એનાલિસિસ:વડોદરાનો સમૃદ્ધ ગણાતો પશ્ચિમ ઝોન બન્યો કોરોનાનું એપિસેન્ટર, શહેરના કુલ કેસના અડધા કેસ આ વિસ્તારના

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરામાં કોરોના મામલે પૂર્વ ઝોન સૌથી સુરક્ષિત
  • શહેરમાં ઉત્તર અને દક્ષિણ ઝોનમાં આગળ વધતું સંક્રમણ

વડોદરામાં કોરોના ફરી એકવખત વકરી રહ્યો છે. શહેરના છેલ્લા 11 દિવસમાં કોરોનાના 442 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ 220 કેસ તો માત્ર પશ્ચિમ ઝોનમાં નોંધાયા છે. જ્યારે બીજા ક્રમે 87 કેસ સાથે ઉત્તર ઝોન, 78 કેસ સાથે દક્ષિણ ઝોન અને 57 કેસ સાથે ચોથા ક્રમે પૂર્વ ઝોન છે. સરકારી આંકડા અનુસાર 25 ડિસમ્બરથી આજ સુધી 11 દિવસમાં કોરોનાથી એક પણ મોત થયું નથી. આમ વડોદરા શહેરના પશ્ચિમ ઝોનમાં કોરોના વિસ્ફોટ થયો છે.

11 દિવસ પહેલા 6 કેસ હતા આજે 45 કેસ નોંધાયા
વડોદરામાં કોરોના વિસ્ફોટ થયો છે તેવા પશ્ચિમ ઝોનમાં ગત 25 ડિસેમ્બરના રોજ કોરોનાના 6 કેસ નોંધાયા હતાં અને તે દિવસે વડોદરા શહેરમાં કુલ કેસની સંખ્યા 9 હતી. ત્યાર બાદ 28 ડિસેમ્બરે વડોદરા શહેરમાં 16 કેસ નોંધાયા હતાં જેમાં પશ્ચિમ ઝોનમાં 11 કેસ હતાં. 31 ડિસેમ્બરના રોજ શહેરમાં 38 કેસ નોંધાયા હતાં જેમાં પશ્ચિમ ઝોનમાં 15 કેસ હતાં. 3 જાન્યુઆરીએ શહેરમાં 80 કેસ નોંધાયા હતાં જેમાં પશ્ચિમ ઝોનમાં 45 કેસ હતાં. આજે 4 જાન્યુઆરીએ શહેરમાં 89 કેસ નોંધાયા છે જેમાં એકલા પશ્ચિમ ઝોનમાં 45 કેસ નોંધાયા છે.

પૂર્વ ઝોન સૌથી સુરક્ષિત, ઉત્તર અને દક્ષિણ ઝોનમાં આગળ વધતું સંક્રમણ
વડોદરાનો પૂર્વ ઝોન કોરોના મામલે હાલ સૌથી સુરક્ષિત દેખાઇ રહ્યો છે. અહીં ગત 25 અને 26 ડિસેમ્બરે કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો. જ્યારે 4 જાન્યુઆરીએ 14 કેસ નોંધાયા છે. બીજી તરફ ઉત્તર અને દક્ષિણ ઝોનમાં કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે વધી રહ્યું છે. ઉત્તર ઝોનમાં 25 ડિસેમ્બરે 1 કેસ હતો જે 4 જાન્યુઆરીએ વધીને 13 થયા છે. જ્યારે દક્ષિણ ઝોનમાં 25 ડિસેમ્બરે 2 કેસ હતાં તે વધીને 4 જાન્યુઆરીએ 17 થયા છે.

શહેરના પશ્ચિમ ઝોનમાં ક્યા ક્યા વિસ્તાર આવે
ઓલ્ડ પાદરા રોડ, અલકાપુરી, જેતલુપર, દિવાળીપુરા, તાંદલજા, સુભાનપુરા, ગોત્રી, ઇલોરાપાર્ક, ગોરવા, લક્ષ્મીપુરા, અટલાદરા, અક્ષરચોક વિસ્તાર આવ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં શહેરમાં વિદેશથી સૌથી વધુ લોકો આવે છે. આ વિસ્તારના લોકો ખાણીપીણી માટે અને બહાર પણ વધુ ફરતા હોય છે. જેના કારણે કોરોના સંક્રમણનો દર વધુ છે.

શહેરમાં કોરોનાના કેસનું ઝોન પ્રમાણે વિશ્લેષણ

તારીખ

પૂર્વ ઝોન

પશ્ચિમ ઝોન

ઉત્તર ઝોન

દક્ષિણ ઝોન

મૃત્યુ

કુલ કેસ

25-12-2021

0

6

1

2

0

9

26-12-2021

0

3

1

5

0

9

27-12-2021

1

7

3

5

0

16

28-12-2021

2

11

3

0

0

16

29-12-2021

1

16

1

7

0

25

30-12-2021

10

16

4

5

0

35

31-12-2021

3

15

8

12

0

38

01-01-2022

6

26

22

7

0

61

02-01-2022

12

29

18

5

0

64

03-01-2022

8

46

13

13

0

80

04-01-2022

14

45

13

17

0

89

11 દિવસના કુલ કેસ

57

220

87

78

0

442

અન્ય સમાચારો પણ છે...