પ્રહાર:વડોદરામાં શંકરસિંહે દારૂબંધી હટાવવા તથા ચૂંટણીઓના રાજકીય ગરબા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શંકરસિંહ વાઘેલાએ રાજકીય કિન્નાખોરી રાખી લોકોને છૂટ ન અપાતા આકરા પ્રહારો કર્યા હતાં. - Divya Bhaskar
શંકરસિંહ વાઘેલાએ રાજકીય કિન્નાખોરી રાખી લોકોને છૂટ ન અપાતા આકરા પ્રહારો કર્યા હતાં.
  • શંકરસિંહ વાઘેલાએ સરકારની નીતિઓ સામે પ્રહારો કર્યા

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ વડોદરાની મુલાકાત લઈ દારૂબંધી હટાવાની માંગ સાથે ભાજપ સરકાર સામે આકરા શબ્દોના પ્રહારો કરી ગરબા મુદ્દે રાજકીય ચૂંટણીઓના ગરબા પર પ્રતિબંધ મુકવો જોઈએ તેમ કહ્યું હતું.

દારૂબંધી નહી હપ્તા રાજ ચાલે છે
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આજરોજ વડોદરામાં પત્રકાર પરિષદ સંબોધી સરકારની નીતિઓ સામે પ્રહારો કર્યા હતા.શંકરસિંહ વાઘેલાએ ગુજરાત રાજ્યમાં ફરી એક વખત દારૂબંધીનું ભૂત ધુણાવ્યું હતું અને નિવેદન આપતાં કહ્યું કે, ગુજરાતમાંથી દારૂબંધી દૂર થવી જોઈએ.ગુજરાતમાં હપ્તા રાજ ચાલી રહ્યું છે.જે દારૂબંધી હટશે તો દૂર થશે જેથી વિધાનસભામાં કાયદો સુધારી દારૂબંધી દારૂબંધી દૂર કરવાની પણ વાત કરી હતી.

ગરબા નહી તો રેલીઓ પણ ન થવી જોઈએ
હંમેશા સરકાર સામે આક્રમક વલણ અપનાવતા શંકરસિંહ વાઘેલાએ નવરાત્રીમાં ગરબા પર પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે નવરાત્રીના ગરબાની સાથેસાથે રાજકીય ચૂંટણીઓના ગરબા પર પણ પ્રતિબંધ મુકવા જોઈએ.પેટા ચૂંટણીમાં સત્તા રેલી પર રોક લગાવી જોઈએ તેવી પણ માંગણી કરી હતી.