તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એરપ્લેન રેસ્ટોરન્ટ:વડોદરામાં એરબસ 320 એરક્રાફ્ટમાં ગુજરાતની સૌપ્રથમ રેસ્ટોરન્ટ ધમધમશે, દેશમાં આ પ્રકારની ત્રીજી હોટલ હશે

વડોદરા7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડોદરામાં સાચુકલા વિમાનમાં રેસ્ટોરન્ટ બનશે

ન્યૂઝીલેન્ડના શહેર ટાઉપો, ઘાનાની રાજધાનીનું શહેર આક્રા, ભારતના પંજાબના લુધિયાણા અને હરિયાણાના મોહરી સહિતના દુનિયાનાં 8 એવાં શહેરો છે જેમની એક જ વિશેષતા છે. આ તમામ શહેરોમાં એરોક્રાફ્ટમાં રેસ્ટોરન્ટ ધમધમે છે. આ યાદીમાં નવમુ નામ વડોદરાનું ઉમેરાય તેવી શક્યતા છે. કારણ કે વડોદરામાં રિયલ એરબસ 320માં એક રેસ્ટોરન્ટ શરૂ થવા જઇ રહ્યું છે. ગુજરાતની સૌથી પ્રથમ એરપ્લેન રેસ્ટોરન્ટ વડોદરામાં શરૂ થશે.

આગામી બેથી ત્રણ મહિનામાં આ ‘પ્લેન રેસ્ટોરન્ટ’ ધમધમતું થઇ જશે. જો વિમાનમાં બેસવાની તક ન મળી હોય અને તેમાં બેસવાની ફીલનો અનુભવ કરવો હોય તો આ રેસ્ટોરન્ટમાં એ મજા માણી શકાશે. આ રેસ્ટોરન્ટ વડોદરાના દક્ષિણે આવેલા ધનિયાવી બાયપાસ પાસેની એક હોટેલના ઓનર દ્વારા શરૂ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ રેસ્ટોરન્ટમાં 99 વ્યક્તિઓ એક સાથે જમી શકશે.

અન્ય સમાચારો પણ છે...