તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉનની દહેશત:વડોદરાના હાથીખાના માર્કેટમાં લોકોનું કીડિયારું ઊભરાતા પોલીસે 2 હજારનો દંડ વસૂલતા વેપારીઓમાં રોષ, દુકાનો બંધ કરીને વિરોધ કર્યો

વડોદરા5 દિવસ પહેલા
હાથીખાના બજારમાં નાના-મોટા વેપારીઓ સહિત માસિક કરિયાણું ભરતા ગ્રાહકોએ ભારે ધસારો કર્યો
  • વેપારી એસોસીએશન અગ્રણીઓની અપીલઃ હાથીખાના બજારમાં પૂરતો સ્ટોક છે, કરિયાણાના જથ્થાનો સંગ્રહ ન કરો

સિટી રિહાથીખાના બજારમાં પાલિકાના અધિકારીઓ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક મુદ્દે 7 વેપારીઓને રૂા.2-2 હજારનો દંડ ફટકારતા વેપારીઓએ વિરોધ દર્શાવીને માર્કેટ બંધ કરી દીધું હતું. સવારે 11 વાગે માર્કેટ બંધ થતા જ નારાજ થયેલા વેપારીઓને મનાવવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલ અને શહેર મહામંત્રી સુનીલ સોલંકી તાત્કાલીક હાથીખાના દોડી ગયા હતાં. પાલિકાના અધિકારીઓ દ્વારા માફી માંગતા આખરે નારાજ વેપારીઓએ આગામી સમયમાં પાલિકા દ્વારા સહયોગ આપવામાં આવશે તેવી રજૂઆત સાથે બપોરે 1 વાગે માર્કેટ ખોલ્યું હતું.

શહેરમાં રોજે રોજ 300થી ઉપર કોરોના આંકડા આવી રહ્યાં છે. જાહેર બજારો અને સ્થળો પર પાલિકા અને પોલીસ દ્વારા વેપારીઓ અને લોકોને માસ્ક પહેરવા માટે જાહેર અપીલ કરવામાં આવે છે. અને જે લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ નથી જાળવતા તેમને દંડ પણ ફટકારવામાં આવે છે. તેવામાં સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હોવાથી પાલિકાની ટીમ બુધવારે સવારે 10 થી 10:30 વાગે હાથીખાના બજારમાં ત્રાટકી હતી.જે દુકાનોની બહાર ભીડ દેખાઈ અને વેપારીઓએ માસ્ક પણ નહોતા પહેર્યાં તેમને રૂ.2 હજારનો દંડ કરવામાં આવ્યો હતો.

પાલિકાની ટીમ માર્કેટમાં વેપારીઓને દંડ કરે છે તે વાત ધી બરોડા ગ્રેઈન મર્ચન્ટસ એસોશીયેશનના પ્રમુખ નિમેષ મહેતા સુધી પહોંચી હતી. તેમણે જે વેપારીઓને દંડ ફટકાર્યાં હતાં તેવા 7 વેપારીઓને મળીને જાણ્યું કે,પાલિકાના અધિકારીઓએ વેપારીઓની સાથે ઉદ્ધતાઈ પૂર્વક વર્તન કરીને કાયદા પ્રમાણે રૂા.1 હજાર વધારે દંડ ફટકાર્યો છે. પાલિકાના આ એક્શન વિરૂધ્ધ વેપારીઓ રોષે ભરાયા હતાં અને આખું બજાર સવારે 11 વાગે બંધ કરાવી દીધું હતું. અને પાલિકાની આ કાર્યવાહી સામે સુત્રોચ્ચાર કર્યાં હતાં.​​​​​​​જેને પગલે સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ અને શહેર મહામંત્રી સુનિલ સોલંકી હાથીખાના દોડી ગયા હતાં.

નિમેષ મહેતાએ ડો.હિતેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી કે,પાલિકાના અધિકારીઓ તેમના પાવરનો દુરપયોગ કરે છે. હાથીખાના જિલ્લામાં એક માત્ર અનાજનું માર્કેટ છે.જેમાં હજારો લોકો અનાજ ખરીદવા આવતા હોય તો બજારમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે પાલિકાના સ્ટાફે પણ મદદરૂપ થવું જોઈએ. ખોટી રીતે વેપારીઓને દંડ કરી હેરાન ન કરવા જોઈએ.

માસિક કરિયાણું ભરતા ગ્રાહકોએ ભારે ધસારો કર્યો
કોરોના કેસોમાં વધારો થતાં સરકાર દ્વારા કર્ફ્યૂના સમયમાં વધારો કરતા અને આગામી દિવસોમાં સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવે તેવી દહેશતના પગલે વડોદરા શહેરના સૌથી મોટા હાથીખાના બજારમાં નાના, મોટા વેપારીઓ સહિત માસિક કરિયાણું ભરતા ગ્રાહકોએ ભારે ધસારો કર્યો હતો. હાથીખાનામાં ભારે ધસારાને પગલે સોશિયલ ડિસ્ટનના લીરેલીરા ઉડયા હતા.

શોપિંગ મોલ, અનાજ કરિયાણાની દુકાનો, શાકભાજી માર્કેટમાં લોકો ખરીદી માટે ઉમટ્યા
વડોદરા શહેર સહિત સમગ્ર ગુજરાતમાં ઘાતક બનેલા કોરોનાના પગલે સરકારને કરફ્યુમાં વધારો કરવાની ફરજ પડી છે. તે સાથે જાહેર કાર્યક્રમો ૩૦ એપ્રીલ સુધી જાહેર કાર્યક્રમો ન કરવા માટેની ગાઇડલાઇન જાહેર કરવાની પણ ફરજ પડી છે. ત્યારે સરકાર દ્વારા કોરોના સંક્રમણને રોકવા માટે હજુ પણ લોકડાઉન સહિતના કડક પગલા ભરે તેવી દહેશતના પગલે મંગળવારે મોડી સાંજથી શહેરના શોપિંગ મોલ, અનાજ કરિયાણાની દુકાનો, શાકભાજી માર્કેટ સહિતના બજારોમાં લોકો ખરીદી માટે ઉમટી પડ્યા હતા.

માસિક કરિયાણું ભરતા ગ્રાહકો દ્વારા પણ ભારે ભીડ કરવામાં આવી હતી
માસિક કરિયાણું ભરતા ગ્રાહકો દ્વારા પણ ભારે ભીડ કરવામાં આવી હતી

હાથીખાના બજારમાં વહેલી સવારે કીડિયારું ઊભરાયું
દરમિયાન શહેર તેમજ આસપાસના ગામોના નાના, મોટા વેપારીઓ પણ વિવિધ ચીજવસ્તુઓ ખરીદવા માટે સૌથી મોટા બજાર ગણાતા એવા હાથીખાના બજારમાં આજે વહેલી સવારથી ખરીદી માટે ઉમટી પડ્યા હતા. હાથીખાના બજારમાં વહેલી સવારે કીડિયારું ઊભરાયું હોય, તેમ વેપારીઓએ ભારે ધસારો કર્યો હતો. તે સાથે માસિક કરિયાણું ભરતા ગ્રાહકો દ્વારા પણ ભારે ભીડ કરવામાં આવી હતી.

શોપિંગ મોલ, અનાજ કરિયાણાની દુકાનો, શાકભાજી માર્કેટ સહિતના બજારોમાં લોકો ખરીદી માટે ઉમટી પડ્યા હતા.
શોપિંગ મોલ, અનાજ કરિયાણાની દુકાનો, શાકભાજી માર્કેટ સહિતના બજારોમાં લોકો ખરીદી માટે ઉમટી પડ્યા હતા.

વેપારીઓ અને છૂટક ગ્રાહકો ઉમટી પડતા સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાયું નહીં
લોકડાઉનની દહેશતના પગલે વહેલી સવારથી હાથીખાના બજારમાં ઊમટી પડેલા વેપારીઓ અને છૂટક ગ્રાહકોના પગલે સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાયું ન હતું. વેપારીઓ દ્વારા પણ નાના વેપારીઓ અને ગ્રાહકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટેની ફરજ ચૂક્યા હતા.

લોકડાઉનની દહેશતથી ખરીદી માટે ધસારો થયો
લોકડાઉનની દહેશતથી ખરીદી માટે ધસારો થયો

વેપારી એસોસીએશનની અપીલઃ હાથીખાના બજારમાં પૂરતો સ્ટોક છે
જોકે, વેપારી એસોસીએશનના અગ્રણીઓ દ્વારા અપીલ કરવામાં આવી હતી કે, હાથીખાના બજારમાં પૂરતો સ્ટોક છે. સરકાર દ્વારા કોઈ લોકડાઉન કરવામાં આવનાર નથી, જેથી ભીડ ન કરવા અને જથ્થાનો સંગ્રહ કરવા જણાવવા છતાં નાના વેપારીઓએ ખરીદી માટે અને સ્ટોક ન કરવા અને ભારે ધસારો ન કરવા અપીલ કરવામાં આવી હતી.

હાથીખાના બજારમાં વહેલી સવારે કીડિયારું ઊભરાયું હોય, તેમ વેપારીઓએ ભારે ધસારો કર્યો હતો
હાથીખાના બજારમાં વહેલી સવારે કીડિયારું ઊભરાયું હોય, તેમ વેપારીઓએ ભારે ધસારો કર્યો હતો

લોકડાઉનની દહેશતથી ખરીદી માટે ધસારો થયો
ઉલ્લેખનીય છે કે, કોરોનાની પ્રથમ લહેર વખતે લોકડાઉન કરાતા પુરવઠો ખતમ થઈ જતા ભારે મુશ્કેલીઓ સર્જાઇ હતી. તે સાથે અનેક જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવો પણ વધારો થઇ ગયો હતો. આ વખતે શરૂ થયેલી બીજી લહેરમાં પણ ગમે ત્યારે સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવે તેવી દહેશતના પગલે નાના વેપારીઓએ માલનો સ્ટોક કરવા માટે હાથીખાના બજારમાં ભારે ધસારો કર્યો હતો.

હાથીખાનમાં પાર્કિંગ વ્યવસ્થા પણ અસ્તવ્યસ્ત થઇ ગઇ
વડોદરા સ્થાનિક નાના વેપારીઓ તેમજ આસપાસના ગામો નાના-મોટા વેપારીઓ વિવિધ વાહનો લઇને ઉમટી પડતા હાથીખાનમાં પાર્કિંગ વ્યવસ્થા પણ અસ્તવ્યસ્ત થઇ ગઇ હતી. એક તબક્કે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાની ફરજ પડી હતી.

પાલિકાના અધિકારીઓએ વેપારીઓની માફી માગી
વેપારીઓએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સમક્ષ માંગણી કરી કે, જે અધિકારીએ વેપારીઓ સાથે ઉધ્ધતાઈપૂર્વક વર્તન કર્યું છે તેની માંફી માંગે અને દંડના રૂપિયા પરત આપે તો જ માર્કેટ ખોલવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની મધ્યસ્થીમાં અધિકારીએ માંફી માંગતા આખરે મામલો થાળે પડ્યો હતો અને બપોરે 1 વાગે હાથીખાના બજાર ખુલી ગયું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો