વૈષ્ણવીની ઉલટ તપાસ:વૈષ્ણવીનું રટણ :કાનજીએ કંઇ ખોટું થયાનું નહીં, અકસ્માતનું જ કહ્યું હતું

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગેંગરેપ: મુખ્ય સાક્ષીની પુછપરછ બાદ શુક્રવારે વૈષ્ણવીની ઉલટ તપાસ
  • ક્રોસ વેરિફિકેશનમાં નિવેદનો અલગ અલગ આવતાં ગુંચવાડો

વેક્સિન ગેંગ રેપ કેસમાં શુક્રવારે ઓએસીસ સંસ્થાની વૈષ્ણવી ટાપનિયાની અઢી કલાક પુછપરછ કરતા તેણે મુખ્ય સાક્ષી કાનજી ખાંટે પીડીતા સાથે ગેંગરેપ નહી પરંતું અકસ્માત થયો હોવાનું જણાવ્યું હતું. પોલીસના ક્રોસ ઈન્વેસ્ટીગેશનમાં મુખ્ય સાક્ષીનું નિવેદન ખોટું હોવાનું વૈષ્ણવી વારંવાર જણાવતી હતી. જ્યારે પોલીસનું માનવું છે કે, કાનજી ખાંટ પિડીતા સાથે ગેંગરેપ થયો હોવાનું ખોટું શું કામ બોલે ? આગામી દિવસોમાં પોલીસ ઓએસીસ સંસ્થાના તમામ સંચાલકોની ઉલટ તપાસ કરશેે.

ગુરુવારે પોલીસે મુખ્ય સાક્ષી કાનજી ખાંટની પુછપરછ કરી હતી. આ પૂછપરછમાં કાનજીએ પોતે સ્થળ પર ગયો અને ત્યારથી માંડી પિડીતાનો કબજો વૈષ્ણવીને સોંપ્યો ત્યાં સુધીની તમામ કહાની કહી હતી. જેમાં કાનજીએ મહત્વનો ઉલ્લેખ કર્યો હતો કે, પીડીતા સાથે ખોટુ થયું છે તેવી જાણ તેને વૈષ્ણવીને કરી હતી.

સાક્ષી બે ભરવાડોની પણ પોલીસે પૂછપરછ કરતા તેમને પિડીતાને બાંધેલી હાલતમાં હોવાનું અને ડરી ગયેલી હોવાનું પોલીસને જણાવ્યું હતું. કાનજી ખાંટે પીડીતા સાથે કાંઈક ખોટુ થયું હોવાનું કીંધુ જ ન હોવાનું વૈષ્ણવીએ રટન ચાલુ રાખ્યું છે. ક્રોસ વેરીફિકેશનમાં નિવેદનો અલગ અલગ આવતા ગુંચવાડો યથાવત રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...