સ્માર્ટસિટી મિશનમાં ISAC એવોર્ડ 2020માં ગવર્નન્સ થીમમાં GIS એવોર્ડની 2020માં જાહેરાત કરાઈ હતી. સુરત ખાતે 18મીએ વડોદરાના મ્યુનિસિપલ કમિશનરને આ એવોર્ડ આપવામાં આવશે. પાલિકાએ સ્માર્ટ સિટી અંતર્ગત GIS સિસ્ટમનો ઉપયોગ શરૂ કર્યો હતો. જેમાં શહેરનો મેપ, બીજી જે સર્વિસ કાગળ પર હતી તેને ફીડ કરી હતી.
જીઆઇએસથી કરેલી કામગીરીની નોંધ સ્માર્ટ સિટી મિશને લીધી હતી. જેમાં દોઢ વર્ષ અગાઉ ISAC એવોર્ડ 2020 દ્વારા ગવર્નન્સ થીમમાં GIS એવોર્ડની જાહેરાત કરાઈ હતી. જે 100 સિટીમાંથી વડોદરા પ્રથમ આવ્યું હતું. 18, 19, 20 તારીખે સુરતમાં સ્માર્ટસિટીની કોન્ફરન્સમાં એવોર્ડ એનાયત કરાશે. જેમાં ગૃહ મંત્રી અમિત શાહ, મંત્રી મનસુખ માંડવીયા તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજરી આપશે.
શહેરની પ્રાથમિક સુવિધાઓનું શું ?
પાણી, ડ્રેનેજ, રોડ રસ્તાની સમસ્યા છે. પીવાનું પાણી દૂષિત મળી રહ્યું છે, જેનો નિકાલ લાવવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ તંત્ર એવોર્ડ મેળવી છાતી ફુલાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.