રિક્ષા ચાલકોનો વિરોધ:CNGના ભાવ વધારાના વિરોધમાં વડોદરા રિક્ષા ચાલક એસોસિયેશનનો વિરોધ, ભાવ નહીં ઘટે તો અચોક્કસ મુદ્દતની હડતાળની ચીમકી ઉચ્ચારી

વડોદરા15 દિવસ પહેલા
વડોદરા શહેરના રેસકોર્સ સર્કલ પાસે આજે રીિક્ષા ચાલકોએ વિરોધ કર્યો હતો
  • વિરોધ પ્રદર્શનને પગલે રેસકોર્સ સર્કલ ખાતે ટ્રાફિકજામ થઇ ગયો

છેલ્લા બે માસથી સતત થઇ રહેલા CNGના ભાવવધારાના પગલે વડોદરા શહેરના રેસકોર્સ સર્કલ પાસે આજે રિક્ષા ચાલકોએ વિરોધ કર્યો હતો. વડોદરા રીક્ષા ચાલક એસોસિયેશન ઇન્ટુકના પ્રમુખ જીવણ ભરવાડ ની આગેવાનીમાં રિક્ષા ચાલકો વિરોધમાં જોડાયા હતા અને CNGના ભાવમાં ઘટાડો કરવાની માગ કરી હતી. વિરોધ પ્રદર્શનને પગલે રેસકોર્સ સર્કલ ખાતે ટ્રાફિકજામ થઇ ગયો હતો.

22 નવેમ્બરથી અચોક્કસ મુદ્દતની હડતાળની ચીમકી
રિક્ષા ચાલક એસોસિયેશન ઇન્ટુકના પ્રમુખ જીવણભાઇ ભરવાડે જણાવ્યું હતું કે, CNGના ભાવમાં 13 રૂપિયાનો ભાવવધારો થયો છે. જેને લઇને અમે આજે વિરોધ કર્યો છે. આગામી દિવસોમાં ભાવવધારો પાછો નહીં ખેંચવામાં આવે તો અમે 22 નવેમ્બરથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી જઇશું. 50 હજાર રીક્ષાચાલકો અમારી સાથે છે.

CNGના ભાવમાં ઘટાડો કરવાની માગ કરી
CNGના ભાવમાં ઘટાડો કરવાની માગ કરી

CNGના ભાવમાં પણ ઘટાડો કરવો જોઇએ
રિક્ષા ચાલકે જણાવ્યું હતું કે, CNGના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે, તો સરકારે CNGના ભાવમાં પણ ઘટાડો કરવો જોઇએ.

ભાવ નહીં ઘટે તો અચોક્કસ મુદ્દતની હડતાળની ચીમકી ઉચ્ચારી
ભાવ નહીં ઘટે તો અચોક્કસ મુદ્દતની હડતાળની ચીમકી ઉચ્ચારી

CNGના ભાવમાં 15 ટકા વેટ અને 14 ટકા એક્સાઇઝ ડ્યૂટી છે
રિક્ષા સંગઠનો દ્વારા રચેલી સીએનજી ભાવ વધારા વિરોધી સમિતિના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, CNGના ભાવમાં 15 ટકા વેટ અને 14 ટકા એક્સાઇઝ ડ્યૂટી છે. એટલે કે, કુલ 29 ટકા ટેક્સ છે. હાલ સીએનજીનો ભાવ રૂ.65 છે.

અન્ય સમાચારો પણ છે...