બજેટ:વડોદરાને ટૂંકા અંતરની મેટ્રો મળશે, પૂરનો ઉકેલ ભૂલાયો, જંગી બહુમતી આપનાર માટે કોઇ મોટી જોગવાઇ નહીં

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી સમયે ડે.સીએમ એ આપેલો પૂરના ઉકેલનો વાયદો ન પાળ્યો

પાલિકાની ચૂંટણીમાં 69 બેઠક સાથે 91 ટકા બેઠક ભાજપને વડોદરાએ આપી છે પણ સરકારના બજેટમાં આંખે ઊડીને વળગે તેવી કોઈ મોટી વિશેષ જોગવાઇ કરવામાં આવી નથી. માત્ર ટૂ઼કા અંતરની મેટ્રો સહિતની જોગવાઇ કરાઇ છે. પાલિકાની ચૂંટણી સભામાં નાયબ મુખ્યમંત્રીએ વિશ્વામિત્રીના પૂરનો ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. જો કે બજેટમાં વડોદરાના પૂરને ભૂલી જવાયું છે. તેના માટે કોઇ જાહેરાત કરવામાં આવી હતી.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નાણામંત્રી છે અને વડોદરાના પ્રભારી મંત્રી પણ છે. પાલિકાની ચૂંટણી ટાણે તેઓ વડોદરા આવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે જે શહેર વધુ બેઠક આપશે તે તરફ નાણાનું નારિયેળ નાખવામાં આવશે.બજેટ મુજબ રાજ્યના અમદાવાદ સુરત અને ગાંધીનગરમાં મેટ્રો નું આયોજન કરી દેવામાં આવ્યું છે અને હવે રાજકોટ ભાવનગર જામનગર ની સાથે વડોદરામાં પણ મેટ્રો લાઈટ કે મેટ્રોનીઓ જેવી નવી ટેકનોલોજી વાળી મેટ્રો સેવા પૂરી પાડવાનું આયોજન કર્યું છે અને તેના માટે 50 કરોડ રૂપિયાના ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. જેના કારણે ટૂંકા અંતરની મેટ્રો સેવા પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટે વડોદરા ને હવે મળશે.

પાલિકાની ચૂંટણી પહેલા જાહેર સભામાંનાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે વિશ્વામિત્રી નદીના પગલે શહેરમાં આવતા પૂરને રોકવા માટે રાજય સરકાર દ્વારા બજેટની ફાળવળી કરીને પ્રોજેકટ પર કામ કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું. પરંતુ આવી કોઇ જોગવાઇ કરાઇ ન હતી.

બજેટમાં વડોદરા માટે કઇ કઇ જોગવાઇ કરાઇ?
સાવલીમાં મલ્ટિલેવલ શેડનું આયોજન
વડોદરા અને પણ અન્ય શહેરોની માફ સ્માર્ટ સિટી હેઠળ નાણાંકીય જોગવાઈ નો લાભ મળશે અને અમદાવાદ, સુરત રાજકોટ વડોદરા ગાંધીનગર તેમજ દાહોદ માટે 700 કરોડની જોગવાઈ બજેટમાં કરી છે. સાવલી ખાતે ઔદ્યોગિક વસાહતમાં મલ્ટીલેવલ શેડનું પણ આયોજન કરવાની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે.

મ્યુઝિયમમાં લાઇટ- સાઉન્ડ શો માટે 5 કરોડ
વડોદરા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શો ની સુવિધા માટે 5 કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે અને તેનાથી પ્રવાસન ક્ષેત્રને ઉત્તેજન મળશે.શહેરીજનોની પાયાની સુવિધા એવા પાણી પુરવઠા ગટર વરસાદી પાણીનો નિકાલ અને પરિવહન સુવિધા માટે પણ જોગવાઈ કરવામાં આવી છે

સંકલ્પ સ્મારકના કામો માટે 12 કરોડ મળશે
ડો બાબાસાહેબ આંબેડકર સંકલ્પ સ્મારકના કામો માટે 12 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.વડોદરા સહિત ત્રણ શહેરોમાં ઔદ્યોગિક ગંદા પાણીના વહન માટે રૂપિયા 275 કરોડના પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે તેના માટે 758 કરોડની જોગવાઈ કરવામાં આવી છ.ે

સરકારી હોસ્પિ.માં ડે કેર પંચકર્મ સેન્ટર શરૂ કરાશે
વડોદરાને એમ્સના વિકલ્પમાં આધુનિક આરોગ્ય સેવા ઉપલબ્ધ કરવાની જોગવાઈને વાતો થઈ હતી પરંતુ તેનો અમલ થયો નથી ત્યારે વડોદરા સહિતની સિવિલ હોસ્પિટલ ખાતે આયુર્વેદિક પદ્ધતિથી પંચકર્મ સારવાર પૂરી પાડવા માટે ડે કેર પંચકર્મ સેન્ટર શરૂ કરવામાં આવશે. સરફેસ સોર્સ આધારિત જૂથ પાણી પુરવઠા યોજના મારફતે જિલ્લાના ગામોમાં પાણી પૂરું પાડવા માટે બલ્ક પાઇપલાઇન યોજના ની જોગવાઈ કરાઇ છેે. ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી આધારિત ફળો અને શાકભાજીના ઉત્પાદનોનું સીધું વેચાણ રાજ્યના ખેડૂતો દ્વારા વડોદરામાં પણ કરવા માટે માર્કેટ બનાવવામાં આવ્યું અને તેના માટે જોગવાઈ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...