તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રહસ્યમય આત્મહત્યા:'હું નાહીને જમવા બેસુ છું' તેમ કહીને બાથરૂમમાં જઇ વડોદરાના રીક્ષાચાલકે વાયરથી ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
રીક્ષા ચાલકે રહસ્યમય સંજોગોમાં ઘરના બાથરૂમમાં વાયરથી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો(પ્રતિકાત્મક તસવીર) - Divya Bhaskar
રીક્ષા ચાલકે રહસ્યમય સંજોગોમાં ઘરના બાથરૂમમાં વાયરથી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો(પ્રતિકાત્મક તસવીર)
  • રીક્ષાચાલકની આત્મહત્યાનું રહસ્ય અકબંધ, ફતેગંજ પોલીસે તપાસ શરૂ કરી

વડોદરા શહેરના નવાયાર્ડ પાણીની ટાંકી પાસે રહેતા અને ઓટો રીક્ષા ચાલકે રહસ્યમય સંજોગોમાં ઘરના બાથરૂમમાં વાયરથી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ઓટો રીક્ષા ચાલકે કયા કારણોસર આપઘાત કરી લીધો, તે અંગેની માહિતી મેળવવા માટે ફતેગંજ પોલીસે તપાસ હાથ ધરી છે.

પત્ની નોકરી કરે છે, પતિ રીક્ષા ચલાવતા
વડોદરાના છાણી નવાયાર્ડ પાણીની ટાંકી પાસે યુસુફભાઇ ઉર્ફે સુરેશ વાઘજીભાઈ ખ્રિસ્તી(ઉં.51) પત્ની તથા મોટા બે સંતાનો સાથે રહેતા હતા અને તેઓ ઓટો રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાત ચલાવતા હતા. ઘરની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઇ તેમના પત્ની પણ GIDCમાં આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. જ્યારે મોટો છોકરો પણ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ઓટો રીક્ષા ચાલકે કયા કારણસર આપઘાત કરી લીધો તે અંગેનું કોઇ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી.

ઓટો રીક્ષા ચાલકે કયા કારણોસર આપઘાત કરી લીધો તેનું રહસ્ય અકબંધ રહ્યું છે(પ્રતિકાત્મક તસવીર)
ઓટો રીક્ષા ચાલકે કયા કારણોસર આપઘાત કરી લીધો તેનું રહસ્ય અકબંધ રહ્યું છે(પ્રતિકાત્મક તસવીર)

બાથરૂમમાં રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાઇ જીવન ટૂંકાવી દીધું
પોલીસ સુત્રોમાંથી મળેલી માહિતી પ્રમાણે યુસુફભાઇ ખ્રિસ્તી તેમના સાળીના ઘરે ગયા હતા અને સાળીના છોકરાને રીક્ષામાં ફેરવ્યો હતો. ત્યાર બાદ તેઓ ઘરે આવ્યા હતા. ઘરે આવ્યા ત્યારે તેમના પત્નીએ જમવા માટે જણાવતા યુસુફભાઇ ઉર્ફે સુરેશભાઇએ હું નાહીને જમવા બેસું છું. તેમ જણાવી બાથરૂમમાં ન્હાવા માટે ગયા હતા. જ્યાં તેમને બાથરૂમમાં રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું.

બાથરૂમમાં પતિને ફાંસો ખાધેલી હાલતમાં જોતા પત્ની ચોંકી ઉઠ્યા
બાથરૂમમાં ન્હાવા ગયા બાદ પતિ યુસુફભાઇ એક કલાક જેટલો સમય થયો હોવા છતાં પણ બહાર ન આવતા તેમના પત્નીએ બાથરૂમનો દરવાજો ખખડાવ્યો હતો. જોકે અંદરથી કોઇ જવાબ ન મળતા દરવાજો ખેંચીને ખોલવામાં આવ્યો હતો. બાથરૂમમાં પતિ યુસુફ ઉર્ફે સુરેશ ખિસ્તીને ફાંસો ખાધેલી હાલતમાં જોતા ચોંકી ઉઠ્યા હતા અને બૂમાબૂમ કરી મૂકતા સંતાનો તથા પડોશીઓ દોડી આવ્યા હતા.

પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી(પ્રતિકાત્મક તસવીર)
પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી(પ્રતિકાત્મક તસવીર)

પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી
દરમિયાન આ બનાવની જાણ ફતેગંજ પોલીસને કરવામાં આવતા પોલીસ સ્ટાફ બનાવ સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે પ્રાથમિક વિગતો મેળવી હતી. બાદમાં પોલીસે લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. તે સાથે પોલીસે યુસુફભાઇ ઉર્ફ સુરેશ ખ્રિસ્તી સામે આપઘાતનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...