તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુષ્પ્રેરણા:'તું ધંધા કરે છે' તેવી અભદ્ર ટિપ્પણી કરતા જેઠના ત્રાસથી કંટાળીને વડોદરાની પરિણીતાએ ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મૃતક મહિલાના પતિએ સગા ભાઇ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી, આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો

ચારિત્ર્ય વિશે વારંવાર અભદ્ર ટિપ્પણી કરીને બદનામ કરતા જેઠના ત્રાસથી કંટાળી પરણીતાએ ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. આ મામલે પતિએ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદના આધારે પોલીસે જેઠ વિરૂદ્ધ આઇપીસી-306 મુજબ ગુનો નોંધીને તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં હતા.

જેઠના ટોર્ચરથી કંટાળીને પરિણીતાએ આપઘાત કર્યો
વડોદરા શહેર નજીક આવેલા મહાપુરા ગામમાં રહેતા રણજીતભાઇ સોલંકી ઇન્સ્યોરન્સ એજન્ટનો વ્યવસાય કરે છે. વર્ષ-2010 દરમિયાન તેમના લગ્ન 27 વર્ષીય રક્ષાબેન સાથે થયા હતા. સંતાનમાં તેમને બે દીકરા છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે મંગળવારે સવારના સમયે તેમની પત્ની રક્ષા ખેતરમાં મજુરી કામ અર્થે ગઇ હતી. તે સમયે રણજીતભાઇના મોટાભાઇ ભરતભાઇએ રક્ષાબેનને અપશબ્દો બોલીને ચારિત્ર વિશે શંકા દર્શાવી હતી. 'તું.....છે ! ધંધા કરે છે. તેવા અવાર-નવાર જેઠના ટોર્ચરથી કંટાળી રક્ષાબેનએ ઘરના રસોડામાં સાડી વડે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.

પોલીસે દુષ્ર્પેરણા બદલ ગુનો નોંધીને તપાસ શરૂ કરી
આ બનાવ સંદર્ભે મૃતક મહિલાના પતિએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ભરતભાઇ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણા આપવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બે મહિના પહેલા પરિણીતાએ મહિલાએ આપઘાત કર્યો હતો
વડોદરામાં સાસરીયા દ્વારા લગ્નના બાદ દહેજ પેટે પિયરમાંથી એક લાખ રૂપિયા અને બાઈક લઈ આવવા પરિણીતાને સતત માનસિક અને શારીરિક ત્રાસ આપતા 20 વર્ષીય પરિણીતાએ બે મહિના પહેલા આપઘાત કર્યો હતો અને દીકરી રાગીણી દેવીને આપઘાત કરવા માટે દુષ્પ્રેરણા આપવા બદલ પિતાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં સાસરીયા સામે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...