તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઠગબાજોએ શોર્ટ કટથી રૂપિયા કમાવવા માટે રાજકોટ જેલમાંથી ચીટીંગ કરવાની આઇડીયા મેળવી હતી. ત્યારબાદ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના આંતરિયાળ વિસ્તારોમાં એજન્ટ રાખી વગર વ્યાજે સરકારી લોન આપવાના બહાને અઢી લાખ મહિલાઓ સાથે રૂ. 42 લાખની ઠગાઇ કરી હોવાનુ પોલીસની પ્રથામિક તપાસમાં બહાર આવ્યું હતુ. વડોદરા પોલીસની મહત્વની શાખા પીસીબીએ આ મામલે માસ્ટર માઇન્ડ સહીત ત્રણની ધરપકડ કરી છે.
એજન્ટો મારફતે ફોર્મ વિતરણ કરતા
અમદાવાદ પાલડી વિસ્તારમાં રહેતો દિપક રમેશિંહ રાજપૂત અને રામજી આશાભાઇ રાઠોડ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ટુંક સમયે પહેલા આ બન્નેને પાસા હેઠળ રાજકોટ જેલમાં ધકેલી દેવામાં આવ્યાં હતા. જ્યાં આ બન્નેએ જેલમાં રહીંને શોર્ટ કટમાં રૂપિયા કમાવવાની માટે અન્ય આરોપી પાસેથી તરકીબ મેળવી હતી. જેલમાંથી બહાર નિકળ્યાં બાદ દિપક અને રામજીએ યુનિટી ફાઉન્ડેશન સંસ્થા નામના હિન્દી ભાષામાં ફોર્મ છપાવ્યાં હતા. અને મહિલાઓ સોફ્ટ ટાર્ગેટ હોવાથી ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના આંતરિયાળ વિસ્તારોમાં એજન્ટો મારફતે ફોર્મનુ વિતરણ શરૂ કરાવ્યું, તથા પેપર વગર વ્યાજે જુદી જુદી સરકારી લોન મેળવવા અંગેની જાહેરાત આપી હતી.
અઢી લાખ મહિલાઓ પાસેથી ફોર્મ ભરાવી રૂ. 42 કરોડ પડાવી લીધા
દિપક અને રામજીએ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના આંતરિયાળ વિસ્તારોમાં મહિલાઓને ટાર્ગેટ બનાવવા માટે પહેલા તો વગર વ્યાજે લોન મેળવવા બાબતની પેપરમાં જાહેરાતો આપી હતી. ત્યારબાદ એજન્ટો મારફતે ગરીબ અને વિધવા મહિલાઓ વિવિધ યોજનાઓ હેઠળ વગર વ્યાજની સરકારી લોન અપવવાની લાલચ આપવામાં આવતી હતી. મહિલા વાતમાં આવી જતા એક ફોર્મના રૂ. 1700 લેવામાં આવતા હતા. જેની સામે રૂ.1 લાખની વગર વ્યાજની લોન અપાવવાનુ કહેવામાં આવતુ હતુ. તથા યુનિટી ફાઉન્ડેશનના એજન્ટ બની વધુ ફોર્મ ભરાવો તો પગાર અને કમિશન આપવાની વાત પણ કરવામાં આવી હતી. આમ ત્રણ રાજ્યોના આંતરિયાળ ગામોમાંથી અત્યાર સુધીમાં અઢી લાખ મહિલાઓ પાસેથી ફોર્મ દીઢ રૂ. 1700 ઉઘરાવી રૂ. 42 કરોડ પડાવી લીધા હતા.
150 ફોર્મના રૂ. 1700 લેખે રૂ. 2.55 લાખ લીધા
ટોળકી ગુજરાત સહીતના ત્રણ રાજ્યોમાં ખૂબ સક્રીય હતી. વગર વ્યાજની સરકારી લોન આપવા માટે ટોળકીએ પેપરમાં જાહેરાત આપી હતી. ટોળકીનો શિકાર બનેલી લુણાવાડની એક વ્યક્તિએ વડોદરા પોલીસ કમિશનરને પેપર કટીંગ સાથેની અરજી કરી હતી. જેમાં જણાવ્યું હતુ કે, ઉપરોક્ત જાહેરાત અનુસંધાને 150 ફોર્મના રૂ. 1700 લેખે રૂ. 2.55 લાખની તેમની સાથે યુનિટી ફાઉન્ડેશન દ્વારા ઠગાઇ કરવામાં આવી છે. જે બાબતને ગંભીરતાથી લેતા સમગ્ર મામલની તપાસ પીસીબીને સોંપવાં આવી હતી. અને રાજસ્થાન, ઝાલોદ તથા અમદાવાદ પોલીસની મદદતી ઓપરેશ પાર પાડી યુનિટી ફાઉન્ડેશનના માસ્ટર માઇન્ડ દિપક રાજપૂત અને રામજી રાઠોડને ઝડપી લેવામાં આવ્યાં હતા.
આરોપી પાસેથી પિસ્તોલ મળી આવી
પોલીસે આ બન્નેની ધરપકડ કરતા તેમની પાસેથી એક પિસ્તોલ પણ મળી આવી હતી. જે પિસ્તોલ આપનાર મેળા નામના શખ્સની પણ આર્મસ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
આ અંગે પીસીબી પી.આઇ રાજેશ કાનમિયાએ જણાવ્યુ હતુ કે, યુનિટી ફાઉન્ડેશનના માસ્ટર માઇન્ડ દિપક રાજૂત અને રામજી રાઠોડની ધરપકડ બાદ જે દસ્તાવેજો કબજે કરવામાં આવ્યાં છે. તેની તપાસ કરતા અત્યાર સુધીઆ અઢી લાખ મહિલાઓ પાસેથી રૂ. 42 કરોડની છેતરપીંડી કરાઇ હોવાનુ સામે આવ્યું છે.
સીઆઈડી પણ સુપરવિઝન
ગુનાની ગંભીરતાને જોતા પોલીસ કમિશનરની સુચના મૂજબ યુનિટી ફાઉન્ડેશનના ઠગબાજો વિરૂધ જીપીઆઇડી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જીપીઆઇડી એક્ટ હેઠળ ગુનો નોંધાતા આરોપીના જામીન મળવીની શક્યતાઓ નહીવત છે. અત્યારસુદીની તપાસમાં અઢી લાખ મહિલાઓ સાથે રૂ. 42 કરોડની છેતરપીંડી કરાઇ હોવાનુ બહાર આવ્યું છે. જ્યાં સુધી આ રકમ મહિલાઓની પરત ન મળે ત્યાં સુધી આરોપીને જામીન મળી શકે તેમ નથી. તથા આ મામલે સ્પેશ્યિલ કોર્ટમાં ચાલશે અને સ્પેશ્યિલ પબ્લિક પ્રોસિક્યુટરની પણ નિમણૂક કરવામાં આવશે, તથા કલેકટરના સુપરવિઝન હેઠળ આ કેશ ચાલશે, જેમાં એસડીએમ અને ચાર્ટડડ એકાઉન્ટન્ટની પણ નિમણૂંક કરવામાં આવશે. સીઆઇડી ક્રાઇમનુ પણ સ્પેશ્યિલ સુપરવિઝન હોય છે.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.