તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એડમીશન:દેશના 200 લોકોને પછાડી વૈદેહીએ FTIમાં પ્રવેશ મેળવ્યો

વડોદરા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના કળાકાર હિતેશ શાહ છેલ્લા 11 વર્ષથી શાઇનીંગ સ્ટાર પર્ફૅોરમીંગ આર્ટ્સ દ્વારા એક્ટીંગ વર્કશોપ સમરકેમ્પનું આયોજન કરે છે. જેમાં ભાગ લઇ પ્રેરીત થઇ શહેરની 15 વર્ષિય વૈદેહી પરમારએ એક્ટીંગ અને ડાયરેક્શનમાં પોતાનું કરીયર બનાવવાનું નક્કી કર્યું. જેમા તેણીએ પુનાની ફીલ્મ એન્ડ ટેલીવીઝન ઇન્સટીટ્યુટ ઓફ ઇન્ડિયામાં એડમીશન મેળવ્યું.

વૈદેહીએ જણાવ્યું હતું કે, હું નાનપણથી જ સિરીયલમાં ભાગ લઇ ચુકી છું અને એક્ટીંગ તેમજ ડાયરેક્શનમાં મારુ ભવિષ્ય બનાવવા માંગતી હતી. એડમીશન પ્રોસેસમાં દિલ્હી, મુંબઇ, પુણે અને બીજા અન્ય શહેરો 200 લોકો હતા જે પૈકી ફક્ત 2 લોકોને જ સિલેક્ટ કરવામાં આવ્યા હતા. 4 ઇન્ટવ્યુ અને પોર્ટફોલીયોને ચકાસ્યા બાદ મને એડમીશન મળ્યું હતું. મારુ બેઝીક જ્ઞાન સારું હતું તેથી તેઓ મને 3 વર્ષની ડીગ્રી 2 વર્ષમાં જ આપશે.

અન્ય સમાચારો પણ છે...