સ્વચ્છ સર્વેક્ષણ 2021:અટલાદરા ખાતે વેસ્ટનો નિકાલ કરાતાં સ્વચ્છતામાં વડોદરાનો 2 ક્રમાંકનો કૂદકો, હવે દેશમાં 8મા નંબરે

વડોદરા13 દિવસ પહેલા
 • કૉપી લિંક
સ્માર્ટ સિટી સ્વરછતા સર્વેક્ષણમાં શહેરને એવોર્ડ મળ્યો. - Divya Bhaskar
સ્માર્ટ સિટી સ્વરછતા સર્વેક્ષણમાં શહેરને એવોર્ડ મળ્યો.
 • વડોદરાને 6 હજારમાંથી 4747.96 માર્ક્સ મળ્યા
 • 1 થી 28 માર્ચ દરમિયાન સરવે થયો હતો
 • શહેરને ગત વર્ષે 10મું સ્થાન મળ્યું હતું

દેશમાં સ્વચ્છ સર્વેક્ષણ 2021 અંતર્ગત વડોદરાને 8મો ક્રમ મળ્યો છે. ગત વર્ષે 10મું સ્થાન મળ્યું હતું, જેમાં 2 ક્રમમાં સુધારો થયો હતો. સુરતનો 2જો ક્રમ અને અમદાવાદનો 10મો ક્રમ આવ્યો છે. 1થી 28 માર્ચ સુધી ઓન સાઇટ સરવે કરાયો હતો. વિવિધ પેરામીટરમાં 6 હજારમાંથી 4747.96 માર્ક્સ મળ્યા છે. અટલાદરા ખાતે વેસ્ટનો સંપૂર્ણ નિકાલ કરાયો, જે ક્રમાંક સુધારવામાં મહત્ત્વનું પરિબળ સાબિત થયું હતું.

દેશમાં સ્વચ્છ સર્વેક્ષણ 2021 અંતર્ગત એસેસમેન્ટ માટે મુખ્ય પેરામીટર સર્વિસ લેવલ પ્રોગ્રેસ અન્વયે વેસ્ટ કલેક્શન, પ્રોસેસિંગ અને ડિસ્પોઝલ અને સસ્ટેનેબલ સેનિટેશન, ગાર્બેજ ફ્રી સિટી, ઓડીએફ, સિટીઝન ફીડબેક, સ્વચ્છતા એપ વગેરેનો સમાવેશ કરાયો હતો. દિલ્હી ખાતે મેયર કેયુર રોકડિયા અને મ્યુ. કમિશનર શાલિનીબેન અગ્રવાલે એવોર્ડ સ્વીકાર્યો હતો.

મેયરે જણાવ્યું કે, શહેરને 8મો ક્રમાંક અને ગાર્બેજ ફ્રી સિટીમાં 3 સ્ટાર રેન્કિંગ મળ્યું છે. જનતાની જાગૃતતા અને સહકારથી સફળતા મળી છે. પાલિકાની ટીમે શહેરને સ્વચ્છ રાખવા અનેકવિધ કાર્યો કર્યાં હતાં. પાલિકા દ્વારા મારી બીટ સ્વચ્છ બીટ, ઓપન સ્પોટ નાબૂદી અને 95 મોટા સ્પોટ નાબૂદ કરાયા હતા. કન્સ્ટ્રક્શન વેસ્ટનો નિકાલ અને વિશ્વામિત્રીની સફાઇ જેવાં માધ્યમો પર લોકોની ભાગીદારીથી કામ કરી આગામી સમયમાં રેન્કિંગમાં સુધારો આવે અને 5 સ્ટાર રેટિંગ માટે પ્રયત્નો કરાશે. શહેરમાં શૌચાલયો તથા એસટીપી પ્લાન્ટનો સરવે કરાયો હતો. અટલાદરાનો લેગસી વેસ્ટનો સંપૂર્ણપણે પ્રોસેસિંગ કરી નિકાલ કરાયો હતો, જે એસેસમેન્ટમાં મુખ્ય પેરામીટર હોઇ, વડોદરાની અન્ય શહેરોની સરખામણીમાં અગ્ર ભૂમિકા રહી હતી.

સર્વેક્ષણમાં 8મો ક્રમાંક મળવા પાછળનાં મુખ્ય પરિબળો

 • અટલાદરામાં બાયોરેમેડિયેશન પ્રક્રિયા દ્વારા 3.75 લાખ મેટ્રિક ટન લેગસી વેસ્ટનો નિકાલ તથા કુલ 17 એકર જમીન ખુલ્લી કરાઈ.
 • વડસર ડમ્પિંગ સાઇટનું મ્યુઝિયમ ઓફ લીવિંગ ટ્રીઝમાં રૂપાંતર કરી વોકિંગ ટ્રેકનું નિર્માણ કરાયું.
 • પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016 અંતર્ગત પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન અને રિસાઇકલિંગ પ્રક્રિયાની શરૂઆત.
 • કન્સ્ટ્રક્શન અને ડિમોલેશન વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016 અંતર્ગત પ્રોસેસિંગ ફેસિલિટી સ્થાપિત કરવાની શરૂઆત.
 • મકરપુરા લેન્ડફીલ ખાતે 4 લાખ મે. ટન લેગસી વેસ્ટ નિકાલ શરૂ.

વોર્ડ સ્તરે આ રીતે લેવાયાં સિટીઝન ફીડબેક

 • કુલ રહેણાક મિલકતના અડધા ટકાનું
 • શહેરના 1 % દુકાનદારોનું
 • 10 % શૈક્ષણિક સંસ્થાનું
 • 5 % હોટેલ, ધર્મશાળા, ગેસ્ટ હાઉસનું
 • 1% સરકારી - ખાનગી ઓફિસનું
 • 10 % ટુરિસ્ટ એરિયાનું
 • તમામ બાગમાં 5 નાગરિકનું
 • તમામ ટ્રાન્સપોર્ટ હબ પર 5 મુસાફરનું

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...