તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરોડા:વડોદરા પોલીસના શ્રાવણિયા જુગાર પર દરોડા, અલગ અલગ 13 જગ્યા પરથી 75 શખસની ધરપકડ કરી, 3 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

વડોદરા22 દિવસ પહેલા
વડોદરા પોલીસે જુગાર પર દરોડા પાડ્યા.
  • લક્ષ્મીપુરા પોલીસે સ્વામી વિવેકાનંદ હાઈટ્સમાં દરોડો પાડી 7 શખસની ધરપકડ કરી

વડોદરા શહેરમાં શ્રાવણિયા જુગારની મોસમ ખીલી છે. પોલીસે અલગ-અલગ 13 સ્થળોએ દરોડા પાડી 75 જુગારીને ઝડપી પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. લક્ષ્મીપુરા પોલીસે લક્ષ્મીપુરા ગોરવા રોડ ઉપર આવેલા સ્વામી વિવેકાનંદ હાઈટ્સમાં દરોડો પાડી જુગાર રમી રહેલા રમેશ સોલંકી, ભગવાન સરવૈયા, કેવલસિંહ મહિડા, સંતોષ કામત, રમેશ રાઠોડ, દિનેશ સરવૈયા, મહેન્દ્ર સોલંકીને 1,23,300 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

લક્ષ્મીપુરા પોલીસે 8 શખસની ધરપકડ કરી
અન્ય એક દરોડામાં લક્ષ્મીપુરા પોલીસે અમૃત નગરમાં આવેલા મંદિર પાસે જુગાર રમતા પ્રહલાદ મકવાણા, નિલેશ મકવાણા, ભરત દલવાડી, કરમસિંહ જાદવ, ભગવાન જાદવ, વિનોદ પરમાર, સુરેશ દલવાડી, રાજુ મકવાણાને 50,410ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. મકરપુરા પોલીસે ઇન્દિરાનગર ખુલ્લી જગ્યામાં જુગાર રમી રહેલા અલ્પેશ માછી, મુકેશ માછી, તરુણ માછી, સરફરાઝ શેખ, મલકેશ મિસ્ત્રી, અશોકભાઈ માછી, અજય માછીને 10,400ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

મકરપુરા પોલીસે 9 શખસની ધરપકડ કરી
મકરપુરા પોલીસે દિવાળીપુરા સ્લમ ક્વાર્ટર્સ પાસે છાપો મારી જુગાર રમી રહેલા રામ મોટિયાની, ભાવેશ મિસ્ત્રી, હાર્દિક પરમાર, સુનિલ ઠાકોર, ચિરાગ ભટ્ટ, નરેશ વસાવા, યોગેશ પ્રજાપતિ, મુકેશ પરમાર, દિપક વસાવાને રોકડા 25,500 સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બાપોદ પોલીસે આજવા રોડ ચાચાનેહરુનગરમાં દરોડો પાડી જુગાર રમી રહેલા દિપક પંચાલ, બિલેન્દ્ર પાંડે, રામનીવાસ પંચાલ, કિરણ વાળંદ, રામકરણ પંચાલ, રાકેશ વાણંદ, પપ્પુસિંગ જાતેસિંગ, કેશુ શિરસાઠને 19,050ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

પાણીગેટ પોલીસે 7 શખસની ધરપકડ
પાણીગેટ પોલીસે હરણ ખાના રોડ ઉપર આવેલા રફાઈ મોહલ્લામાં નવી બંધાતી સાઈડ ખાતે દરોડો પાડી જુગાર રમી રહેલા મોહમ્મદ હનીફ શેખ, મોહસીન દીવાન, એયાજ કાજી, વસીમ તાઈ, મોહંમદ હુસેન પુરાવાલા, ઝાકીર, હુસેન પઠાણને 12,500ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. અન્ય એક દરોડામાં પાણીગેટ પોલીસે બાવામાનપુરા મસ્જિદ પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ગુલાબશા દીવાન, અકબરઅલી સૈયદ, જમાલ હલવાન, જિલાની શેખને 2750ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

પોલીસે અલગ અલગ 13 સ્થળે દરોડા પાડ્યા.
પોલીસે અલગ અલગ 13 સ્થળે દરોડા પાડ્યા.

નવાપુરા પોલીસે 2 અને નંદેશરી પોલીસે 2 શખસની ધરપકડ કરી
નવાપુરા પોલીસે લાલબાગ કુંભારવાડા પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમી રહેલા આકાશ ખારવા, પ્રકાશ માળીને 12,430ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. નંદેશરી પોલીસે લાલપુરા કોતરમાં દરોડો પાડી જુગાર રમી રહેલા અર્જુન ગોહિલ, આકાશ પંચાલને 4,180ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જવાહરનગર પોલીસે ઇન્દિરાનગર વસાહત પાસે દરોડો પાડી જુગાર રમી રહેલા અજય સોલંકી, અજય જાદવને 1040ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

જવાહરનગર પોલીસે 9 શખસની ધરપકડ કરી
અન્ય એક દરોડામાં જવાહરનગર પોલીસે રણોલી GIDC પાછળ ખેતરમાં જુગાર રમી રહેલા દુધનાથ પટેલ, બ્રિજેશ સોનકર, રાહુલ શર્મા, રજ્જન સોનકર, મેહુલ પરમાર, હર્ષદ મકવાણા, લાલચંદ સોનકર, માતાપ્રસાદ સરોજ, રાહુલ શર્મા, દીપક સોલંકીને ઝડપી પાડી 10,110નો મુદ્દામાલ કબજે કરી હતી. ગોરવા પોલીસે આશીર્વાદનગર પાસે આવેલી ખુલ્લી જગ્યામાં દરોડો પાડી જુગાર રમી રહેલા મહેશ પટેલ, અજય યાદવ, નવીન પરમાર, લવ ઠક્કર, વિરેન્દ્ર રાઠોડને ઝડપી પાડી 36,900નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

કારેલીબાગ પોલીસે બે શખસ ઝડપ્યા
કારેલીબાગ પોલીસે તુલસીવાડી વિસ્તારમાં દરોડો પાડી જુગાર રમી રહેલા ગંગારામ, સંતોષને 1600ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. સિટી પોલીસે લાલ અખાડા નજીક ગ્રો પાડી જુગાર રમી રહેલા પ્રિતેશ સાવંત, કિરણ ધાણેકર, મેહુલ સપકાલ, મહેશ પાટીલ, હાર્દિક મિસ્ત્રીને 8,950ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...