ઉમેદવારના ભણતર:ભણશે વડોદરા! 10 બેઠક પર 22 ઉમેદવાર ભણેસરી, 12 ચોપડીથી ઓછું ભણેલા 11

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્ય પક્ષ-અપક્ષ 33 પૈકી 11 ઉમેદવાર ધો.12થી ઓછું ભણેલા, 2 તો 10 પાસ પણ નથી

વડોદરા શહેર-જિલ્લાની 10 બેઠકોનીં ચૂંટણી 5 ડિસેમ્બરે યોજાશે. વડોદરા શહેર-જિલ્લાની 10 બેઠકો પર 134 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. દરેક રાજકીય પાર્ટીઓ અને મતદારો પણ હવે ઉમેદવારના ભણતરને મહત્વનું પરિબળ માને છે. ત્યારે હાલના ઉમેદવારોમાં અભ્યાસમાં સૌથી આગળ મહિલાઓ છે.

10 બેઠકો પર ઉમેદવારી કરનાર પૈકી ભાજપના વડોદરા શહેરના ઉમેદવાર મનીષાબેન પટેલે સૌથી વધુ અભ્યાસ કર્યો છે. તેઓએ ફિલોસોફીમાં પીએચડી કર્યુ છે. જ્યારે તેમના હરિફ ગુણવંતરાય પરમાર 8 પાસ છે. જ્યારે માંજલપુરના ઉમેદવાર તસ્વીન સિંઘે ડેન્ટલ સર્જન છે. શહેરની સયાજીગંજ બેઠક પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર ઇજનેર છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારે ડિપ્લોમા કર્યું છે. રાવપુરા બેઠક પર ભાજપના ઉમેદવારે MBA તો કોંગ્રેસ અને આપ પાર્ટીના ઉમેદવાર સ્નાતક છે.

સયાજીગંજના ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો ઇજનેર, આપના ડિપ્લોમા

વડોદરા શહેર - વાડી

સયાજીગંજરાવપુરા
ઉમેદવારનું નામપક્ષઅભ્યાસઉમેદવારનું નામપક્ષઅભ્યાસઉમેદવારનું નામપક્ષઅભ્યાસ
મનીષાબેન વકીલભાજપપીએચડીકેયુર રોકડીયાભાજપME(Civil.)બાલકૃષ્ણ શુકલભાજપMBA
ગુણવંતરાય પરમારકોંગ્રેસ8 પાસઅમી રાવતકોંગ્રેસME(Civil.)સંજય પટેલકોંગ્રેસB.sc.
જીગર સોલંકીઆપMSWસ્વેજલ વ્યાસઆપDiplomaહિરેન શિરકેઆપB.com

ડભોઇના ભાજપના ઉમેદવાર ડિપ્લોમા, કોંગ્રેસ-આપના 10 પાસ

ડભોઈ
ઉમેદવારનું નામપક્ષઅભ્યાસ
શૈલેષ મહેતાભાજપDiploma
બાલકૃષ્ણ પટેલકોંગ્રેસ10 પાસ
અજીતસિંહ ઠાકોરઆપ10 પાસ

​​​​​​​

અકોટામાંજલપુર
ઉમેદવારનું નામપક્ષઅભ્યાસઉમેદવારનું નામપક્ષઅભ્યાસ
ચૈતન્ય દેસાઈભાજપ11 પાસયોગેશ પટેલભાજપ11 પાસ
ઋત્વિજ જોષીકોંગ્રેસBAડૉ.તસ્વીન સિંઘકોંગ્રેસડેન્ટલ સર્જન
શશાંક ખરેઆપB.comિવનય ચાૈહાણઆપBA L.L.B.

​​​​​​​સાવલીના કોંગી ઉમેદવાર વધુ, ભાજપના સૌથી ઓછું ભણ્યા​​​​​​​​​​​​​

સાવલી

કેતન ઈનામદાર - ભાજપ

12 પાસ

કુલદીપસિંહ રાઉલજી - કોંગ્રેસ

BA L.L.B.

િવજય ચાવડા - આપ

BA

​​​​​​​

વાઘોડિયામાં સાૈથી વધુ ભણેલા કોંગ્રેસના ઉમેદવાર અને સાૈથી ઓછુ ભણતર આપના ઉમેદવારનું​​​​​​​

વાધોડિયા
ઉમેદવારનું નામપક્ષઅભ્યાસ
અશ્વિન પટેલભાજપBA
સત્યજીત ગાકડવાડકોંગ્રેસM.Com
ગાૈતમ સોલંકીઆપ9 પાસ
મધુ શ્રીવાસ્તવઅપક્ષ10 પાસ
ધર્મેન્દ્રસિંહ વાધેલાઅપક્ષ10 પાસ

​​​​​​​

પાદરાના ભાજપના સૌથી વધુ, કોંગ્રેસના ઉમેદવાર 12 પાસ

પાદરા
ઉમેદવારનું નામપક્ષઅભ્યાસ
ચૈતન્યસિંહ ઝાલાભાજપB.Sc.LLB
જશપાલસિંહ પઢિયારકોંગ્રેસ12 પાસ
સંદિપસિંહ રાજઆપBA
દિનેશ પટેલઅપક્ષPre.Com

​​​​​​​

કરજણ
ઉમેદવારનું નામપક્ષઅભ્યાસ
અક્ષય પટેલભાજપFY BSc
પ્રિતેશ પટેલકોંગ્રેસDiploma
પરેશ પટેલઆપLLB

​​​​​​​

સાૈથી વધુ સ્નાતક ઉમેદવારો

પીએચડી1
માસ્ટર્સ6
બેચલર્સ11
ડિપ્લોમા3
ધોરણ-122
ધોરણ-113
ધોરણ-10..4
ધોરણ-10થી ઓછું2

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...