મોબાઇલ સુપરત:વડોદરા પોલીસે શોધી કાઢેલા 82 ફોન માલિકોને સોંપાયા

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેર ના ઝોન-2 વિસ્તારના ગોત્રી, નવાપુરા, રાવપુરા, જેપી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા 1 વર્ષમાં ખોવાયેલા અથવા તો ગુમ થયેલ 82 મોબાઈલ ફોનને પોલીસે શોધી નાંખીને સોમવારે તેમના મુળ માલીકને બોલાવીને સુપરત કર્યા હતા.

પોલીસે જણાવ્યું હતું કે ઝોન-2 પોલીસ કમિશનરેટ વિસ્તારમાં ગુમ થયેલા મોબાઇલ ફોન પૈકી 82 ફોનને પોલીસે હ્યુમન અને ટેકનિકલ સર્વેલન્સના સહારે શોધી કાઢયા હતા અને તેમના મુળ માલીકોને જાણ કરીને સોમવારે બપોરે પોલીસ કમિશનર કચેરી ખાતે બોલાવ્યા હતા અને તેમને ફોન સુપરત કર્યા હતા. અધિક પોલીસ કમિશનર ચિરાગ કરોડીયાના હસ્તે મુળ માલીકોને ફોન સુપરત કરાયા હતા. પોતાનો મોબાઇલ ફોન પરત મળતાં ફોન માલીકો ખુશ થઇ ગયા હતા. પોલીસ દ્વારા અગાઉ પણ આ પ્રકારની કામગીરી કરવામાં આવી હતી એમ જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...