તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વડોદરા:PM મોદીના મનમાં વસી ગયો વડોદરાનો વર્ષા જળનિધિ પ્રોજેક્ટ, મન કી બાતમાં ઉલ્લેખ કર્યો

વડોદરા4 મહિનો પહેલા
1000 શાળાઓમાં વરસાદી પાણીના સંચયનો પ્રોજેક્ટ છે
  • સ્થાનિક લોકો અને જિલ્લા પ્રશાસનની એક દિલચસ્પ મુહિમ તરીકે ઉલ્લેખ કર્યો
  • સરકારી શાળાઓના 1000 મકાનોનું વરસાદી પાણી જમીનમાં ઉતારવાની સુવિધા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મનમાં વડોદરા જિલ્લાનો વર્ષા જળનિધિ પ્રોજેક્ટ વસી ગયો છે. પ્રત્યેક મહિનાના છેલ્લા રવિવારે તેઓ આકાશવાણી પરથી મન કી બાત રજૂ કરે છે. તેના આજના કથાનકમાં તેમણે વડોદરાના આ પ્રોજેક્ટને સ્થાનિક લોકો અને જિલ્લા પ્રશાસનની એક દિલચસ્પ મુહિમ એટલે કે રસપ્રદ અભિયાનના રૂપમાં મુલવણી કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતના વડોદરાનું આ ઉદાહરણ ખૂબ પ્રેરક છે. તેમણે જણાવ્યું કે, આ પ્રોજેક્ટથી વરસાદનું નકામું વહી જતું 10 કરોડ લિટર જેટલું પાણી સાચવવાની સુવિધા થશે. 1000 શાળાઓમાં વરસાદી પાણીના સંચયના આ આયોજનને અનુલક્ષીને પ્રધાનમંત્રીએ લોકોને વરસાદની હાલની મોસમમાં પ્રકૃતિ અને પર્યાવરણના રક્ષણ માટે આવો જ કોઈ વિચાર કરવા અને અમલમાં મૂકવા ખાસ અનુરોધ કર્યો હતો.

શું છે આ વર્ષા જળનિધી પ્રોજેક્ટ?
આ આયોજન જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલની દેણ છે. તેમને ગયા વર્ષના અભૂતપૂર્વ વરસાદમાં નકામું વહી ગયેલું અઢળક પાણી અને ઉપરથી પૂરની આફત જોઈને આપદાને અવસરમાં ફેરવવાની ભલામણ પ્રમાણે આ પ્રોજેક્ટનો વિચાર સુઝ્યો હતો. તેના હેઠળ ગ્રામ વિસ્તારની 1071 સરકારી શાળાઓના 1000 મકાનોમાં 9 મહિનાના વિક્રમજનક ટુંકા સમયમાં અને અત્યંત ઓછા ખર્ચવાળા લો કોસ્ટ મોડલના આધારે લોક ભાગીદારીના અભિગમ હેઠળ શાળા ઇમારતોની છત પર પડતાં વરસાદી પાણીને જમીનમાં ઉતારવાની વ્યૂહાત્મક માળખાકિય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેના માટેનું ભંડોળ જિલ્લા ખનીજ ભંડોળ અન્ય અનુદાન અને ઔદ્યોગિક એકમોના CSR યોગદાનથી કરવામાં આવી છે. સરેરાશ વરસાદ હોય એવા વર્ષમાં આ વ્યવસ્થાથી એક ચોમાસામાં અંદાજે 1 હજાર લાખ લિટર જેટલું અને અતિવૃષ્ટીનું વર્ષ હોય તો એનાથી ઘણું વધુ વરસાદી પાણી જમીનમાં ઉતરશે એવી ગણતરી છે.

વડોદરા કદાચિત દેશનો પ્રથમ જિલ્લો
દેશના કોઈ જિલ્લામાં સરકારી શાળાઓમાં રેન વોટર હારવેસ્ટિંગના આવા માળખાનું નિર્માણ કરવામાં આવ્યું હોય એવું જાણમાં નથી. એટલે જિલ્લાના ગ્રામ વિસ્તારની તમામ સરકારી શાળાઓના મકાનમાં છતના પાણીને જમીનમાં ઉતારવાની સુવિધા ધરાવતો વડોદરા કદાચિત દેશનો પ્રથમ જિલ્લો બન્યો છે. એટલે જ પ્રધાનમંત્રીએ શાળાઓમાં રેન વોટર હારવેસ્ટિંગના આ વડોદરા મોડેલને પ્રેરક ગણાવ્યું છે. આ પ્રોજેક્ટને પગલે શાળાઓની આસપાસ વરસાદના પાણીના ભરાવાથી થતો કાદવ કીચડ અને ગંદકી નિવારી શકાશે અને શાળાઓ સ્વચ્છ રહેશે. ચોમાસાં પહેલાં જ આ પ્રોજેક્ટ તૈયાર થઈ ગયો હોવાથી આ વર્ષથી જ તેના હેઠળ વર્ષા જળને નકામું વહી જતું અટકાવી જમીનમાં ઉતારવાની કામગીરી શક્ય બનશે.આ પ્રકારના પ્રોજેક્ટથી ભૂગર્ભ જળ સ્તર ઊંચું આવવાનો લાભ મળી શકે છે.

કલેક્ટરે યોગદાન આપનારા તમામને અભિનંદન આપ્યાં
આ પ્રોજેક્ટના પ્રણેતા અને જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે વિનમ્રતા સાથે તેની સફળતાનો યશ ટીમ વડોદરાની જહેમતભરી કામગીરી અને દાતા સંસ્થાઓને આપ્યો છે. એમણે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી,જિલ્લા આયોજન અધિકારી,સર્વ શિક્ષા અભિયાન ની ટીમ તેમજ તેના અમલીકરણમાં યોગદાન આપનારા તમામને અભિનંદન આપ્યાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળ પર જવાનો પ્રોગ્રામ બની શકે છે. સાથે જ આરામમાં સમય પસાર થશે. બાળકોને કોઇ ઉપલબ્ધિ મળવાથી ઘરનું વાતાવરણ સારું જળવાશે. નેગેટિવઃ- આળસના કારણે થોડા કામ અધૂરા રહ...

વધુ વાંચો