તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્લાઝમાની માગ વધી:વડોદરાની સયાજી હોસ્પિટલની બ્લડ બેંકમાં રોજ 20 દર્દીઓ માટે પ્લાઝમાની ઇન્ક્વાયરી આવે છે, શહેરના મેયરે પ્લાઝમા ડોનેટ કર્યાં

વડોદરા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
વડોદરાના મેયર કેયુર રોકડિયાએ શહેરીજનોને પ્લાઝમા ડોનેટ કરવાની અપીલ કરી હતી - Divya Bhaskar
વડોદરાના મેયર કેયુર રોકડિયાએ શહેરીજનોને પ્લાઝમા ડોનેટ કરવાની અપીલ કરી હતી
 • વડોદરાના મેયરે શહેરીજનોને પ્લાઝમા ડોનેટ કરવાની અપીલ કરી

કોરોના મુક્ત થયા બાદ આજે વડોદરાના મેયર કયુર રોકડિયાએ સયાજી હોસ્પિટલમાં પ્લાઝમા ડોનેટ કર્યાં હતા. પ્લાઝમા ડોનેટ કર્યાં બાદ મેયર કોરોના મુક્ત થયેલા લોકોને પ્લાઝમા ડોનેટ કરવાની અપીલ કરી હતી.

આપણે પ્લાઝમા ડોનેટ કરીને લોકોના જીવ બચાવીએ
મેયર કયુર રોકડિયાએ જણાવ્યું હતું કે, પ્લાઝમા કોરોનાના દર્દીની સારવારમાં મદદરૂપ થાય છે. જે લોકો કાળમુખમાંથી બચીને સ્વસ્થ થયા છે. તેઓ બીજા સંક્રમિતોને મદદ કરી શકે છે. કોરોના મુક્ત થયેલા શહેરીજનનો અપીલ છે કે, પ્લાઝમા ડોનેટ કરીને લોકોના જીવ બચાવીએ.

વડોદરાના મેયર કયુર રોકડિયાએ સયાજી હોસ્પિટલમાં પ્લાઝમા ડોનેટ કર્યાં
વડોદરાના મેયર કયુર રોકડિયાએ સયાજી હોસ્પિટલમાં પ્લાઝમા ડોનેટ કર્યાં

પ્લાઝમા ડોનેટ કરી શકે હોય તેવા લોકોએ ડોનેટ કરવા જોઇએ.
વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે, ઘણા દર્દીઓને પ્લાઝમાની જરૂરીયાત હોય છે. જેથી પ્લાઝમા ડોનેટ કરી શકે હોય તેવા લોકોએ ડોનેટ કરવા જોઇએ.

વડોદરાની સયાજી હોસ્પિટલની બ્લડ બેંકમાં રોજ 20 દર્દીઓ માટે પ્લાઝમાની ઇન્ક્વાયરી આવે છે
વડોદરાની સયાજી હોસ્પિટલની બ્લડ બેંકમાં રોજ 20 દર્દીઓ માટે પ્લાઝમાની ઇન્ક્વાયરી આવે છે

સયાજી હોસ્પિટલમાં રોજ 20 લોકોની પ્લાઝમા ડોનેટની માગ આવે છે
સયાજી હોસ્પિટલ સ્થિત બ્લડ બેંકના ઇન્ચાર્જ ડો. ફરઝાના કોઠારીએ જણાવ્યું હતું કે, સયાજી હોસ્પિટલમાં રોજ 20 લોકોની પ્લાઝમા ડોનેટની માગ આવતી હોય છે, જેથી અમે લોકો પ્લાઝમા ડોનેટ કરે તેવા પ્રયાસ કરી રહ્યા છે. રોજ પોલીસ કર્મચારીઓ પ્લાઝમા ડોનેટ કરવા માટે આવે છે. હું પ્લાઝમા ડોનેટ કરનારા શહેરના પ્રથમ નાગરિક મેયરનો પણ આભાર માનુ છું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો