ઓવરબ્રિજનું કામ પૂર્ણતાના આરે:વડોદરાનો સૌથી લાંબો 3.5 કિમીનો ગેંડા સર્કલથી મનિષા ચોકડી સુધીનો ઓવરબ્રિજ નવેમ્બર અંતમાં ખૂલ્લો મુકાશે

વડોદરા2 મહિનો પહેલા
વડોદરાના સૌથી લાંબ ફ્લાય ઓવરબ્રિજનું કામ પૂર્ણતાના આરે છે.
  • ફ્લાય ઓવરબ્રિજ ઉપર ગાર્ડન અને લાઇટીંગ આકર્ષણનું કેન્દ્ર બનશે

વડોદરા શહેરમાં વધી રહેલી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં લઇ વડોદરા મહાનગર સેવા સદન દ્વારા એક પછી એક ફ્લાય ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. જેમાં શહેરના સૌથી મોટા બની રહેલા 3.5 કિલો મીટર લાંબા ગેંડા સર્કલથી મનિષા ચોકડી સુધીનો ફ્લાય ઓવરબ્રિજ શહેરીજનો માટે આગામી નવેમ્બર-22ના અંત સુધીમાં ખૂલ્લો મૂકી દેવામાં આવે તેવી શક્યતાઓ છે. આ ફ્લાય ઓવરબ્રિજની મ્યુનિસિપલ કમિશનર અને સ્થાયી સમિતીના અધ્યક્ષએ મુલાકાત લીધી હતી. અધિકારીઓ અને હોદ્દેદારોની મુલાકાત બાદ તંત્ર દ્વારા ફાલ્ય ઓવરબ્રિજનું 90 ટકા ઉપરાંત કામ પૂર્ણ થઇ ગયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

રાત-દિવસ કામ ચાલી રહ્યું છે
વડોદરા મહાનગર સેવા સદન દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગેંડા સર્કલથી જુના પાદરા રોડ મનિષા ચોકડી સુધી સાડા ત્રણ કિલો મીટર લાંબો ફ્લાય ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. આ ફ્લાય ઓવરબ્રિજ વડોદરાનો સૌથી મોટો ફ્લાય ઓવરબ્રિજ બનવાનો છે. આ બ્રિજ વહેલીતકે શહેરીજનોના ઉપયોગમાં આવે તે માટે બ્રિજનું રાત-દિવસ કામ ચાલી રહ્યું છે. વડોદરા મહાનગર સેવા સદનના નવ નિયુક્ત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની, સ્થાયિ સમિતીના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ તેમજ કોર્પોરેશનના સબંધિત વિભાગના અધિકારીઓએ બની રહેલા ફ્લાય ઓવર બ્રિજની મુલાકાત લીધી હતી.

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની અને સ્થાયિ સમિતી અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલે નિર્માણાધિન બ્રિજની મુલાકાત લીધી.
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની અને સ્થાયિ સમિતી અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલે નિર્માણાધિન બ્રિજની મુલાકાત લીધી.

મ્યુનિસિપલ કમિશનરે મુલાકાત લીધી
સ્થાયિ સમિતીના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલ અને કોર્પોરેશનના અધિકારીઓએ નવ નિયુક્ત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીને નવિન બની રહેલા વડોદરાના સૌથી મોટા બ્રિજ અંગેની માહિતી આપી હતી. મ્યુનિસિપલ કમિશનરે ફ્લાય ઓવર બ્રિજ અંગે ચેરમેન અને કોર્પોરેશનના અધિકારીઓ પાસેથી બ્રિજ અંગે જરૂરી માહિતી પણ મેળવી હતી. અને બ્રિજના ચાલી રહેલા કામ અંગે સમિક્ષા કરી હતી. તે સાથે બ્રિજ અંગેના કેટલાંક સુચનો પણ કર્યા હતા.

આ ફ્લાય ઓવર વડોદરાનું આકર્ષણ બનશે.
આ ફ્લાય ઓવર વડોદરાનું આકર્ષણ બનશે.

90 ટકા કામ પૂરું થઇ ગયું છે
વડોદરા મહાનગર સેવા સદનના સ્થાયિ સમિતીના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડોદરા શહેરનો ગૌરવ સમો ગેંડા સર્કલથી મનિષા ચોકડી સુધીનો સાડા ત્રણ કિલો મીટર લાંબો ફ્લાય ઓવરબ્રિજ બની રહ્યો છે. વડોદરા શહેરનો આ સૌથી મોટો ફ્લાય ઓવરબ્રિજ રૂપિયા 230 કરોડના ખર્ચે તૈયાર થઇ રહ્યો છે. નવ નિયુક્ત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની સાથે ફ્લાય ઓવરબ્રિજની સમિક્ષા કરી હતી. 90 ટકા ઉપરાંત બ્રિજની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. આગામી એક-બે માસમાં આ ફ્લાય ઓવર બ્રિજ શહેરીજનો માટે ખૂલ્લો મુકવામાં આવશે.

ફ્લાય ઓવરનું કામ 90 ટકા પૂર્ણ.
ફ્લાય ઓવરનું કામ 90 ટકા પૂર્ણ.

બીજા ફ્લાય ઓવરબ્રિજોનું કામ શરૂ કરાશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ફ્લાય ઓવરબ્રિજ વડોદરાનું આકર્ષણ બનશે. ફ્લાય ઓવરબ્રિજ ઉપર ગાર્ડન, લાઇટીંગ આકર્ષણ રહેશે. ફ્લાય ઓવરબ્રિજની નીચે પે એન્ડ પાર્કિંગનું પણ આયોજન કરવામાં આવશે. સર્વિસ રોડ પણ બનાવવામાં આવશે. આ સર્વિસ રોડ પણ વાહન ચાલકોને કોઇ મુશ્કેલી ન પડે તેવો બનાવવામાં આવશે. ટૂંકમાં આ ફ્લાય ઓવરબ્રિજ વડોદરાના ગૌરવ સમો હશે. આવનારા સમયમાં શહેરમાં અન્ય ફ્લાય ઓવરબ્રિજનું પણ કામ શરૂ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...