કોરોનાવાઈરસ / વડોદરા પોલીસે કહ્યું- લૉકડાઉન માટે ઇનોવેટિવ આઇડિયા આપો

Vadodara police say - give an innovative idea for lockdown
X
Vadodara police say - give an innovative idea for lockdown

  • વડોદરા પોલીસે ટ્વિટ કરી લોકોને અપીલ કરી
  • કોઈની પાસે ડ્રોન કેમેરો હોય તો આપવા પણ કહ્યું

દિવ્ય ભાસ્કર

Apr 09, 2020, 06:11 AM IST

વડોદરા. કોરોનાનું સંક્રમણને રોકવા માટે શહેરમાં હાલ લોકડાઉન જાહેર કરાયું છે ત્યારે લોકડાઉનનું ચુસ્ત અમલીકરણ કરવા માટે શું કરી શકાય તે માટે શહેર પોલીસે ટ્વિટ કરી શહેરીજનો પાસેથી ઇનોવેટિવ આઇડિયા માંગ્યા હતા.  આ ઉપરાંત પોલીસે જો કોઈ વ્યક્તિ પાસે ડ્રોન કેમેરા હોય અને પોલીસને મદદ કરવાની ઈચ્છા હોય તો પણ પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી હતી. 
શહેરમાં છેલ્લા ૧૪ દિવસથી લોકડાઉન જાહેર કરાયું છે. પોલીસ રાત દિવસ વિવિધ વિસ્તારોમાં નાકાબંધી કરી લોકો ઘરની બહાર ના નીકળે તેની પૂરતી તકેદારી રાખી રહી છે . શહેર પોલીસે બુધવારે તેના ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરી જણાવ્યું હતું કે જો શહેરીજનો પાસે લોકડાઉન ના અમલીકરણ માટે ઇનોવેટિવ આઇડિયા હોય તો તેઓ પોલીસ સાથે શેર કરી શકે છે.  આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ પાસે પોતાનો ડ્રોન કેમેરો હોય અને તે ડ્રોન કેમેરો પોલીસને આપીને મદદ કરવા ઇચ્છતો હોય તો પણ પોલીસનો સંપર્ક કરવા જણાવાયું હતું.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી