માનવતા:વડોદરા પોલીસે અજાણ્યા વ્યક્તિ સાથે ફરતી અનાથ બાળકીને સમાજસેવી સંસ્થામાં આસરો અપાવ્યો

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં એક શંકાસ્પદ વ્યક્તિની સાથે ફરી રહેલી અનાથ બાળકીને પોલીસે સમાજસેવી સંસ્થાને સોંપી માનવતા મહેંકાવી છે.

ઘટના અંગે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પી.આઇ. પૂજા તિવારીએ જણાવ્યું દિવ્યભાસ્કર ડિજિટલ સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે ગઇકાલે લક્ષ્મીપુરા વિસ્તારમાં ટીમ સાથે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન અક્ષર એપાર્ટમેન્ટ પાસે એક શંકાસ્પદ વ્યક્તિ નજરે પડ્યો હતો. જેને અટકાયતમાં લેવામાં આવ્યો હતો. તેની સાથે 10 વર્ષની એક અનાથ બાળકી પણ હતી.

બાળકીની પૂછપરછ કરતા તેણે તેણે પોતાનું નામ ચાંદની મહેશભાઇ દેવપૂજક હોવાનું જણાવ્યું હતું. તેના માતા-પિતા અંગે પૂછતાં બાળકીએ કહ્યું હતું કે, બે મહિના પહેલા તે માતા-પિતા સાથે આણંદથી વડોદરા આવી હતી. એક મહિના પહેલા તેની માતા એક વ્યક્તિ સાથે તેના ભાઇ-બહેનને સાથે લઇને ક્યાંક ચાલી ગઇ હતી. ત્યાર બાદ તેના પિતાનું પણ મોત થયું હતું. જેથી છેલ્લા 15 દિવસથી ગોરવા શાકમાર્કેટ પાછળ આવેલ ઝૂંપડામાં તે રહે છે અને વહેલી સવારમાં કચરો વિણવા જતી હોવાનું કહ્યું હતું.

બાળકી એકલી હોવાથી સવારથી અજાણ્યા શંકાસ્પદ વ્યક્તિ સાથે ફરતી હતી. જેથી બાળકી એકલી હોવાથી તેની સાથે કોઇ અઘટીત ઘટના ન બને તે માટે કોયલી સ્થિત હરસિદ્ધિ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સંસ્થામાં આશરો આપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...