• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Vadodara Police Celebrated Diwali With Senior Citizens Of The Old Age Home, The Elders Said: 'It Felt Like Our Family Members Had Come To Celebrate Diwali'

શી ટીમ બની વૃદ્ધોનો પરિવાર:વડોદરા પોલીસે વૃદ્ધાશ્રમના સિનિયર સિટીઝનો સાથે દિવાળીની ઉજવણી કરી, વૃદ્ધોએ કહ્યું: 'અમારો પરિવારના દિવાળી મનાવવા આવ્યો હોય એવુ લાગ્યું'

વડોદરાએક મહિનો પહેલા
શી ટીમે વારસીયાના વૃદ્ધાશ્રમમાં જઇ ફટાકડા ફોડીને દિવાળી પર્વની ઉજવણી કરી હતી
  • શી ટીમે વારસીયાના વૃદ્ધાશ્રમમાં જઇ ફટાકડા ફોડીને દિવાળી પર્વની ઉજવણી કરી

નવરાત્રિ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી બાદ શહેરીજનો દ્વારા દિવાળી પર્વ અને નવા વર્ષની ઉજવણી કરવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે અનેક વિધ કારણોસર વૃદ્ધાશ્રમમાં દિવસો પસાર કરી રહેલા વૃદ્ધો પણ પરિવાર સાથે દીપાવલી પર્વની ઉજવણીના આણંદનો અહેસાસ કરી શકે તેવી ભાવના સાથે શહેર પોલીસ તંત્રની શી ટીમ દ્વારા વારસીયાના વૃદ્ધાશ્રમમાં જઇ ફટાકડા ફોડીને દિવાળી પર્વની ઉજવણી કરી હતી. તે સાથે ઉચ્ચ પોલીસ અધિકારીએ ભજન અને ગીતોની વૃદ્ધાશ્રમમાં રમઝટ બોલાવી વૃદ્ધોને પરિવાર જેવો અહેસાસ કરાવ્યો હતો. હર્ષના આંસુ સાથે વૃદ્ધોએ જણાવ્યું કે, આજે અમને એવું લાગે છે કે, બીજા શહેરોમાં નોકરી કરતા અમારા પરિવારજનો દીપાવલી પર્વની ઉજવણી કરવા આવ્યા છે.

વૃદ્ધોની આંખોમાં હર્ષના આંસુ આવ્યા
વડોદરા શહેર પોલીસ કમિશનર ડૉ. શમશેરસિંઘની માનવીય પહેલ અને સૂચનાથી શી ટીમ દ્વારા વારસીયા વિસ્તારમાં આવેલા પ્રેમદાસ વૃદ્ધાશ્રમમાં દીપાવલી પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાયબ પોલીસ કમિશનર ઝોન-4 ના લગધીરસિંહ ઝાલા, મદદનીશ પોલીસ કમિશ્નર "જી" ડીવીઝન પી.આર. રાઠોડ તેમજ વારસીયા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એન.લાઠીયા પણ જોડાયા હતા અને વારસીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સ્વામી પ્રેમદાસ વૃદ્ધાશ્રમ ખાતે જઇને વડીલો સાથે દિવાળી પર્વની ઉજવણી કરી હતી. વૃદ્ધાશ્રમમાં ઉજવાયેલા દીપાવલી પર્વમાં જિંદગીના અંતિમ દિવસો વિતાવી રહેલા વૃદ્ધો હર્ષના આંસુ રોકી શક્યા ન હતા. તમામ સિનિયર સિટીઝનોએ પોલીસ અધિકારીઓ સાથે ઉત્સાહભેર દીપાવલી પર્વ મનાવ્યો હતો.

વડોદરા પોલીસે વૃદ્ધાશ્રમના સિનિયર સિટીઝનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી
વડોદરા પોલીસે વૃદ્ધાશ્રમના સિનિયર સિટીઝનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી

અમારા ભૂતકાળના દિવસો યાદ આવી ગયા
મદદનીશ પોલીસ કમિશનર "જી" ડીવીઝન પી.આર. રાઠોડે પોતાના સુમધૂર કંઠે ભજનો અને ગીતો ગાઇને વૃદ્ધોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. પોલીસ અધિકારીના કર્ણપ્રિય ભજનો અને ગીતો સાંભળી સિનિયર સિટીઝનો ભાવવિભોર થઇ ગયા હતા અને પોલીસ અધિકારીના કંઠે ગવાઇ રહેલા ભજનો-ગીતો સાથે તાલ મિલાવી ઝૂમી ઉઠ્યા હતા. વૃદ્ધોએ જણાવ્યું કે, આજે વર્ષો બાદ અમે કોઇ ભજન સંધ્યામાં ગયા હોય તેવો અમોને અહેસાસ થયો છે. આજે અમને અમારા ભૂતકાળના દિવસો યાદ આવી ગયા છે.

પોલીસ અધિકારીઓએ વૃદ્ધાશ્રમમાં જઇને ફટાકડા, મીઠાઇ, તેમજ અનાજની કીટનું વિતરણ કર્યું હતું
પોલીસ અધિકારીઓએ વૃદ્ધાશ્રમમાં જઇને ફટાકડા, મીઠાઇ, તેમજ અનાજની કીટનું વિતરણ કર્યું હતું

ફટાકડા, મીઠાઇ, તેમજ અનાજની કીટનું વિતરણ
પોલીસ અધિકારીઓએ વૃદ્ધાશ્રમમાં જઇને ફટાકડા, મીઠાઇ, તેમજ અનાજની કીટનું વિતરણ કર્યું હતું તેમજ સિનિયર સિટીઝન વડીલો સાથે ફટાકડા ફોડીને દિવાળી પર્વની ઉજવણી કરી હતી. પોલીસ અધિકારીઓ સાથે દીપાવલી પર્વની ઉજવણી કરતા વૃદ્ધોએ હર્ષના આંસુ સાથે જણાવ્યું હતું કે, આજે અમને અમારા વર્ષો જુના દિવસો યાદ આવી ગયા છે. એક તબક્કે એવું લાગ્યું કે, અમારા વતનથી બહાર નોકરી કરતા પરિવારના સભ્યો દીપાવલી મનાવવા ઘરે પરત ફર્યા છે.

વૃદ્ધોની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા
વૃદ્ધોની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા

અધિકારીઓએ સિનિયર સિટીઝનોના આશિર્વાદ લીધા
વૃદ્ધાશ્રમના સિનિયર સિટીઝન વડીલોની રજુઆત સાંભળ્યા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને શી ટીમે સિનિયર સિટીઝનોને બાહેંધરી આપતા જણાવ્યું હતું કે, પોલીસ તંત્ર સિનિયર સિટીઝનોની પડખે છે અને હંમેશા રહેશે. પોલીસ અધિકારીઓ સાથે દિવાળી પર્વ અને ભજન-સંધ્યાનો આંદ માણનાર સિનિયર સિટીઝનોએ શહેર પોલીસ તંત્રની માનવીય અભિગમની કામગીરીને બિરદાવી હતી. ઉપસ્થિત પોલીસ તંત્રના અધિકારીઓએ સિનિયર સિટીઝનોના આશિર્વાદ પણ લીધા હતા.

મદદનીશ પોલીસ કમિશનર "જી" ડીવીઝન પી.આર. રાઠોડે પોતાના સુમધૂર કંઠે ભજનો અને ગીતો ગાઇને વૃદ્ધોને મંત્રમુગ્ધ કરી દીધા
મદદનીશ પોલીસ કમિશનર "જી" ડીવીઝન પી.આર. રાઠોડે પોતાના સુમધૂર કંઠે ભજનો અને ગીતો ગાઇને વૃદ્ધોને મંત્રમુગ્ધ કરી દીધા
અન્ય સમાચારો પણ છે...