ઇન્ડિયન ગ્લોરી એવોર્ડ:કાઇટ ફાઉન્ડેશનના એવોર્ડ સમારોહમાં વડોદરાના શિક્ષકને ડાયનેમિક ટીચર ઇન ધ ફિલ્ડ ઓફ એકાઉન્ટિંગ કેટેગરીમાં એવોર્ડ મળ્યો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
શિક્ષક જીગર દરજી - Divya Bhaskar
શિક્ષક જીગર દરજી
  • 1 હજાર શિક્ષકોને માત આપીને શિક્ષક જીગર દરજીને એવોર્ડ પોતાના નામે કર્યો

લુધિયાણાના કાઇટ ફાઉન્ડેશન દ્વારા ઇન્ડિયન ગ્લોરી એવોર્ડ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 111 કેટેગરીમાં 111 એવોર્ડ આપવામાં આવ્યા હતા. જેમાં ડાયનેમિક ટીચર ઇન ધ ફિલ્ડ ઓફ એકાઉન્ટિંગ કેટેગરીમાં 1 હજાર શિક્ષકોને માત આપીને વડોદરા શહેરના શિક્ષકે એવોર્ડ પોતાના નામે કર્યો છે.

શિક્ષકે મોકેલો વીડિયો જ્યૂરીને ગમ્યો
આ અંગે માહિતી આપતા એકાઉન્ટ સાથે સંકળાયેલા 10 વિષય ભણાવતા અને B.Com, M.Com, MBA અને CA ઇન્ટર સુધીનો અભ્યાસ પૂર્ણ કરનાર જીગર દરજીએ જણાવ્યું હતું કે, કાઇટ ફાઉન્ડેશન દ્વારા વિવિધ ક્ષેત્રના લોકોને આગળ લાવવા માટે સમયાંતરે એવોર્ડ ફંક્શનનું આયોજન કરવામાં આવે છે. તેઓ દ્વારા અત્યાર સુધી નેશનલ અને ઇન્ટરનેશનલ ક્ષેત્રે 11 એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે યોજાયેલા ઈન્ડિયન ગ્લોરી એવોર્ડ 20222માં ફાયનાન્સ મેનેજમેન્ટ, ઓડિટ અને કોર્પોરેટ એકાઉન્ટ એમ ક્ષેત્રને ધ્યાનમાં રાખીને મેં 8.38 મિનિટનો શોર્ટ વીડિયો બનાવ્યો હતો. જે વીડિયો એવોર્ડ ફંક્શનની જ્યૂરીને ગમ્યો હતો અને તેના કારણે મને એવોર્ડ પ્રાપ્ત થયો હતો.

વિદ્યાર્થીઓને ગુરૂકુલ પરંપરા પ્રમાણે ભણાવીશ
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, હું જ્ઞાનગંગા અને પ્રથમ કોર્મસ નામના ક્લાસમાં વિદ્યાર્થીઓને ભણાવું છું. છેલ્લા 11 વર્ષથી હું શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલો છું. મેં માર્ક કર્યું છે કે, કોમ્પ્યુટરના કારણે વિદ્યાર્થીઓનું બેઝિક નોલેજ ઓછું થઇ ગયું છે. જેના કારણે હું આવનારા સમયમાં વિદ્યાર્થીઓને ગુરૂકુલ પરંપરા પ્રમાણે ભણાવવાની શરૂઆત કરીશ.

અન્ય સમાચારો પણ છે...