કુંવારિકાઓમાં ખુશી લહેર:વડોદરામાં સલૂન સંચાલિકાએ 400 જેટલી કુંવારીકાઓને મફત હેરકટ અને મહેંદી મૂકી આપી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગૌરી વ્રત નિમિત્તે કુંવારીકાઓને મહેંદી તેમજ હેર કટ તદ્દન મફત કરી આપ્યા

કોરોનાની મહામારીમાં અનેક વ્યવસાયો પડી ભાગ્યા છે. કોરોનાના કેસમાં સતત ઘટાડો થતા સરકાર દ્વારા નિયમો હળવા કરવામાં આવ્યા છે, તેવામાં જનજીવન ની ગાડી ધીરેધીરે પાટા પર આવી રહી છે તેવામાં વ્યવસાય ધારકો ફરી એક વાર ઉભા થવા ના પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે ઘરમાં નાના બાળકોને તહેવારની ઉજવણીમાં આર્થીક તંગી વિશે કઈ રીતે સમજાવવા એ વિકટ પ્રશ્ન વાલીઓને સતાવી રહ્યો છે

કુંવારી દીકરીઓનું વ્રત એટલે કે, ગૌરી વ્રતમાં માતા-પિતાની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરા શહેરના ભાયલી ખાતે રહેતા તેમજ ક્રેઝી ક્ટઝ સલૂનના સંચાલિકા જ્યોતિ દીક્ષિત દ્વારા કુવારીકાઓને પાંચ દિવસ માટે મફત મહેંદી મૂકી આપવી તેમજ મફતમાં હેર કટ કરી આપવાનું અનોખું બીડું ઉપાડવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં 400 જેટલી કુંવારીકાઓને મફત હેરકટ અને મહેંદી મૂકી આપી હતી.

કોરોના કાળમાં સેવા કાર્ય કરતા અનેક લોકો તેમજ સંસ્થાઓ ને નિસ્વાર્થ ભાવે પોતાનું બનતું યોગદાન આપતા જોયા છે. કોરોના મહામારીની ગતિ હાલ ધીમી પડી છે તેવામાં પોતાની આર્થિક સ્થિતિને જોતા તહેવારોની ઉજવણી કેવી રીતે કરવી તેને લઈને નાગરિકો મુંઝવણમાં છે ત્યારે જ્યોતિ દીક્ષિત દ્વારા કરવામાં આવતા આ ઉમદા કામની સૌ કોઈ સરાહના કરી રહ્યા છે. જેમાં દીકરીઓને મહેંદી તેમજ હેર કટ મફતમાં કરી આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...