ગતિવિધિ:દિલ્હીમાં 5 આતંકી પકડાતાં વડોદરા પોલીસ સતર્ક બની

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અગાઉ વડોદરામાંથી આતંકવાદી કનેક્શન મળ્યાં હતાં
  • 21 મહિના પૂર્વે ગોરવાથી ઝડપાયેલા જાફરની વધુ માહિતી મેળવશે

દિલ્હીમાં ખેડૂત આંદોલન વચ્ચે દિલ્હી સ્પેશિયલ બ્રાંચે શકરપુરા વિસ્તારમાં દરોડો પાડી ખાલિસ્તાની જુથના 2 અને જમ્મુ કાશ્મીરના ઈસ્લામી જુથના 3 મળી કુલ પાંચ આતંકવાદીઓને ઝડપી લીધા હતાં. દિલ્હીમાં આતંકવાદીઓ ઝડપાયા બાદ શહેરની સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે. પોલીસ એજન્સીઓ દ્વારા જાન્યુઆરી 2020માં ગોરવા મધુનગરના મકાનમાંથી એટીએસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા તામિલનાડુ આઈએસઆઈએસ મોડ્યુલના વોન્ટેડ આતંકી જાફરઅલી મોહમદ હલીકની વધુ માહિતી ભેગી કરવાનું શરૂ કર્યું છે.

પોલીસ એજન્સીઓના સુત્રોના જણાવ્યા અનુસાર, વડોદરામાં 30 વર્ષમાં ત્રણ આતંકવાદી કનેક્શન નિકળ્યાં છે.તેવામાં દિલ્હીમાં ઝડપાયેલા આતંકવાદીઓ બાદ દેશભરની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ છે. હાલમાં જ ગણેશોત્સવ બાદ નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો આવી રહ્યાં છે.તેવામાં તહેવારોની વચ્ચે શહેરમાં કોઈ ભાંગફોડ પ્રવૃત્તિઓ ન થાય તે માટે પોલીસ સતર્ક બની છે.

જેમાં દોઢ વર્ષ પહેલા વડોદરામાંથી ઝડપાયેલા આતંકવાદી અંગે પણ પોલીસ એટીએસ પાસે વધુ માહિતી મેળવવાની છે. જેમાં વડોદરામાં રહીને શું પ્લાન બનાવ્યાં હતાં,તેમજ તે કયા કયા વિસ્તારોમાં ફર્યો હતો અને તેની વડોદરા શહેર અને જિલ્લામાં કોની કોની સાથે મુલાકાત થઈ હતી તે વિશે પણ પોલીસ એજન્સીઓ દ્વારા તપાસ ચાલુ કરી છે. પોલીસ ધર્માતરણ અને હવાલના કૌભાંડી સલાઉદ્દીન શેખના સ્થાનિક સંર્પકો પણ ચકાસી રહી છે.

અન્ય સમાચારો પણ છે...