તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્માર્ટ સિટી મિશન એવોર્ડ:દેશભરનાં 100 શહેરોમાં વડોદરાના જિઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ પ્રોજેક્ટને પ્રથમ ક્રમાંક મળ્યો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • સ્માર્ટ સિટી મિશન દ્વારા વિવિધ કેટેગરીઓના એવોર્ડ જાહેર કરવામાં આવ્યા
  • રૂ20 કરોડના પ્રોજેક્ટ સાથે વિવિધ સેવા-સુવિધાને આવરી લેવાઈ છે

સ્માર્ટ સિટી વડોદરાના જિઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ (જીઆઇએસ)ને સ્માર્ટ સિટી મિશન દ્વારા દેશભરના 100 શહેરોમાં પ્રથમ ક્રમ અપાયો છે. આ પ્રોજેક્ટમાં ઇન્ફોર્મેશન સિસ્ટમનો વિવિધ લેયરોમાં ઉપયોગ કરાયો છે. ઇન્ડિયા સ્માર્ટ સિટી કોન્ટેસ્ટમાં વડોદરા પ્રથમ સ્થાને, બીજા ક્રમે થાણે અને ત્રીજા ક્રમે ભુવનેશ્વરનો સમાવેશ થાય છે. જીઆઇએસ ભૌગોલિક માહિતી બતાવતી સિસ્ટમ છે. જેમાં વડોદરાની હાઇ રિઝોલ્યૂશન સેટેલાઇટ ઇમેજનો ઉપયોગ કરી 75 લેયર તૈયાર કરાયાં છે.

સ્માર્ટ સિટી મિશનના સીઇઓ સુધીર પટેલે જણાવ્યું કે, એવોર્ડ માટે પ્રેઝન્ટેશન, ડેમોન્સ્ટ્રેશન, સવાલ-જવાબ એમ 3 સ્ટેજ હતા. ડેમોન્સ્ટ્રેશનમાં જીઆઇએસમાં કયા કયા લેયરમાં અમલ કરાયો છે તેની વિગત પૂછાઈ હતી. આ સિસ્ટમનો ઉપયોગ શું હોઇ શકે છે તેના વિશે સવાલ પૂછાયા હતા. એવોર્ડ સ્માર્ટ સિટી મિશનની 6ઠ્ઠી વર્ષગાંઠ નિમિત્તે સ્માર્ટ સિટી મિશનના સેક્રેટરી દુર્ગાશંકર મિશ્રા અને મિશન ડાયરેક્ટર કુણાલ કુમારની હાજરીમાં જાહેર કરાયા હતા. વડોદરાને ગવર્નન્સ કેટેગરીમાં આ એવોર્ડ એનાયત કરાયો હતો.

વડોદરાની GIS સિસ્ટમની વિશેષતાઓ

  • 20 કરોડના આ પ્રોજેક્ટમાં ડોર ટુ ડોર ગાડીનું મોનિટરિંગ કરાય છે.
  • કોરોનામાં કન્ટેન્ટમેન્ટ ઝોન માટે આ સિસ્ટમ ઉપયોગી પુરવાર થઇ હતી.
  • ઓક્સિજન ટેન્કરોની કરોકટી સર્જાઇ ત્યારે વિશેષ GIS પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો. જોકે અમલ થયો ન હતો.
  • ગટર, વરસાદી કાંસ,ગેસલાઇનોની સ્થિતિને પણ GIS સિસ્ટમ સાથે આવરી લેવાઈ છે.
  • પાણી પુરવઠાની સ્કાડા સિસ્ટમ અને અગ્નિશમન વિભાગ સાથે પણ સંકલન કરાયું છે.
  • સિટી બસના રૂટ અને કોરોનામાં 108 ઇન્ટેલિજન્ટ રેફરલ સિસ્ટમ થકી એમ્બ્યુલન્સના સૌથી ટૂંકા રૂટ GIS દ્વારા જ નક્કી થઇ શક્યા હતા.
  • પાલિકાની તમામ સેવા જેવી કે વોર્ડ ઓફિસ, ટોઇલેટ, સ્ટેડિયમ અને હેરિટેજ સાઇટનો સમાવેશ થાય છે.
અન્ય સમાચારો પણ છે...