તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉત્કૃષ્ઠ દેખાવ:સ્માર્ટ સિટીમાં વડોદરાને 4 સ્ટાર રેન્કિંગ,વેસ્ટ મેનેજમેન્ટમાં મોખરે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડોદરાએ 2800માંથી 1730 માર્ક મેળવ્યા
  • વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટને 600માંથી 520 માર્કસ મળ્યા

સ્માર્ટ સિટી મિશન દ્વારા સ્માર્ટ સિટી વડોદરાએે ગવર્નન્સ કેટેગરીમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો સાથે ફોર સ્ટાર રેન્કિંગ પણ મળ્યું છે. દેશમાં આ રેન્કિંગ માત્ર નવ શહેરોને જ પ્રાપ્ત થયું છે જેમાં અમદાવાદ, ઈન્દોર, પુણે, રાજકોટ, સુરત, વિજયવાડા,વિશાખાપટ્ટનમ છે.

વડોદરા એ 2800 માર્કમાંથી 1730 માર્કમાં મેળવ્યા છે. અમૃતમ યોજના અને સ્માર્ટ સિટી મિશનને 6 વર્ષ પૂરા થયાના પ્રસંગે આ એવોર્ડ જાહેર કરાયા હતા. મિશનના સીઈઓ સુધીર પટેલે જણાવ્યું કે, આ એવોર્ડની રેસમાં દેશભરના 126 શહેરોએ ભાગ લીધો હતો જેમણે 96 પ્રકારના ડેટા અને 28 પ્રકારના ઇન્ડિકેટરનું રિપોર્ટિંગ કર્યું હતું તેના મૂલ્યાંકનના આધારે આ એવોર્ડને રેન્કિંગ વડોદરાને મળ્યું છે.વડોદરાના વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટને પણ ફાઇસ્ટાર રેટિંગ એનાયત કરાયું હતું.આ પ્રોજેક્ટને 600 માંથી 520 માર્કસ મળ્યા છે.

વડોદરાને પાંચમાંથી ત્રણ ક્ષેત્રે ફોર સ્ટાર

  • ફોર સ્ટાર : એનર્જી એન્ડ ગ્રીન બિલ્ડિંગ 380/600
  • થ્રી સ્ટાર : અર્બન પ્લાનિંગ એન્ડ ગ્રીન ડાયવર્સિટી274/500​​​​​​​
  • થ્રી સ્ટાર : મોબિલિટી અને એર ક્વોલિટી 276/500​​​​​​​
  • થ્રી સ્ટાર : વોટર મેનેજમેન્ટ280/600​​​​​​​
  • ફાઇવ સ્ટાર : વેસ્ટ મેનેજમેન્ટ 520/600
અન્ય સમાચારો પણ છે...