વેગવંતું બન્યું વેક્સિનેશન:રસીના 10 લાખ ડોઝની વડોદરાની સિદ્ધિ, 45થી વધુ વય જૂથમાં 69% અને 18થી વધુ વયમાં 60% રસીકરણ

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
માંડવી હુસામી મસ્જિદ ખાતે શનિવારે મેગા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. - Divya Bhaskar
માંડવી હુસામી મસ્જિદ ખાતે શનિવારે મેગા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું હતું.
  • શહેરમાં હેલ્થ વર્કર અને ફ્રંટ લાઇન વર્કરના 45,928ના ટાર્ગેટ સામે 60,014ને રસી અપાઇ
  • 18થી 44 વર્ષના 3.80 લાખ લોકોએ રસી મૂકાવી, 60 પ્લસમાં હવે 46 % લોકોને જ બીજો ડોઝ આપવાનો બાકી

પાલિકા દ્વારા રસીકરણ અભિયાનમાં 12 જૂના રોજ 10 લાખ રસીના ડોઝ નાગરીકોને આપીને મહત્વપૂર્ણ સિધ્ધી હાંસલ કરી છે. વડોદરા રસીકરણ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યમાં અગ્રિમ હરોળમાં આવી ગયું છે. આ સિધ્ધી અંગે વડોદરા શહેરના મેયર કેયુર રોકડીયાએ સોશિયલ મીડીયામાં પોસ્ટ મુકી આ અંગે જાણકારી આપી હતી.

પાલિકા દ્વારા કોરોના મહામારીમાં શરૂ કરાયેલા રસીકરણ કાર્યક્રમમાં હેલ્થ કેર વર્કર,ફ્રંટ લાઈન વર્કર અને 18 થી 60 વર્ષથી વધુ વયજૂથના નાગરીકોને રસી મૂકાઇ રહી છે. જેમાં પાલિકા દ્વારા 496 ટકા સાથે ફ્રંટ લાઈન વર્કરને સૌથી વધુ રસીનો પહેલો ડોઝ મુક્યો છે. જ્યારે 18 થી 44 વયજૂથમાં અત્યાર સુધીમાં 60.54 ટકા લોકોને પહેલો ડોઝ મુક્યો છે.આરોગ્ય અમલદાર ડો.દેવેશ પટેલે જણાવ્યું હતું કે, શહેરમાં 45થી ઉપરના 1,88,820 એટલે કે 69.61 % લોકો અને 18થી 44ના 3,80,198 એટલે કે 60.54 ટકા લોકોએ રસીનો પહેલો ડોઝ લીધો છે.

કઇ કેટેગરીમાં કેટલુ વેક્સિનેશન
કેટેગરીડોઝઅત્યારસુધીટકા
હેલ્થ વર્કર136,310158.12%
223,704103.22%
ફ્રન્ટલાઈન વર્કર152,675496.47%
216,107151.81%
60થી વધુ ઉંમરના11,74,553104.44%
290,90054.39%
45થી વધુ વય11,88,82069.61%
249,19218.14%
18થી વધુ વય13,80,19860.54%

દાઉદી વહોરા સમાજે 90% રસીકરણ સાથે અન્ય સમાજોને રાહ ચીંધી
શહેરમાં ચાલી રહેલા કોરોના રસીકરણમાં દાઉદી વહોરા સમાજ દ્વારા શનિવારે માંડવી નજીક આવેલી હુસામી મસ્જિદ ખાતે મેગા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજનાં સ્ત્રી-પુરુષ મળી અંદાજે 270 લોકોએ રસીકરણ કરાવ્યું હતું. આ સાથે સમાજના 90 ટકા લોકોનું રસીકરણ પૂર્ણ કરી અન્ય સમાજ માટે રાહ ચીંધી છે. સમાજના અગ્રણીઓ દ્વારા 100 ટકા રસીકરણના લક્ષ્ય સાથે કામગીરી હાથ ધરાઈ છે. વેક્સિનેશન કેમ્પમાં ભાજપના અગ્રણીઓ હાજર રહ્યા હતા. સમાજના ધર્મગુરુએ ઓનલાઇન કાર્યક્રમ નિહાળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...