તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારત બંધને ટેકો:વડોદરાના સૌથી મોટા હાથીખાના અનાજ કરિયાણા માર્કેટ એસોસિએશને ખેડૂતોને સમર્થન જાહેર કર્યું, કાલે હાથીખાના બજાર બંધ રહેશે

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરાનું હાથીખાના માર્કેટ - Divya Bhaskar
વડોદરાનું હાથીખાના માર્કેટ
  • વડોદરા વેપાર વિકાસ એસોસિયેશને બંધમાં ન જોડાવવાની જાહેરાત કરી

કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની સરહદો પર ખેડૂતો દ્વારા સતત 11 દિવસથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આવતીકાલે ખેડૂતો દ્વારા ભારત બંધનું આહવાન કરવામાં આવ્યું છે. ખેડૂતોના ભારત બંધને રાજકીય પાર્ટીઓ સહિત અનેક પક્ષોનું સમર્થન મળી રહ્યું છે, ત્યારે વડોદરાના હાથીખાના અનાજ કરિયાણા માર્કેટ એસોસિએશને પણ ખેડૂતોના ભારત બંધના એલાનને સમર્થન આપવાની જાહેરાત કરી છે. જોકે વડોદરા વેપાર વિકાસ એસોસિયેશને બંધમાં ન જોડાવવાની જાહેરાત કરી છે.

આવતીકાલે 8 ડિસેમ્બરે હાથીખાના બજાર બંધ રહેશે ખેડૂતો દ્વારા નવા પસાર કરાયેલા ત્રણેય કૃષિ કાયદાને રદ્દ કરવાની માંગ કરવામાં આવી રહી છે. આ મુદ્દે ખેડૂતો અને ખેડૂતો વચ્ચે 5 રાઉન્ડની વાતચીત થઈ છે, પરંતુ, હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. હવે ખેડૂતો અને સરકાર વચ્ચે 9 ડિસેમ્બરે ફરી બેઠક થવાની છે. આ પહેલા 8 ડિસેમ્બરે ભારત બંધની જાહેરાત કરવામાં આવી છે. તેવામાં વડોદરાના સૌથી મોટા હાથીખાના અનાજ કરિયાણા માર્કેટ એસોસિએશને ખેડૂતોને સમર્થન આપવાની જાહેરાત કરી છે. વેપારીઓએ ભારત બંધને સમર્થન આપ્યું છે. આવતીકાલે 8 ડિસેમ્બરે હાથીખાના બજાર બંધ રહેશે. એસોસિએશનના પ્રમુખ નિમેષ મહેતાએ આ જાહેરાત કરી છે.

અનાજ-કઠોળના વેપારીઓને દુકાન બંધ રાખવા અપીલ કરાઈ વડોદરાના તમામ અનાજ-કઠોળના વેપારીઓને દુકાન બંધ રાખવા અપીલ કરવામાં આવી છે. કોંગ્રેસ, ડીએમકે, આપ, બીએસપી અને ટીઆરએસએ પણ કૃષિ કાયદાઓ વિરૂદ્ધ આંદોલન કરનારા 8 ડિસેમ્બરે ભારત બંધને ટેકો જાહેર કર્યો છે. અત્યાર સુધીમાં 11થી વધુ વિરોધી પક્ષો અને દસ ટ્રેડ યુનિયનોએ ભારત બંધને ટેકો આપ્યો છે.

બંધના એલાનના પગલે પોલીસ સ્ટેન્ડ ટુ કરાઇ ભારત બંધના એલાનને પગલે વડોદરામાં કોઇ અનિચ્છિય ઘટના ન બને તેની તદેકારીના ભાગરૂપે પોલીસને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ કરાયો છે. રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાના આદેશને પગલે ગૃહવિભાગે પોલીસને જરૂરી સૂચનાઓ જારી કરી છે. ભારત બંધના દિવસે ખેડૂતો-કોંગ્રેસે હાઇવે ચક્કાજામ કરવા અને વિરોધ પ્રદર્શન કરવા એલાન કર્યુ છે, જેના પગલે ગુજરાત પોલેસને એલર્ટ કરાઇ છે.

પોલીસ હાઇવે પર સતત પેટ્રોલિંગ કરશે
મંગળવારે ભારત બંધનું એલાનના પગલે વડોદરા શહેર-જિલ્લામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રખાશે. હાઇવે પર ચક્કાજામ સહિત વિરોધ પ્રદર્શનો ના થાય તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરશે. શહેરમાં બજારોમાં સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સતત પેટ્રોલિંગ કરાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો