મેટ્રોસિટી તરફ પ્રયાણ:વડોદરા 10 વર્ષમાં વાઘોડિયા અને પાદરા સુધી પાંખો પસારી ચૂક્યુ હશે

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
222 કરોડ રૂપિયાના ખર્ચે  શહેરના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી ફ્લાયઓવર તૈયાર થઈ રહ્યો છે. ફતેગંજથી અક્ષર ચોક તરફ જતા વાહન ચાલકોને ફતેગંજ ફ્લાય ઓવર, શાસ્ત્રી રેલવે ફ્લાયઓવર બાદ ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી ત્રીજા બ્રિજની ભેટ મળશે. - Divya Bhaskar
222 કરોડ રૂપિયાના ખર્ચે શહેરના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી ફ્લાયઓવર તૈયાર થઈ રહ્યો છે. ફતેગંજથી અક્ષર ચોક તરફ જતા વાહન ચાલકોને ફતેગંજ ફ્લાય ઓવર, શાસ્ત્રી રેલવે ફ્લાયઓવર બાદ ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી ત્રીજા બ્રિજની ભેટ મળશે.
  • 10 વર્ષ પહેલાં એવી સ્થિતિ હતી કે પૂર્વમાં આજવાથી આગળ કોઈ જવા તૈયાર ન હતું
  • વડોદરા ડભોઇ વચ્ચેનું અંતર સરકારી ફાઇલ પૂરતું જ રહે તો નવાઈ નહિ
  • જાંબુઆ બાદ સુંદરપુરા, વરણામા, પોર નવા વડોદરાનો ભાગ બની જશે
  • 1 દાયકામાં ખટંબા, આમોદર, વાઘોડિયા વડોદરા સાથે સીધો નાતો ધરાવતાં હશે

સ્માર્ટ સિટી વડોદરા આગામી દાયકામાં મેટ્રો સિટીનું બિરુદ મેળવે તો નવાઈ નહીં. શાંત શહેરોમાં ગણના ધરાવતા વડોદરામાં આગામી એક દાયકામાં વિકાસ હરણફાળ ભરશે તે નક્કી છે અને તેમાં પણ વડોદરા મુંબઇ સુપરફાસ્ટ રેલવે શરૂ થયા બાદ ન્યૂ વડોદરામાં રહેવા માટે લોકો અન્ય શહેરોમાંથી મોટી સંખ્યામાં આવે તેવું મનાઇ રહ્યું છે.

દસ વર્ષ પહેલાં એવી સ્થિતિ હતી કે શહેરના પૂર્વ વિસ્તારમાં આજવાથી આગળ કોઈ જવા તૈયાર ન હતું પણ આજે એ સ્થિતિ બદલાઈ છે અને ઠેઠ વાઘોડિયા નગર સુધી જુદી જુદી સ્કીમ મકાનો માટે મૂકાઈ ગઈ છે. શહેરમાં મળતા ફ્લેટની કિંમતમાં આ વિસ્તારોમાં ટેનામેન્ટ અને ડુપ્લેક્સ મળી રહ્યા છે. તેવી જ રીતે પશ્ચિમ વિસ્તારમાં છેવાડાનો વિસ્તાર ગોત્રી, અટલાદરા હતો તેના બદલે ભાયલી, બીલ, શેરખી, સેવાસી સૌથી મોંઘા વિસ્તારો તરીકે ડગ માંડી રહ્યા છે.અત્યાર સુધી શહેરના પશ્ચિમ વિસ્તાર એટલે જે પી રોડ અલકાપુરી અને અકોટા કહેવાતા હતા પણ હવે આ બિરુદ વાસણા-ભાયલી અને ભાયલી-સેવાસી લઈ લેશે.

શહેરના પૂર્વ વિસ્તારમાં હવે હાઇવેના સીમાડા માત્ર નામના રહેશે અને આગામી એક દાયકામાં ખટંબા, આમોદરથી લઈ વાઘોડિયા વડોદરા સાથે સીધો નાતો ધરાવતા હશે અને ન્યૂ વડોદરા તરીકે આગવી ઓળખ ધરાવશે. તેવી જ રીતે, શહેરથી હાલમાં 15 કિલોમીટર દૂર આવેલા પાદરા સુધી રોડની બંને બાજુ રિયલ એસ્ટેટ મોટા પ્રમાણમાં વિકાસ પામશે અને તેની હદની ફલક પણ ત્યાં સુધી વિસ્તરશે.

આ સિવાય, ઉત્તરમાં છાણી ગામ સુધીની ભલે હદ હોય પણ વિકાસ દશરથ ગામ સુધી તો દક્ષિણમાં જાબુંવાની પેલે પાર સુંદરપુરા, પોર, વરણામા નવા વડોદરાની ઓળખ બનશે. ખાસ કરીને, સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ ડભોઇની ખાસ ઓળખ ઉભી થઇ છે અને મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતા ત્યાં પણ મોટાપાયે જમીનોમાં રોકાણ થઈ રહ્યું છે અને તે જોતા વડોદરા ડભોઇ વચ્ચેનું અંતર માત્ર સરકારી ફાઇલ પૂરતું જ રહે તો નવાઈ નહિ. લાંબાગાળાના એટલે કે આજથી 30 વર્ષ પછીના આયોજનના ભાગરૂપે મેટ્રો ટ્રેન સેવા પણ ચાલુ કરી શકાય. તે અંગેનું આગોતરું આયોજન થવું જરૂરી છે.

વહીવટનો વ્યાપ : શહેરના વિસ્તારો વધતાં પાલિકાના ઝોન 6થી વધુ કરવા પડશે
હાલમાં પાલિકાની હદની પાયાની સમસ્યાના ઉકેલ માટે ચાર ઝોન અને 12 વોર્ડ કાર્યરત છે. પરંતુ સાત નવા ગામો આવ્યા બાદ પાંચમો ઝોન બનાવવો પડશે તે નક્કી છે.એટલું જ નહીં, આગામી 5થી 10 વર્ષમાં પાલિકાએ 6થી વધુ ઝોન બનાવવા પડશે અને ઇલેક્શન વૉર્ડ મુજબ વહીવટી વૉર્ડ બનાવવા પડશે અને તે જોતા 19 વહીવટી વૉર્ડ ઓછામાં ઓછા બનાવવામાં આવશે.

નેતૃત્વની દીર્ઘદૃષ્ટિ ફરી શહેરને શ્રેષ્ઠ બનાવી શકે
એક સમયે ભારતના સર્વશ્રેષ્ઠ શહેરમાં ખ્યાતિ મેળવેલું સર સયાજીરાવ ગાયકવાડનું વડોદરા આજે વિકાસની દોડમાં બહુ પાછળ પડી ગયું છે. છેલ્લા વીસ વર્ષથી વડોદરા પાસે દીર્ઘદ્રષ્ટિભર્યા નેતૃત્વનો અભાવ આંખે ઉડીને દેખાઈ આવે છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ શહેર માટે સૌથી અગત્યનું પરિબળ છે તેનો જ અભાવ શહેરમાં છે. પાર્કિંગ માટેનું કોઈ વિઝનરી આયોજન દ્રષ્ટિગોચર થઈ રહ્યું નથી.

જાહેર આરોગ્ય માટે વડોદરા મહાનગરપાલિકા પાસે પોતાની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ નથી. ગાયકવાડ શાસન દરમિયાન તળાવોથી સુશોભિત વડોદરા આજે એ જ તળાવોની દુર્ગંધ અને ગંદકીથી ખદબદે છે. શહેર ફરીથી ગાયકવાડ શાસન સમયની રોનક પરત મેળવશે. શહેરની સાથે 30 કિ.મી.ના પરિઘમાં પણ શહેર જેવી જ તમામ સુવિધાઓ સાથે આયોજન કરવું હવે અનિવાર્ય થઈ ગયું છે. દીર્ઘદ્રષ્ટિભર્યું આયોજન થશે તો આવનારા દાયકામાં ફરી વખત દેશનું સર્વશ્રેષ્ઠ શહેર બની શકે છે.> ડો. જયેશ શાહ, પોલિસી સ્ટ્રેટેજિસ્ટ

ન્યૂ વડોદરામાં 80 હેલ્થ સેન્ટર બનાવાશે
શહેર નજીકના મુખ્ય નગરો વડોદરાની હદમાં આવી જશે ત્યારે તેની આરોગ્યની સવલત પર વિશેષ ભાર મૂકવામાં આવશે.હાલમાં પાલિકાના 34 આરોગ્ય કેન્દ્ર છે ત્યારે આગામી બે દાયકામાં 80થી વધુ આરોગ્ય કેન્દ્રો બનાવવા પડશે. એટલું જ નહીં,સયાજી હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ જેવી હોસ્પિટલ ન્યુ વડોદરામાં બનાવવી પડશે.

પાલિકાને 76 બ્રિજની જરૂર પડશે
વુડાના 2031 ડેવલપમેન્ટ પ્લાનમાં 76 જેટલા રિવર કેનાલ બ્રિજની જોગવાઈનું સૂચન કરવામાં આવ્યું છે અને તેની પાછળ રૂ.8390 લાખનો ખર્ચ કરવાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે.જેમાં સમાથી હરણીને જોડતા રોડ પર વિશ્વામિત્રી નદી પર રિવર બ્રિજ બનાવી દેવામાં આવ્યો છે. મહત્વના સૂચિત રિવર બ્રિજ અને કેનાલ બ્રિજની માહિતી નીચે મુજબ છે

4080 મકાન બને એટલું સ્ટીલ બ્રિજમાં વપરાશે

  • 10200 મેટ્રિક ટન સ્ટીલની સરખામણી મકાનમાં કરવામાં આવે તો 20.40 લાખ ચોરસ ફૂટનું બાંધકામ થઈ શકે છે અને 500 ચોરસ ફૂટના એક મકાન મુજબ 4080 મકાન બની શકે છે.
  • 3.52 કરોડ કિલો સિમેન્ટ વપરાશે.
  • જો 500 ફૂટનું મકાન ગણીએ તો આટલા સિમેન્ટના વપરાશથી 2816 મકાન ઊભા થઇ શકે.

ગેંડા સર્કલ થી શરૂ થતા આ ફલાય ઓવરમાં વડીવાડી, રેસકોર્સ, અલકાપુરી, ચકલી સર્કલ, શિવમહલ, રોકસ્ટાર, દિવાળીપુરા તરફ ઉતાર અને ચઢાવ માટે 50 મીટર પહેલા સ્લોપ આપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...