વેક્સિન ગેંગ રેપ કેસ:પીડિતા સાથે ખોટું થયાની જાણ વૈષ્ણવીને કરી હતી : મુખ્ય સાક્ષી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દુષ્કર્મ પીડિતાની ફાઇલ તસવીર - Divya Bhaskar
દુષ્કર્મ પીડિતાની ફાઇલ તસવીર
  • મુખ્ય સાક્ષી કાનજી ખાંટની ફરી પૂછપરછ કરાઈ
  • ખબર ન હોવાનું રટણ કરનાર વૈષ્ણવીનું ક્રોસ ઇન્ટરોગેશન કરાશે

વેક્સિન ગેંગ રેપ કેસમાં ભોગ બનનાર પીડિતા અંગે જાણ ન કરનાર ઓએસિસના જવાબદાર વ્યક્તિઓ સામે ગુનો નોંધી પોલીસે તપાસ સઘન બનાવી છે. ત્યારે ગુરુવારે ગેંગ રેપ કેસના મુખ્ય સાક્ષી કાનજી ખાંટની ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ કરી હતી. કાનજી ખાંટે પોલીસને ફરી જણાવ્યું કે, તેણે વૈષ્ણવીને કહ્યું હતું કે પિડીતા સાથે ખોટું થયું છે. હવે આ મામલે પોલીસ વૈષ્ણવી ટાપનિયાનું પણ ક્રોસ ઇન્ટરોગેશન કરશે.

ક્રાઇમ બ્રાન્ચે વેક્સિન ગેંગ રેપ કેસની ઝીણવટપૂર્વક તપાસ કરતાં હકીકત બહાર આવી હતી કે, પીડિતા ઓએસિસ ટ્રસ્ટમાં છેલ્લાં 2 વર્ષથી એમએચઇનો કોર્સ કરતી હતી અને પુસ્તક પ્રકાશન વિભાગમાં સ્ટોર મેનેજમેન્ટનું કામ કરતી હતી. તેની સાથે વેક્સિન મેદાનમાં સામૂહિક દુષ્કર્મ થયું હોવાની જાણ પીડિતાએ ઓએસિસના ટ્રસ્ટીઓ અને ટ્રસ્ટમાં કામ કરતી અન્ય યુવતીઓને કરી હતી. જોકે આવા ગંભીર પ્રકારના બનાવની જાણ થવા છતાં ઓએસિસ ટ્રસ્ટના જવાબદાર વ્યક્તિઓ કે ટ્રસ્ટીઓએ આગળ કોઇ કાર્યવાહી નહીં કરીને અને ગંભીર પ્રકારનો કોગ્નિઝેબલ ગુનો હોવાનું જાણવા છતાં બનાવ છુપાવ્યો હતો.

પોલીસે આ બનાવમાં સંજીવ શાહ, પ્રિતી નાયર અને વૈષ્ણવી ટાપનિયા સહિત ચાર જણાની પોલીસે પુછપરછ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે અગાઉ થયેલી પુછપરછમાં વૈષ્ણવીએ પોલીસને જણાવ્યું હતું કે પિડીતા સાથે દુષ્કર્મ થયું તેની તેને જાણ ન હતી. જેથી પોલીસે બનાવના મુખ્ય સાક્ષી રહેલા બે ભરવાડોની પુછપરછ કરી હતી જેમાં બંનેએ પોલીસને જણાવ્યું હતું કે તેઓ પહોંચ્યા ત્યારે પિડીતા બાંધેલી હાલતમાં હતી અને ડરી ગયેલી હતી. ભરવાડોના ગયા બાદ પાંચ મિનીટમાં પોતાની બસ પાર્ક કરવા માટે કાનજી ખાંટ પહોંચ્યો હતો.

કાનજી ખાંટને પોલીસે ગુરુવારે ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવ્યો ત્યારે તેણે પોતે ગયો ત્યારથી માંડી પિડીતાનો કબજો વૈષ્ણવીને સોંપ્યો ત્યાર સુધીની તમામ કહાની પોલીસને વર્ણવી હતી. તેણે કહ્યું હતું કે પિડીતા સાથે ખોટુ થયું છે તેવી તેણે વૈષ્ણવીને જાણ કરી હતી. જો કે અગાઉ પોતે ના જાણતી હોવાનું રટણ કરનાર વૈષ્ણવી નું પોલીસ હવે ક્રોસ ઇન્ટરોગેશન કરશે .

અન્ય સમાચારો પણ છે...