તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • Vadodara Railway Crime Branch Arrests Man For Stealing Luggage From Passengers On Bus train, Confesses To 11 Offenses, Seizes Rs 7.30 Lakh

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રીઢો ચોર ઝડપાયો:બસ-ટ્રેનમાં મુસાફરોને કેફી પીણુ પીવડાવી સામાન ચોરી કરતા શખસની વડોદરા રેલવે ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી, 11 ગુનાની કબૂલાત, 7.30 લાખ લાખનો મુદ્દામાલ જપ્ત

વડોદરા19 દિવસ પહેલા
મુસાફરોને કેફી પીણુ પીવડાવી સામાન ચોરી કરતા શખસની ધરપકડ
 • મુસાફરોને પોતાની વાતોમાં ભેળવીને ફેકી પીણુ પીવડાવીને કિંમતી સામાનની ચોરી કરતો હતો

બસ અને ટ્રેનમાં લાંબી મુસાફરી કરતા મુસાફરોને કેફી પીણુ પીવડાવી કિંમતી સામાન ચોરી કરનાર રાજસ્થાનના શખસની વડોદરા રેલવે ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પોલીસે રાજસ્થાનના ચોરની ધરપકડ કરતા જ તેણે 11 ગુનાની કબૂલાત કરી હતી.

બસ અને ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો પાસેથી ચોરીના કેસ વધ્યા
છેલ્લા ઘણા સમયથી બસ અને ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોના કિંમતી સામાનની ચોરી થતી હોવાની પોલીસે ચોપડે ઘણા ગુનાઓ નોંધાયા હતા, ત્યારે મુસાફરોના કિંમતી સામાનની ચોરી કરનાર શખ્સને ઝડપી પાડવા વડોદરા રેલવે પોલીસની ક્રાઇમ બ્રાન્ચે તપાસનો દોર શરૂ કર્યો હતો. જેમાં ટેક્નિકલ અને હ્યુમન સર્વેલન્સની મદદથી પોલીસ રાજસ્થાનના પાલી ખાતે પહોંચી હતી. જ્યાં ગોવિંદરામ વિરમરામ સેરવી(ચૌધરી)ને પોલીસે ઝડપી પાડ્યો હતો.

આરોપી ગોવિંદરામ વિરમરામ સેરવી(ચૌધરી)
આરોપી ગોવિંદરામ વિરમરામ સેરવી(ચૌધરી)

પ્રાથમિક પૂછપરછ કરતા આરોપી નશો કરવાના રવાડે ચઢી ગયો હતો
રેલવે ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયેલા ગોવિંદરામે કુલ 11 ચોરીની કબૂલાત કરી હતી. આ મામલે પોલીસે તેની પ્રાથમિક પૂછપરછ કરતા ગોવિંરામ નશો કરવાના રવાડે ચઢી ગયો હતો. નશાની લત છોડાવવા માટે તે રિહેબીલીટેશન સેન્ટરમાં ગયો હતો. જ્યાં તેને PROZOLAM નામની ટેબલેટ આપવામાં આવતી હતી. જે ટેલબેટ લેતા જ તે ઘેન ચઢી જતુ હતુ. આ વાત ગોવિદરામના મગજમાં ફીટ બેસી ગઇ હતી. કામ ધંધો વિના ફરતા ગોવિંદરામે બસ અને ટ્રેનમાં લાંબી મુસાફરી કરવાનુ શરૂ કર્યું હતુ.

પ્રાથમિક પૂછપરછ કરતા આરોપી નશો કરવાના રવાડે ચઢી ગયો હતો
પ્રાથમિક પૂછપરછ કરતા આરોપી નશો કરવાના રવાડે ચઢી ગયો હતો

મુસાફરને પોતાની વાતોમાં ભેળવીને ફેકી પીણુ પીવડાવી ચોરી કરતો હતો
મુસાફરી દરમિયાન ગોવિદંરામ ટાર્ગેટ કરેલા મુસાફરને પોતાની ભોળી વાતોમાં ભેળવી લેતો અને પોતાના ઘરે દીકરીનો જન્મ થયો છે કહીં ઘેનની ગોળી વાળુ કેફી પીણુ પીવડાવી દેતો હતો. ઘેનયુક્ત કેફી પદાર્થ પી બેભાન થઇ જતા ગોવિંદરામ મુસાફરોના કિંમતની ચોરી કરી ફરાર થઇ જતો હતો. પોલીસ ગોવિંદરામ પાસેથી જુદી જુદી રૂ. 66 હજારના 5 મોબાઇલ ફોન, રૂ. 6,55,537 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા એચડીએફસી અને યુકો બેન્કનુ એટીમ અને ચેક સહીત વિવિધ ચોરીનો સામાન મળી કુલ રૂ. 7,30,337 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે 7.30 લાખ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
પોલીસે 7.30 લાખ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો