તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાન:વડોદરા જિલ્લાના વાઘોડિયા GIDCની કંપનીએ કોરોનાના દર્દીઓ માટે 6 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન આપ્યા

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કંપનીએ કોરોનાના દર્દીઓ માટે 6 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન આપ્યા - Divya Bhaskar
કંપનીએ કોરોનાના દર્દીઓ માટે 6 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન આપ્યા

કોરોનાની ચાલી રહેલી મહામારીમાં વડોદરા શહેર તથા વડોદરા જિલ્લામાં આવેલી અનેક નાની-મોટી કંપનીઓ મદદ માટે આગળ આવી છે. ત્યારે વડોદરા જિલ્લાના વાઘોડિયા જી.આઇ.ડી.સી. ખાતે આવેલી કંપની દ્વારા કોરોનાના દર્દીઓ માટે 6 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન આપવામાં આવ્યા છે. આ મશીન ઓક્સિજનની જરૂરીયાત દર્દીઓ માટે આશિર્વાદરૂપ પુરવાર થશે.

કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવી મુક્યો છે. કોરોનાની બીજી લહેરમાં અનેક લોકો ઓક્સિજનના અભાવે મોતને ભેટ્યા છે. ત્યારે કોરોનાના દર્દીઓને ઓક્સિજન મળી રહે અને દર્દીઓનો જીવ બચી જાય તે માટે અનેક ખાનગી કંપનીઓ, સામાજિક, સહકારી અને ધાર્મિક સંસ્થાઓ આગળ આવી છે. જેમાં વાઘોડિયા જી.આઇ.ડી.સી. ખાતે આવેલી શંકર પેકેજિંગ લિમિટેડ કંપની પણ કોરોનાની મહામારીમાં આગળ આવી છે. કંપની દ્વારા આર.ડી.સી. ડી.આર. પટેલને 6 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન આપવામાં આવ્યા છે. આ પ્રસંગે કંપનીના આસિસન્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ કલ્યાણી પંડ્યા, સિનીયર જનરલ મેનેજર એચ.આર. યોગેશ દુબે અને સી.એસ.આર. એક્ઝિક્યુટિવ જસ્મીન દેવળીયા ઉપસ્થિત રહ્યા હતા.

આ મશીન ઓક્સિજનની જરૂરીયાત દર્દીઓ માટે આશિર્વાદરૂપ પુરવાર થશે
આ મશીન ઓક્સિજનની જરૂરીયાત દર્દીઓ માટે આશિર્વાદરૂપ પુરવાર થશે

કંપની દ્વારા કોરોનાની શરૂઆતથીજ વડોદરા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાથી બચવાના ઉપાયો, માસ્ક અને દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પ્રારંભીક લક્ષણોની જાણકારી અને તેની સારવાર જેવી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ગ્રામીણ વિસ્તારમાં ખાસ કરીને વરીષ્ઠ નાગરીકો માટે યોગ-પ્રાણાયમ સહિત વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

કંપનીના સંચાલકોએ જણાવ્યું હતું કે, કોરોનાના દર્દીઓ માટે સારવાર દરમિયાન ઓક્સિજન મહત્વપૂર્ણ અને ઉપયોગી હોય છે. અને હાલ જે રીતે ઓક્સિજનની જરૂરીયાતને ધ્યાનમાં લઇ કંપની દ્વારા 6 ઓક્સિજન કોન્સનટ્રેટર મશીન આપવામાં આવ્યા છે. જે કોરોના દર્દીઓ માટે આશિર્વાદરૂપ પુરવાર થશે.

અન્ય સમાચારો પણ છે...