અટલ ટિંકરિંગ લેબ:વડોદરાના વિદ્યાર્થીઓએ સ્માર્ટ ડસ્ટબીન, નાઈટ વોચમેન, થર્ડ આઈ અને મોબાઈલ કમાંડથી ચાલતી કાર્ટ બનાવાઈ

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઊર્મિ સ્કૂલ ખાતે અટલ ટીંકરીંગ લેબનો શુભારંભ સાંસદ રંજનબેન ભટ્ટના હસ્તે કરાયો - Divya Bhaskar
ઊર્મિ સ્કૂલ ખાતે અટલ ટીંકરીંગ લેબનો શુભારંભ સાંસદ રંજનબેન ભટ્ટના હસ્તે કરાયો
  • ઊર્મિ સ્કૂલ ખાતે અટલ ટીંકરીંગ લેબનો શુભારંભ સાંસદ રંજનબેન ભટ્ટના હસ્તે કરાયો
  • ઊર્મિ સ્કૂલના બાળકોએ સ્માર્ટ ડસ્ટબીન અને નાઈટ વૉચમૅન જેવા ઇનોવેટિવ પ્રોજેક્ટ બનાવ્યા

યુવા દિમાગમાં જિજ્ઞાસા અને નવીનતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે સરકારે નીતિ આયોગ ખાતે અટલ ઇનોવેશન મિશન (AIM) ની સ્થાપના કરી છે. AIM 6ઠ્ઠા થી 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે દેશભરમાં અટલ ટિંકરિંગ લેબની સ્થાપના કરી રહ્યું છે. જે ઇલેક્ટ્રોનિક્સ, IoT (ઇન્ટરનેટ ઓફ થિંગ્સ), 3D પ્રિન્ટિંગ અને રોબોટિક્સ વગેરે જેવી નવીનતમ ઉભરતી તકનીકો સ્કૂલના ભણતા બાળકોને શીખવાડવામાં આવે છે. તેવી જ અટલ ટિંકારીંગ લેબનો ઊર્મિ સ્કૂલ ખાતે આજે શુભારંભ સાંસદ રંજનબેન ભટ્ટના હસ્તે કરવામાં આવ્યો હતો. જે સમયે બી.આર.જી ગ્રૂપના ચેરપર્સન લતાબેન ગુપ્તાની ખાસ ઉપસ્થિતિ રહી હતી.

ઊર્મિ સ્કૂલના બાળકોએ સ્માર્ટ ડસ્ટબીન અને નાઈટ વૉચમૅન જેવા ઇનોવેટિવ પ્રોજેક્ટ બનાવ્યા
ઊર્મિ સ્કૂલના બાળકોએ સ્માર્ટ ડસ્ટબીન અને નાઈટ વૉચમૅન જેવા ઇનોવેટિવ પ્રોજેક્ટ બનાવ્યા

ઊર્મિ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા અટલ ટીંકરીંગ લેબમાં પ્રશિક્ષણ મેળવતા સ્માર્ટ ડસ્ટબીન, નાઈટ વોચમેન (જે ખેતરોમાં જંગલી પશુઓને આવતા રોકે), થર્ડ આઈ (જે આંખોથી દિવ્યાંગ લોકોને રસ્તામાં આવતી અડચણ માટે સતર્ક કરે છે) જેવા રોબોટિક પ્રોજેક્ટ તૈયાર કર્યા છે. તે તમામ પ્રોજેક્ટને સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા નિહાળવામાં આવ્યા હતા. અટલ ટીંકરીંગ લેબ ખાતે ખાસ ધોરણ 6 થી 12 સુધીના બાળકોને ઇનોવેટિવ પ્રોજેક્ટ માટે પ્રશિક્ષિત કરવામાં આવે છે. જેનો ઉદ્દેશ્ય વિશ્વ-કક્ષાના ઇનોવેશન હબ, ભવ્ય પડકારો, સ્ટાર્ટ-અપ વ્યવસાયો અને અન્ય સ્વ-રોજગાર પ્રવૃત્તિઓ, ખાસ કરીને ટેક્નોલોજી આધારિત વિસ્તારોમાં પ્રમોશન માટે એક પ્લેટફોર્મ તરીકે સેવા આપવાનો છે.

અન્ય સમાચારો પણ છે...