વતનમાં દીવાળી મનાવવાનો ભારે ઉત્સાહ:વડોદરાના ST ડેપો ઉપર મુસાફરોની ભારે ભીડ, પ્રકાશપર્વ દીપાવલી મનાવવા વતનની વાટ

વડોદરા2 મહિનો પહેલા
વતનમાં દિવાળીપર્વ મનાવવા માટે એસ.ટી. ડેપોમાં મુસાફરોની ભારે ભીડ.
  • એસ.ટી. વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે 3 દિવસમાં 138થી વધુ ટ્રીપ મારી

મધ્ય ગુજરાતનું મધ્યબિંદુ ગણાતા વડોદરા શહેરના સેન્ટ્રલ એસ.ટી. ડેપો ખાતે વતનમાં દિવાળી પર્વની ઉજવણી કરવા માટે મુસાફરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિવાળીના પર્વને લઈ મુસાફરોનો બસ સ્ટેન્ડ ખાતે ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર કોર્પોરેશન એસટી વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે વધુ બસો ફાળવવામાં આવી છે. વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેન્ડ ડેપો ખાતે તહેવારો દરમિયાન પંચમહાલ ,દાહોદ,ઝાલોદ,સંતરામપુર, લુણાવાડા, ગોધરા, બારીયા વિસ્તારના મુસાફરોનો ભારો ઘસારો જોવા મળી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખી વડોદરા ડિવિઝનના સાત બસ ડેપોથી વધુ બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે

વિવિધ ડેપો ઉપર બસોનું આયોજન
તા. 18 ઓક્ટોબરથી એસ.ટી. બસોમાં રિઝર્વેશનનું પ્રમાણ વધી રહ્યું હતું ,તો બીજી બાજુ વડોદરા સેન્ટ્રલ બસ ડેપો ખાતે કેટલાંક રૂટની બસો વધુ ભરતી હોઈ પંચમહાલ ,સંતરામપુર ,ઝાલોદ ,લુણાવાડા ,ગોધરા બારીયા જેવા રૂટ પર મુસાફરોની સુવિધા માટે જરૂરિયાત મુજબની એક પછી એક બસો મૂકવામાં આવી રહી છે. આ સુવિધા તારીખ 18 થી 26 સુધી રાખવામાં આવી છે . અને વડોદરા વિભાગના સાત ડેપો આ તમામ બસોનું સંચાલન કરી રહી છે. અને હાલમાં વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેન્ડ દ્વારા તારીખ 18 ના રોજ 7 ટીપ ,તા. 19 ના રોજ 10 ટ્રીપ, તા.20 ના રોજ 33 ટ્રીપ અને તા. 21 ના રોજ 88 ટ્રીપ અને આજે પણ ખૂબ મોટી સંખ્યામાં મુસાફરોનું ભીડ જોવા મળી રહી છે.

એસ.ટી. ડેપોમાં મુસાફરોનું કીડીયારું ઉભરાયું
એસ.ટી. ડેપોમાં મુસાફરોનું કીડીયારું ઉભરાયું

જરૂરીયાત મુજબ બસો ફાળવવામાં આવશે
આ અંગે સ્ટેન્ડ ઇન્ચાર્જ રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે દિવાળીના પર્વને ધ્યાનમાં રાખી વડોદરા વિભાગ દ્વારા ગત તારીખ 21 ના રોજ 88 જેટલી ટ્રીપ વધુ મારવામાં આવી હતી. આ ટ્રીપ પંચમહાલ, ગોધરા, લુણાવાડા,સંતરામપુર, ઝાલોદ જેવા રૂટ માટે જરૂરિયાત મુજબ બસો ફાળવવામાં આવી રહી છે જેથી મુસાફરોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે અને આવનાર દિવસોમાં પણ જરૂરિયાત મુજબ વધુ બસો મુકવામાં આવશે, જેથી મુસાફરોને મુશ્કેલીઓ ન પડે.

વતનમાં પહોંચવા મુસાફરોનો જે બસ આવે તેમાં બેસી જવા ધસારો
વતનમાં પહોંચવા મુસાફરોનો જે બસ આવે તેમાં બેસી જવા ધસારો

રેલવે અને ખાનગી વાહનોમાં પણ ભીડ
નોંધનીય છે કે, મધ્ય ગુજરાતનું મધ્યબિંદુ વડોદરા મનાય છે. ત્યારે વડોદરા શહેરમાં આદિવાસી વિસ્તાર એવા દાહોદ, પંચમહાલ, નર્મદા જિલ્લો, પાડોશી રાજ્યો મધ્યપ્રદેશના અલિરાજપુરના લોકો મજૂરી કામ તેમજ ધંધા-રોજગાર માટે આવતા હોય છે. સૌથી મોટા દિપાવલી પર્વને મનાવવા માટે તમામ શ્રમિકો વતનમાં જાય છે. કોરોનાની મહામારીના કારણે બે વર્ષ સુધી વતનમાં પર્વ મનાવવા માટે જઇ ન શકનાર લોકો આ વખતે વતનમાં દિપાવલી પર્વ મનાવવા માટે જઇ રહ્યા હોઇ, એસ.ટી. ખાનગી વાહનો તેમજ રેલવેમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...