તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌરવ:વડોદરાની સ્કૂલનો વિદ્યાર્થી યંગ સાઇન્ટિસ્ટ ઇન્ડિયા સ્પર્ધામાં વિજેતા જાહેર, ઇનોવેશન વર્ચ્યુઅલ અસિસ્ટન્ટ ફોર વિઝયુઅલી ઇમ્પેયર્ડને પ્રથમ સ્થાન મળ્યું

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ન્યૂ ઇરા સિનિયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થી અમન રામને સ્પેસકિડ્ઝ ઇન્ડિયા આયોજીત યંગ સાઇન્ટિસ્ટ ઇન્ડિયા સ્પર્ધામાં વિજેતા જાહેર કરાયો - Divya Bhaskar
ન્યૂ ઇરા સિનિયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થી અમન રામને સ્પેસકિડ્ઝ ઇન્ડિયા આયોજીત યંગ સાઇન્ટિસ્ટ ઇન્ડિયા સ્પર્ધામાં વિજેતા જાહેર કરાયો
  • સ્પેસકિડ્ઝ ઇન્ડિયા દ્વારા વિદ્યાર્થીના પ્રોજેક્ટને જરૂરી ફંડ પણ આપવામાં આવશે

વડોદરાની ન્યૂ ઇરા સિનિયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થી અમન રામને સ્પેસકિડ્ઝ ઇન્ડિયા આયોજીત યંગ સાઇન્ટિસ્ટ ઇન્ડિયા સ્પર્ધામાં વિજેતા જાહેર કરાયો છે. જે બાબતે સ્કૂલના ડાયરેક્ટર પ્રીયદર્શની કેલેકરે જણાવ્યું હતું કે, જીતવું અને મેળવવું એ ઉચ્ચ શિક્ષણનું જ પરિણામ છે. ન્યૂ ઇરા માટે અમન જેવા ઇનોવેટીવ વિદ્યાર્થીઓએ એક ગર્વની વાત છે.

રૂ. 50 હજારનું ઇનામ પણ આપવામાં આવ્યું
સ્પેસકિડ્ઝ ઇન્ડિયા આયોજીત યંગ સાઇન્ટિસ્ટ ઇન્ડિયા સ્પર્ધામાં ડિસેમ્બર-2020 અને એપ્રીલ-2021માં યોજાયેલા સતત ત્રણ રાઉન્ડને અંતે અમન રામની યશ કલગીમાં વધુ એક પીંછુ ઉમેરાયું છે. અમન રામ દ્વારા દ્રષ્ટીહિન લોકો માટે તૈયાર કરવામાં આવેલા ઇનોવેશન વર્ચ્યુઅલ અસિસ્ટન્ટ ફોર વિઝયુઅલી ઇમ્પેયર્ડને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે. જે માટે તેને રૂ. 50 હજારનું ઇનામ પણ આપવામાં આવ્યું છે. તે ઉપરાંત અમન રામને હાલની મહામારી પૂર્ણ થયા બાદ બીઆઇટીએસ, પીલાનીની મુલાકાત માટે પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. સ્પેસકિડ્ઝ ઇન્ડિયા દ્વારા તેના પ્રોજેક્ટને જરૂરી ફંડ પણ આપવામાં આવનાર છે.

ઇનોવેશન વર્ચ્યુઅલ અસિસ્ટન્ટ ફોર વિઝયુઅલી ઇમ્પેયર્ડને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું
ઇનોવેશન વર્ચ્યુઅલ અસિસ્ટન્ટ ફોર વિઝયુઅલી ઇમ્પેયર્ડને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું

વિદ્યાર્થીઓમાં વિજ્ઞાનની સમજણ વધારવાનો યંગ સાઇન્ટિસ્ટ પ્રોગ્રામ હેતુ છે
યંગ સાઇન્ટિસ્ટ પ્રોગ્રામની શરૂઆત શાળા કક્ષાએ વિજ્ઞાનની જાગૃતિ માટે કરવામાં આવી હતી. જે હેઠળ વિદ્યાર્થીઓમાં વિજ્ઞાનની સમજણમાં વધારો કરવો તેમજ વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક બનવા આર્કષિત કરવાનો હેતુ હતો.

વિદ્યાર્થીનું ઇનોવેશન વર્ચ્યુઅલ અસિસ્ટન્ટ ફોર વિઝયુઅલી ઇમ્પેયર્ડ ખુબ જ આધુનિક છે
અમન રામ દ્વારા તૈયાર કરવામાં આવેલું ઇનોવેશન વર્ચ્યુઅલ અસિસ્ટન્ટ ફોર વિઝયુઅલી ઇમ્પેયર્ડ ખુબ જ આધુનિક છે. જેના ડિવાઇઝ તેમજ એપ્લિકેશનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમજ તેને જ મૂળ આધાર બનાવવામાં આવ્યું છે. જે પ્રોજેક્ટને અમન દ્વારા સતત અપગ્રેડ કરવામાં આવી રહ્યો છે. વાવી 1.0માં ફેસ રેક્ગનાઇઝેશન અને ઓસીઆર જેવી સુવિધાઓ હતી. જ્યારે હાલના અપગ્રેડ વર્ઝનમાં ડિટેક્શન ડેન્જરસ ઓબ્જેક્ટ એલાર્મ, કરન્સી ડિટેક્શન, ફાયર અને સ્ટેરકેસ ડિટેક્શન સહિતની સુવિધાનો ઉમેરો કરવામાં આવ્યો છે.

અમન રામને હાલની મહામારી પૂર્ણ થયા બાદ બીઆઇટીએસ, પીલાનીની મુલાકાત માટે પણ આમંત્રણ આપવામાં આવ્યું છે
અમન રામને હાલની મહામારી પૂર્ણ થયા બાદ બીઆઇટીએસ, પીલાનીની મુલાકાત માટે પણ આમંત્રણ આપવામાં આવ્યું છે

ખૂબ જ ઇકોનોમિકલી ડિઝાઇન કરવામાં આવ્યું છે
અમન રામ દ્વારા આ ડિવાઇઝને ખૂબ જ ઇકોનોમિકલી ડિઝાઇન કરવામાં આવ્યું છે. જેની હાલની કિંમત માત્ર રૂ. 6 હજાર જેટલી છે. સરકાર તેમજ એનજીઓ દ્વારા સહાય કરવામાં આવે તો તેની કિંમતમાં હજી વધારે ઘટાડો થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...