૂ કરવામાં આવી રહી છે. જ્યારે અન્ય એક હોટેલમાં વેલેન્ટાઇન વિકની પણ ઉજવણી ચાલી જ રહી છે. જેમાં ટ્રેડિશનલની સાથે કેટલીક યુનિક ડિશિસ પણ પિરસવામાં આવી રહી છે.બીજી તરફ તમે ક્યાંય બૂકિંગ કે રજિસ્ટ્રેશન કરવાનું ભૂલી ગયા હોવ અને પ્રાઇવસી સાથેનું લંચ કે ડિનરનો મૂડ બનાવ્યો હોય તો તમારી પસંદગીની હોટેલ કે રેસ્ટોરન્ટ્સમાં કોમ્પ્રોમાઇઝ કરવું પડી શકે છે. કારણ કે, સન્ડે ક્રાઉડને ધ્યાનમાં રાખીને કેટલીક રેસ્ટોરન્ટ્સ ‘કેન્ડલલાઇટ’ કરવાના મૂડમાં નથી.

જો કેન્ડલ ડિનર કે ગ્રૂપ પાર્ટી માટે વેલેન્ટાઇનને લઇ જવા માગતા હોવ તો ગોત્રી-સેવાસી રોડ, આજવા રોડ, દુમાડ ચોકડી જેવા સ્થળોની રેસ્ટોરન્ટ, ફાર્મ હાઉસ અને હોટેલ્સમાં ‘ઇવેન્ટ્સ’ છે. જોકે કપલ, સ્ટેગ (સિંગલ) કે ગ્રૂપ માટેની વ્યવસ્થા અલગ રાખી છે. મોટે ભાગે બૂકિંગ પૂરા થઇ ગયા છે પણ ઓન કાઉન્ટર ટિકિટ પણ ઇમર્જન્સી ગેસ્ટને ધ્યાનમાં રાખીને પાર્ટી પ્લેસ પર રાખવામાં આવતી હોય છે.

ગિફ્ટમાં યુનિક ચોકલેટ પ્લાન્ટ્સ, મિની કેક વેલેન્ટાઇન ડે નિમિત્તે યુનિક ગિફ્ટ પહેલી પસંદ હોય છે. અવનવા છતાં યુનિક ચોક્લેટ પ્લાન્ટ્સ શહેરના ફ્લોરિસ્ટ્સે ડિમાન્ડને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યા છે. જ્યારે દર વર્ષે વેલેન્ટાઇન ડે પર ના ટ્રેન્ડી વિવિધ ડિઝાઇન્સવાળા મિનિકપ કેક, ફોટોગ્રાફિક પિલોવ, કેલેન્ડર્સ, હેન્ડબેગ્સ પણ ઇન ડિમાન્ડ છે.

ઓપન એર પાર્ટીઝ વીથ મ્યુઝિક-ડિનર
આજવા રોડ, ગોત્રી-સેવાસી રોડ પર પર હેડ 500થી રૂ.800માં કેટલાક સ્થળોએ ઓપન એર પાર્ટી વીથ મ્યુઝિક એન્ડ ડિનરનું આયોજન છે. વેલેન્ટાઇન ડેમાં લાઇટ રોમેન્ટિંક મ્યુઝિકનો આનંદ ઊઠાવી શકશો. જો ફેમિલી સાથે જવા જઇ શકાય. જોકે વિકલ્પો વધુ નથી.

કેટલીક હોટેલ્સમાં ઓન ડિમાન્ડ વેલેન્ટાઇન કેનોપી- ટેન્ટ્સ ટ્રેન્ડ પણ છે. ટેન્ટમાં વેલેન્ટાઇન થીમને અનુરૂપ ડેકોરેશન, ડિનર ટેબલ, કેક, થ્રી ટુ સેવન કોર્સ ડિનર ઓફર કરવામાં આવે છે.ચાર કલાકના ટેન્ટ માટે રૂ.20,000 સુધીનો ચાર્જ પણ કપલ ચૂકવવા તૈયાર હોય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો