• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Vadodara's Zeel Vyas Tops Gujarat In NEET Exam, Says Zeel's Father, It's Difficult For An Ordinary Family To Study In A Private Institute

નીટના રિઝલ્ટમાં ડોક્ટરની પુત્રી ગુજરાત ફર્સ્ટ:વડોદરાની ઝીલ વ્યાસનો દેશમા 9મો રેન્ક, કહ્યું- કેટલા કલાક વાંચવું અગત્યનું નથી, પણ કેવુ વાંચો છો તે અગત્યનું

વડોદરા23 દિવસ પહેલા
  • ઝીલે પ્રતિષ્ઠિત નીટની પરીક્ષામાં 720માંથી 710 માર્ક મેળવ્યા

વડોદરાના આકાશ બાયજુસની વિદ્યાર્થિની ઝીલ વ્યાસે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષા (NEET) UG 2022ના પરિણામમાં દેશમાં 9મો રેન્ક મેળવીને ગુજરાત ટોપર બની છે. આ સાથે તેણે વડોદરા સાથે ગુજરાતનું નામ પણ રોશન કર્યું છે. ઝીલ વ્યાસે જણાવ્યું હતું કે, કેટલા કલાક વાંચવું અગત્યનું નથી, પરંતુ કેવું વાંચો છો તે અગત્યનું છે. ખાનગી ઇન્સ્ટીટ્યૂટ હોય કે સરકારી ઇન્સ્ટીટ્યૂટ હોય કે પછી ઘરે અભ્યાસ કરતા હોય, તેનાથી કોઇ ફરક પડતો નથી. કેવી રીતે અભ્યાસ કરવો અને કેટલા કલાક અભ્યાસ કરવો તે સ્ટુડન્ટ ઉપર આધાર રાખે છે.

ઝીલ ડોક્ટર બનવા માગે છે
વડોદરા નજીક તલસટ ગામમાં રહેતા ઝીલ વ્યાસના પિતા વિપુલ વ્યાસ MD ડોક્ટર છે. માતા વૈશાલીબેન વ્યાસ ફાર્માસિસ્ટ છે. તેઓની તરસાલી સુશેન ચાર રસ્તા પાસે હોસ્પિટલ આવેલી છે. ઝીલ પિતાના પગલે ડોક્ટર બનવા માગે છે. ઝીલ ધો.9થી આકાશ બાયજુસ ઇન્સ્ટીટ્યુટમાં અભ્યાસ કરી રહી છે અને નીટની પરીક્ષા આપીને 720માંથી 710 માર્ક્સ મેળવ્યા છે. જીલે વડોદરાનું જ નહીં પરંતુ ગુજરાતનું પણ ગૌરવ વધાર્યું છે.

મારું તબીબી લાઇનમાં જવાનું નક્કી નહોતું
ઝીલે જણાવ્યું હતું કે, હું ધો.9માં આવી ત્યારે મારું લક્ષ્યાંક નક્કી નહોતું. પરંતુ, ધો.10 અને ધો.12માં મારા ધાર્યા પ્રમાણે ટકા આવ્યા બાદ મેં નક્કી કર્યું હતું કે, મારે MBBS કરવું છે. બસ તે જ દિવસથી મેં મારી તૈયારી શરૂ કરી દીધી હતી. હું નિયમીત ક્લાસ એટેન્ડ કરતી હતી. ટેસ્ટ લેવાતી હતી તે તમામ ટેસ્ટ આપતી હતી. ટેસ્ટમાં જે સબજેક્ટમાં ઓછા માર્ક્સ આવે તેમાં વધુ ધ્યાન આપતી હતી. જે સબજેક્ટમાં વધારે માર્ક્સ આવે તેમાં તેથી વધુ ધ્યાન આપતી હતી. કેટલા કલાક વાંચવું અગત્યનું નથી. કેવું વાંચો છો તે અગત્યનું છે. જો કોઈ પણ સ્ટુડન્ટ મનમાં ધારી લે તો તે ચોક્કસ સફળતા મેળવે છે. મારા માતા-પિતાનું અભ્યાસ માટે કોઇ દબાણ રહેતું નહોતું. મારા મનથી જ મારો અભ્યાસ કરતી હતી. હા મારા માતા-પિતા મારા માર્ગદર્શક ચોક્કસ રહ્યા છે. તેમના આશિર્વાદ વગર કોઇ પણ કામ શક્ય નથી.

અમે ગુજરાતી મિડીયમમાં અભ્યાસ કર્યો છે
ઝીલના પિતા ડો.વિપુલભાઇ વ્યાસે જણાવ્યું હતું કે, અમારી દીકરી નીટની પરિક્ષામાં ગુજરાતમાં ફર્સ્ટ આવી તેનાથી હું ખૂબ ખૂશ છું. મારી દીકરી ડોક્ટર બનવા માગે છે. તેનાથી હું વધારે ખૂશ છું. મેં અને મારી પત્ની વૈશાલીએ ગુજરાતી મિડીયમમાં અભ્યાસ કર્યો છે. હું ડોક્ટર બન્યો છું અને પત્ની ફાર્માસિસ્ટ છે. વર્તમાન સમયમાં આ શક્ય નથી. સમય સાથે બદલાવ જરૂરી છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે, દેશમાં શિક્ષણ નીતિ બદલવાની જરૂરિયાત છે. જો નીટ જેવી પરીક્ષા લઈને જ આગળની દિશા નક્કી થતી હોય તો ધો.10 અને 12 માટે લેવાતી બોર્ડની પરિક્ષાની કોઇ જરૂરિયાત નથી. જો કે, સરકાર પણ શિક્ષણ નીતિમાં બદલાવ લાવવાનું વિચારતી હશે. પરંતુ મારી દૃષ્ટીએ શિક્ષણ નીતિ બદલવાની તાતી જરૂરિયાત છે.

ઝીલના માતા-પિતા.
ઝીલના માતા-પિતા.

ધરમૂળથી ફેરફાર કરવાની તાતી જરૂર
સામાન્ય પરિવારનો વિદ્યાર્થી ખાનગી ઇન્સ્ટિટ્યુટમાં અભ્યાસ કરીને ધાર્યું પરિણામ લાવી શકે? તેવા એક પ્રશ્નના જવાબમાં ડો.વિપુલ વ્યાસે જણાવ્યું હતું કે, સામાન્ય પરિવાર તો ઠીક મધ્યમ વર્ગના પરિવાર માટે પણ શક્ય નથી. પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુટમાં જે રીતે શિક્ષણ આપવામાં આવે છે તેવું શિક્ષણ સરકારી ઇન્સ્ટિટ્યુટોમાં મળતું નથી તેવું મારું માનવું છે. સરકારે એક શિક્ષણ અને મેડિકલ ક્ષેત્રમાં ધરમૂળથી ફેરફાર કરવાની જરૂર છે.

ઝીલને બૂકે આપી અભિનંદન પાઠવવામાં આવ્યા.
ઝીલને બૂકે આપી અભિનંદન પાઠવવામાં આવ્યા.

ઇન્સ્ટિટ્યુટ દ્વારા ઝીલને અભિનંદન
ઝીલને અભિનંદન આપતાં આકાશ બાયજુસના મેનેજિંગ ડિરેક્ટર આકાશ ચૌધરીએ જણાવ્યું હતું કે, અમે ઝીલને તેના અનુકરણીય પરાક્રમ માટે અભિનંદન આપીએ છીએ. નીટ 2022 માટે દેશભરમાંથી કુલ 18 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેની સિદ્ધિ તેની સખત મહેનત અને સમર્પણ તેમજ તેના માતા-પિતાના સમર્થનને આભારી છે. અમે તેને તેના ભાવિ પ્રયાસો માટે શુભેચ્છા પાઠવીએ છીએ.

ઝીલની સિદ્ધિથી માતા-પિતાએ મોં મીઠુ કરાવ્યું.
ઝીલની સિદ્ધિથી માતા-પિતાએ મોં મીઠુ કરાવ્યું.

મેડિકલ માટે નીટની પરીક્ષા લેવામાં આવે છે
ઉલ્લેખનીય છે કે, ભારતમાં સરકારી અને ખાનગી સંસ્થાઓમાં અંડર ગ્રેજ્યુએટ મેડિકલ (MBBS), ડેન્ટલ (BDS) અને આયુષ (BSMS, BUMS, BAMS વગેરે) અભ્યાસક્રમો કરવા માગતા અને વિદેશમાં પ્રાથમિક તબીબી લાયકાત મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે ક્વોલિફાઇંગ ટેસ્ટ તરીકે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા નીટ વાર્ષિક ધોરણે લેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...