તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓક્સિજન ખૂટવાનો મામલો:વડોદરાની સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ રંજન ઐયરની તબિયત લથડી, OSD ડો.વિનોદ રાવે શો-કોઝ નોટિસ ફટકારી હતી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
OSD ડો. વિનોદ રાવ અને સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ રંજન ઐયર - Divya Bhaskar
OSD ડો. વિનોદ રાવ અને સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ રંજન ઐયર
  • સયાજી હોસ્પિટલમાં 5 કલાક માટે ઓક્સિજનનો જથ્થો ખૂટી પડતા દર્દીઓના સગાઓએ હોબાળો મચાવ્યો હતો
  • ઓએસડી ડો. વિનોદ રાવે બેદરકારી બદલ સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટને શો-કોઝ નોટિસ ફટકારી હતી,

વડોદરાની સયાજી હોસ્પિટલમાં શનિવારે સાંજે ઓક્સિજનનો જથ્થો ખૂટી પડ્યા બાદ સર્જાયેલી અંધાધૂધીને લઇને ડો. વિનોદ રાવે સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટને શો-કોઝ નોટિસ ફટકારી હતી, ત્યાર બાદ આજે સુપ્રિટેન્ડેન્ટ રંજન ઐયરની તબિયત લથડી છે, જેથી તેઓને ડોક્ટરોએ તેમને કોરોના રિપોર્ટ કરાવવાનું સૂચન કર્યું છે.

5 કલાક સુધી ઓકિસજનનો જથ્થો ખૂટતા ભાગદોડ થઈ ગઇ હતી
વડોદરાની સયાજી હોસ્પિટલમાં શનિવારે સાંજે ઓક્સિજનનો જથ્થો ખૂટી પડતા અફરાતફરી નો માહોલ જોવા મળ્યો હતો. અધિકારીઓની બેદરકારીના કારણે સમયસર ઓકિસજન બોટલ પહોંચ્યા નહોતા. જેને પગલે ઓએસડી ડો. વિનોદ રાવ દોડી સયાજી હોસ્પિટલમાં પહોંચી ગયા હતા અને 5 કલાક સુધી ઓકિસજનનો જથ્થો ખૂટતાં ભાગદોડ થઈ ગઇ હતી. જોકે છેવટે ઓકિસજનનો જથ્થો પહોંચી જતા સ્થિતિ સામાન્ય થઈ ગઇ હતી. પરંતુ અધિકારીઓની બેદરકારીને કારણે વિનોદ રાવ ગુસ્સામાં જોવા મળ્યા હતા અને ડો. વિનોદ રાવે સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ રંજન ઐયરને શો કોઝ નોટિસ ફટકારી હતી. જોકે, નોટિસ મળ્યા બાદ આજે સુપ્રિટેન્ડેન્ટ રંજન ઐયરની તબિયત લથડી છે, જેથી તેઓને ડોક્ટરોએ તેમને કોરોના રિપોર્ટ કરાવવાનું સૂચન કર્યું છે.

સયાજી હોસ્પિટલમાં 5 કલાક માટે ઓક્સિજનનો જથ્થો ખૂટી પડતા દર્દીઓના સગાઓએ હોબાળો મચાવ્યો હતો
સયાજી હોસ્પિટલમાં 5 કલાક માટે ઓક્સિજનનો જથ્થો ખૂટી પડતા દર્દીઓના સગાઓએ હોબાળો મચાવ્યો હતો

ઓક્સિજન ખૂટ્યા બાદ ઓએસડીએ સુપ્રિટેન્ડેન્ટને નોટિસ ફટકારી હતી
વડોદરાના ઓએસડી વિનોદ રાવે શનિવારની ઘટના બાદ જણાવ્યું હતું કે, સયાજી હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટ્યો નથી. ઓક્સિજન સિલિન્ડર્સ રસ્તામાં જ છે. એક-બે દર્દી વેઇટિંગ થઇ ગયા છે. 3થી 4 એમ્બ્યુલન્સથી વધારે નથી. તેઓને પણ અમે સમરસ હોસ્ટેલની કોવિડ હોસ્પિટલમાં શિફ્ટ કરી રહ્યા છીએ. મેડિકલ સુપ્રિટેન્ડેન્ટની બેથી ત્રણ વખત ગંભીર પ્રકારની બેદરકારી સામે આવી છે અને તેમને હું શો કોઝ નોટિસ આપુ છું. ઓપીડીમાં વ્યવસ્થિત મેનેજમેન્ટ થવુ જોઇએ. એક બે વખત આવુ ધ્યાન પર આવ્યું છે. આ ગંભીર પ્રકારની બેદરકારી છે.

ઓએસડી ડો. વિનોદ રાવે બેદરકારી બદલ સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટને શો-કોઝ નોટિસ ફટકારી હતી
ઓએસડી ડો. વિનોદ રાવે બેદરકારી બદલ સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટને શો-કોઝ નોટિસ ફટકારી હતી