આયોજન:ટ્રાન્સપોર્ટેશન માટે ઇંધણના નવા ઇકો ફ્રેન્ડલી વિકલ્પના સંશોધનનું સાક્ષી બનશે વડોદરા

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાલબાગ ખાતે ~571 કરોડના ખર્ચે બનનાર ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયનું કામ શરૂ
  • રેલવે, શિપ, રોડ ટ્રાન્સપોર્ટ માટે સૌર ઊર્જા અને ગ્રીન હાઈડ્રોજન એનર્જીનું રિસર્ચ કરાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના તમામ ટ્રાન્સપોર્ટના આયામોને એક છત્ર હેઠળ આવી સામાન અથવા માણસનું પરિવહન એક દ્રષ્ટિથી તમામ મંત્રાલયો જુએ અને તેને પરિપૂર્ણ કરે તેવા આશયથી ગતિ શક્તિ કોનસેપ્ટનો અમલ કરવામાં આવી રહ્યો છે. દેશની પ્રથમ ટ્રાન્સપોર્ટ યુનિવર્સિટીને પણ ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય નામ આપવામાં આવ્યું છે જે વડોદરામાં કાર્યરત કરવામાં આવી છે 2000 વિદ્યાર્થીઓની ક્ષમતાવાળી આ યુનિવર્સિટીનું રૂ.571 કરોડના ખર્ચે બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે.

યુનિવર્સિટીની અનેક વિશેષતાઓ વચ્ચે દેશમાં પ્રથમ વખત વડોદરા ખાતે રેલવે શિપિંગ અને રોડ ટ્રાન્સપોર્ટ માટે જરૂરી ઇલેક્ટ્રિક વ્હિકલ માટેની સૌર ઊર્જા અને ગ્રીન હાઈડ્રોજન એનર્જી ઉપર રિસર્ચ કરવામાં આવશે.ટ્રાન્સપોર્ટેશનમાં મુખ્ય ખર્ચ ફ્યુઅલનો થતો હોય છે આ ફ્યુઅલના નવા આયામો ઉપર કેન્દ્ર સરકાર બદલાવ લાવી રહી છે. ત્યારે ભવિષ્યમાં ગ્રીન હાઈડ્રોજન અને સૌર ઊર્જા મુખ્ય પરિબળ હશે અને જેની કિંમત ઘટાડવા માટેનું પણ આયોજન થઈ રહ્યું છે.

વડોદરા ખાતે બનનાર ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયમાં સૌર ઊર્જા ને લગતા કેટલાક પ્રશ્નો ઉપર સંશોધન કરવામાં આવશે અત્યારે પણ રેલવે સૌર ઊર્જા ને સીધા ઇલેક્ટ્રિક વાયરો દ્વારા એન્જિન સુધી પહોંચાડે છે પરંતુ વડોદરા ખાતે તેનાથી પણ આગળ વધીને કામ કરવામાં આવશે જ્યારે ગ્રીન હાઈડ્રોજનની ફોર્સ ખૂબ જ વધારે હોવાથી સીમલા ખાતે ગ્રીન હાઈડ્રોજનથી ટ્રેન ચલાવવાનું આયોજન પડતું મૂકવામાં આવ્યું છે ત્યારે તે અંગે પણ વડોદરા યુનિવર્સિટીમાં રિસર્ચ કરવામાં આવશે. આ સાથે પ્લાસ્ટિક વેસ્ટમાંથી પેટ્રોલ બનાવવાનો સફળ પ્રયોગ યુનિવર્સિટીમાં થઈ ચૂક્યો છે.

કન્સ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટ દ્વારા જાણવા મળ્યા મુજબ હવે ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયનું બિલ્ડિંગ નેશનલ હાઈ સ્પીડના બિલ્ડિંગની પાછળ બનાવવામાં આવશે જ્યારે નેશનલ હાઈ સ્પીડની હોસ્ટેલની બાજુમાં બે બિલ્ડિંગ વધી શકતી ના હોસ્ટેલના વિદ્યાર્થીઓ માટે બનશે 400 રૂમના આ બિલ્ડિંગમાં 800 વિદ્યાર્થીઓને સમાવાશે. જ્યારે ત્રીજું બિલ્ડિંગ 32 લેબોરેટરી માટે બનાવવામાં આવશે.જો કે ગતિ શક્તિ વિદ્યાલયમાં ટ્રેનના પાયલોટ તૈયાર કરવામાં નહીં આવે. મહદઅંશે વહીવટ અને ઇજનેરી કૌશલ્ય પર ભાર મૂકવામાં આવશે અને તે રીતે કોર્સ ડિઝાઇન કરાશે.

ટ્રેન કે રેલવેના પાયલોટ તૈયાર નહીં થાય
ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થીઓને કંપનીઓની જરૂરિયાત મુજબ ટ્રેન કરવામાં આવશે પરંતુ ટ્રેન કે પ્લેનના પાયલોટ તૈયાર કરવામાં નહીં આવે યુનિવર્સિટી માટેના તૈયાર થઈ રહેલા અભ્યાસક્રમમાં આ બંને વિષયનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આ બંને વિષય પડતા મુકવા અંગે કોઈ સ્પષ્ટતા કરાઇ નથી.

વિદેશથી પ્રોફેસરો ભણાવવા માટે આવશે
બનારસ રેલવેના જીએમ અંજલિ ગોયલ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલા સિલેબસ અને આગામી નવા કોન્સેપ્ટ ઉપર કામગીરી અંતર્ગત ગતિ શક્તિમાં યુકેના બંકિગહામ યુનિવર્સિટી સાથે ટાયઅપ કરવામાં આવ્યું છે. જેમાંથી પ્રોફેસરો વડોદરા ભણાવવા માટે આવશે જ્યારે અત્રેથી વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ માટે યુકે મોકલવામાં આવશે.

2025માં યુનિવર્સિટી કેમ્પસ તૈયાર થશે
NAIRમાં નેશનલ હાઈ સ્પીડની પાછળ નવા લોકેશન પર ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયની બિલ્ડિંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે માર્ચ 2025માં યુનિવર્સિટીનું બિલ્ડિંગ તૈયાર થઈ જશે ખર્ચ 725 કરોડથી ઘટીને 571 થાય તેવી શક્યતા છે. > વિવેક કુમાર, જીએમ,સીસી ,રેલવે વિકાસ નિગમ લિમિટેડ

ઇન્ટર્નશિપ માટે ટાયઅપ કરાયા
​​​​​​​ગતિશક્તિ વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થીઓને કંપનીઓની જરૂરિયાત મુજબનો કોર્સ શીખવાડાશે. મેનેજમેન્ટ અને ટેકનોલોજીના વિદ્યાર્થીની ઇન્ટર્નશિપ માટે એરપોર્ટ, શિપયાર્ડ, વિવિધ યુનિવર્સિટી અને કંપનીઓ સાથે ટાયઅપ કરવામાં આવ્યું છે. > અંજલી ગોયલ, જીએમ, બનારસ રેલવે

એરીયા
13.5 એકર
ખર્ચ
571 કરોડ
બિલ્ડિંગ : 3
હોસ્ટેલના રૂમ
400
લેબોરેટરી
32
વિદ્યાર્થીઓની ક્ષમતા
2000
વિદ્યાર્થીઓને રહેવાની ક્ષમતા
800

અન્ય સમાચારો પણ છે...