તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Vadodara's Tajpura Village Became Corona free In Another Horrific Wave Of Corona, With 95 Per Cent Of The Villagers Taking The First Dose

ગુજરાતનું આ ગામ રાહ ચીંધે છે:વડોદરાનું તાજપુરા ગામ કોરોનાની બીજી ભયાનક લહેરમાં પણ કોરોના મુક્ત બન્યું, ગામના 95 ટકા લોકોએ રસીનો પહેલો ડોઝ લીધો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગામના લોકોએ કોરોના સામે કેવી રીતે રક્ષણ મેળવવુ તેની સરકારની 
ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કર્યું એનું આ પરિણામ છે - Divya Bhaskar
ગામના લોકોએ કોરોના સામે કેવી રીતે રક્ષણ મેળવવુ તેની સરકારની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કર્યું એનું આ પરિણામ છે
  • તાજપુરાના લોકો સ્વયં જાગૃતિથી ગામને કોરોના મુક્ત રાખવાની સાથે કોવિડ હોસ્પિટલના દર્દીઓ માટે શાકભાજી પૂરા પાડે છે

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવી દીધો છે. કોરોનાના આ બીજી લહેરમાં શહેરોની સાથે ગામડાઓ પણ સંક્રમણથી બચી શક્યા નથી. કોરોના કહેર વચ્ચે વડોદરા જિલ્લાના પાદરાથી માત્ર 3 કિ.મી દૂર આવેલા તાજપુરા ગામે મારૂ ગામ કોરોનામુક્ત ગામ ઉકિતને સાચા અર્થમાં સાર્થક કરી છે. ગ્રામજનો ધારે તો કોવિડ-19 મહામારીનો મુકાબલો કરીને આ રોગથી કેવી રીતે બચી શકાય એનું ઉત્તમ ઉદાહરણ તાજપુરા ગામની ગ્રામીણ જનશક્તિ સંગઠિત થઈ પુરૂ પાડ્યું છે.

ગામ લોકોએ સરકારની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કર્યું
સરપંચ ધ્રુવિત પટેલ ગામને કોરોના સંક્રમણથી બચાવવાનો સમગ્ર શ્રેય ગ્રામજનોને આપતા જણાવ્યું હતું કે, ગામના લોકોએ કોરોના સામે કેવી રીતે રક્ષણ મેળવવુ તેની સરકારની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કર્યું એનું આ પરિણામ છે.

તાજપુરાના લોકો સ્વયં જાગૃતિથી ગામને કોરોના મુક્ત રાખવાની સાથે કોવિડ હોસ્પિટલના દર્દીઓ માટે શાકભાજી પૂરા પાડે છે
તાજપુરાના લોકો સ્વયં જાગૃતિથી ગામને કોરોના મુક્ત રાખવાની સાથે કોવિડ હોસ્પિટલના દર્દીઓ માટે શાકભાજી પૂરા પાડે છે

બીજા ભયાનક વેવમાં પણ ગામમાં નહીવત પ્રમાણમા કોરોનાના કેસ નોધાયા
કોરોનાના પ્રથમ અને બીજા વેવમાં ગામમાં કોરોનાને પ્રવેશતો કેવી રીતે અટકાવ્યો તે અંગે ગામના યુવા સરપંચ ધૃમિત પટેલ કહે છે કે, અમારા ગામમાં શરૂઆતથી કોવિડ કમિટીની રચના કરવામાં આવી હતી. તાજપુરાના ગ્રામજનો અને કોવિડ કમિટીએ કોરોનાને લઈને કડક નિયંત્રણો લાગુ કર્યાં અને ગ્રામજનો સતર્ક રહ્યા જેના કારણે આ કપરા કાળમાં પણ ગામમાં કોરોનાની કોઈ ગંભીર અસર થઈ નહી. કોરોનાના બીજા ભયાનક વેવમાં પણ ગામમાં નહીવત પ્રમાણમા કોરોનાના કેસ નોધાયા છે.

વડોદરાનું તાજપુરા ગામ કોરોનાની બીજી ભયાનક લહેરમાં પણ કોરોના મુક્ત બન્યું
વડોદરાનું તાજપુરા ગામ કોરોનાની બીજી ભયાનક લહેરમાં પણ કોરોના મુક્ત બન્યું

મહામારીની શરૂઆતમાં જ ગામમાં કોવિડ કમિટીની રચના કરાઇ હતી
તેઓ વધુમાં કહે છે કે, જ્યારથી રાજ્યમાં કોરોના મહામારીની શરૂઆત થઇ, ત્યારથી ગામમાં કોવિડ કમિટીની રચના કરવામા આવી અને ગામમા કોઈપણ પ્રકારનું સંક્રમણ ના થાય તેનો નિર્ણય કરીને એક્શન પ્લાન ઘડીને તેનો અસરકારક અમલ કરવામા આવ્યો હતો. જેમાં વખતો વખત ગામના દરેક વિસ્તારને સેનિટાઇઝ કરવાની સાથે ગામમા પંચાયત તરફથી દરેક લોકોને સેનેટાઇઝર અને માસ્કનુ વિતરણ કરવામાં આવ્યુ હતું.

બીજા ભયાનક વેવમાં પણ ગામમાં નહીવત પ્રમાણમા કોરોનાના કેસ નોધાયા
બીજા ભયાનક વેવમાં પણ ગામમાં નહીવત પ્રમાણમા કોરોનાના કેસ નોધાયા

7 લગ્ન પ્રસંગ કોવિડની નિર્ધારિત ગાઇડલાઇન પ્રમાણે યોજાયા
ગામમાં કોઈ પણ વ્યક્તિને ત્યાં આવતા સબંધીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો, એટલું જ નહી ગામની જાહેર જગ્યાઓ અને દુકાનો અને ફળિયા બહાર 'નો માસ્ક નો એન્ટ્રી'ના બોર્ડ લગાવામા આવ્યા છે. ગામમા ચોરો કે જાહેર જગ્યાઓ પર સોશિયલ ડિસ્ટન્સની સખ્ત અમલવારી કરવામાં આવે છે. કોરોના મહામારી વચ્ચે ગામમાં સાત જેટલા લગ્ન પ્રસંગ કોવિડની નિર્ધારિત ગાઇડલાઇન પ્રમાણે યોજાયા હતા.

95 ટકા લોકોએ કોવિડ વેક્સિનનો પ્રથમ ડોઝ પણ લઈ લીધો
સરપંચ ધ્રુવીત પટેલે જણાવ્યું હતું કે, તાજપુરા ગામ લોકોની સતર્કતા કારણે કોરોનાના બીજા વેવના સંક્રમણથી બચ્યું છે. ગામમાં કોરોના વાયરસના સામાન્ય લક્ષણો ધરાવતા કેસો પણ નહિવત પ્રમાણમાં છે. કોરોના રસી અંગે લોકોને ભ્રામક વાતોમાંથી બહાર લાવવા પંચાયતના સભ્યોએ વોર્ડ વાર વ્યાપક લોકજાગૃતિ ઊભી કરી જેનાથી ગામમાં 95 ટકા લોકોએ કોવિડ વેક્સિનનો પ્રથમ ડોઝ પણ લઈ લીધો છે, છતાં ગામમા હાલમાં લોકો કોરોના સામે પૂરતી સાવધાની અને સાવચેતી રાખી રહ્યા છે.

ગામના 95 ટકા લોકોએ રસીનો પહેલો ડોઝ લીધો
ગામના 95 ટકા લોકોએ રસીનો પહેલો ડોઝ લીધો

ગ્રામજનોએ કોવિડના દર્દીઓને શાકભાજીની સેવા આપી
તાજપુરા ગ્રામજનો દ્વારા વડોદરા શહેરના અટલાદરા સ્વામિનારાયણ મંદિરના યજ્ઞપુરૂષ સભા મંડપમાં કોવિડ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને શાકભાજીની સેવા પણ આપવામાં આવી છે. કોરોનાના કપરા કાળમાં ગ્રામજનોની સતર્કતા કેવું પરિણામ લાવી શકે છે, તેનું અનુકરણીય ઉદાહરણ તાજપુરાના ગ્રામજનોએ પુરૂ પાડ્યું નવી દિશા ચીંધી છે.

અન્ય સમાચારો પણ છે...